Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 7
________________ કોઈ બાળકને પોતાની સગી માતા પ્રત્યે જેટલો સ્નેહ અને લાગણી હોય તેટલો સાવકી માતા પ્રત્યે ન આવે, તેવું બની શકે. પરંતુ, સાવકી માતા પ્રત્યે બાળકને એટલું બધું વહાલ ઉભરાઈ જાય કે પોતાની સગી મા અળખામણી બની જાય તેવું તો કેવી રીતે બની શકે ? માતૃભાષા ગુજરાતીની ઉપેક્ષા અને વિદેશી ભાષા અંગ્રેજી પ્રત્યેનું ગુજરાતી પ્રજાનું અત્યંત આકર્ષણ એટલે સગી માની અવગણના અને સાવકી મા પ્રત્યે લગાવ. અને, અંગ્રેજી ભાષાને સાવકી મા પણ કેવી રીતે કહી શકાય ? તે તો પરાયી મા છે, કોકની મા છે. જેની સાથે કોઈ સંબંધ ન થતો હોય તેવા અથવા મુસાફરી આદિમાં મળેલા સાવ અજાણ્યા બેન માટે ‘માસી’ કે ‘આન્ટી’ શબ્દનો પ્રયોગ થાય છે, તેવા ‘માસી’ કે ‘આન્ટી’ તેને કદાચ કહી શકાય. અંગ્રેજી ભાષા પ્રત્યે લેશમાત્ર અનાદરનો ભાવ નથી. પરંતુ, માતૃભાષા ગુજરાતી પ્રત્યે ભારોભાર આદર છે. તે આદરભાવને જ આ પુસ્તકમાં વાચા આપી છે. આખા પુસ્તકનો સાર અને સૂર એક જ છે : ભવ્ય ભાષા : માતૃ ભાષા હૃદયમાં માતૃભાષા પ્રત્યેના આદરને જગાડનાર અને વહેતો રાખનાર માતાથી માંડીને મિત્રો સુધીના તમામ પરિબળોને કૃતજ્ઞભાવે યાદ કરું છું. વર્ધમાન તપોનિધિ પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., - ગચ્છાધિપતિ આ.ભ.શ્રી જ્યઘોષસૂરીશ્વરજી મ.સા., સહજાનંદી પૂ.આ.ભ. શ્રી, ધર્મજિસૂરીશ્વર મ.સા., સૂરિમંત્ર સાધક પૂ.આ.ભ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા., ભવોદધિતારક ગુરુદેવ પૂ.આ.ભ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. આદિ પૂજ્યગુરુવર્યોને કૃતજ્ઞભાવે વંદના કરું છું. સદાના પ્રેરણા અને પ્રોત્સાહનના સમર્થ સ્રોત સમા આત્મીય ગુરુબંધુ પંન્યાસ શ્રી ઉદયવલ્લભવિજય મ.સા. તથા પંન્યાસ શ્રી હૃદયવલ્લભવિજય મ.સા. આ પુસ્તકમાં અનેક રીતે ખૂબ સહાયક બન્યા છે. પંન્યાસ શ્રી ઉદયવલ્લભજીવિજયજીએ ભલભલા શિક્ષણ-શારત્રીઓને પણ વિચારતા કરી મૂકે તેવું ‘શિક્ષણની સોનોગ્રાફી” નામનું શાનદાર અને જાનદાર પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે શિક્ષણના માધ્યમની પણ તર્કસમૃદ્ધ વિશદ અને વિસ્તૃત ચર્ચા કરી છે. પ્રસ્તુત પુસ્તકને અલંકૃત કરનારી તેમની સુંદર પ્રસ્તાવના આ પુસ્તકનું ગૌરવચિહ્ન છે. પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય કે કોઈ ભાષાનો અજાણતા પણ અપલાપ થયો હોય તો હાર્દિક ક્ષમા યાચું છું. વિ.સં. ૨૦૬૭ પં.મુકિતવલ્લભ વિજય અષાઢ વદ્દ ૧૦ ઘાટકોપર (નવરોજી લેન)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122