Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૧૧)
દુષ્ટ રૂઢીઓને ઘણું ઉત્તેજન મળે છે, ને કજોડાં ઘટવાને બદલે વધવાને સંભવ રહે છે. કન્યા વ્યવહારનાં ક્ષેત્ર નાનાં નાનાં એટલે મન ગમતાં વરકન્યાની પસંદગી કરવાનું બને નહિ તેથી જે કન્યા - વહારનાં ક્ષેત્ર વિશાળ કરવામાં આવે તો ઘણું સારું. આજે બ્રાહ્મણ, વાણિયા, કણબી આદિ દરેક વધુમાં એવી ભિન્ન ભિન્ન ઘણુ નાતે છે કે જેઓ અરસ્પરસ ભોજન વ્યવહાર રાખે છે, જેઓ આચાર વિચારમાં ને ઉજળામણમાં સરખી છે, ને ટુંકામાં જેઓ સંસારિક સ્થિતિમાં તમામ વાતે સરખી છે, એમ છતાં તેમાં કયા વ્યવહાર નથી. આ પ્રતિબંધ રાખવાનું કંઈ સબળ કારણ જણાતું નથી. એ પ્રતિબંધ યુક્તિથી માન્ય થઈ શકે એવો નથી, એવા પ્રતિબંધને કશે આધાર પ્રાચીન શાસ્ત્રોમાં મળતું નથી, ને એવા પ્રતિબંધ પાળવાની કંઈ અગત્ય પણ જણાતી નથી. ઉલટું એવા પ્રતિબંધે ઘણું નુકશાનકારક રૂઢીઓને જન્મ આપે છે, ને આપણું સંસાર–મંડળની અનેક પ્રકારે હાનિ કરી છે. આપણી સંસારિક સ્થિતિની અવદશા થઇ છે, આપણું ધાર્મિક અને રાજકીય સ્થિતિની પણ અવદશા થઈ છે; ને ટુંકામાં આપણે પ્રજાની એળમાંથી નીકળી ગયા છીએ. હવે આ હાનિ અવધિએ પહોંચી છે, ને તે દૂર કરવાના ઉપાય દેશના દરેક શુભેચ્છકે યોજવા જોઈએ. એ પ્રતિબંધ દૂર કરતાં કંઈ પણ જાતની હરકત જણાતી નથી; એમ કરતાં ધર્મને કંઈ બાધ નડતો નથી, ને એમ કરવામાં નવા ને જુના વિચારેને ઝઘડે આડે આવતા નથી. ત્યારે આ અગત્યની બાબતમાં પગલું ભરવાને આપણે વિલંબ શા માટે કરવો જોઈએ? એ વાત ખરી છે કે એ પગલું ચાલતી રૂઢીની વિરૂદ્ધ ભરવાનું છે. કોઈ પણ રૂઢી રસ્થાપિત થયેલી હોય, ત્યારે તે છોડવી આકરી પડે છે, ને વગર કાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com