________________
ઊઠગરાતી! બોલ ગુજરાતી.
- એક કાલ્પનિક પ્રસંગ :
ગુજરાતના કોઈ શહેરનો એક વિશાળ સભાખંડ ગુજરાતી શ્રોતાઓથી ખીચોખીચ ભરાયેલો હતો. આજની સભાનું બધાને ખૂબ આર્કષણ હતું, કારણકે આજે મંચ ઉપર મોટું વાગ્યુદ્ધ થવાનું હતું. આજની સભા વાદસભા હતી. બે પક્ષો વચ્ચે આજે સામસામે જોરદાર દલીલબાજી થવાની હતી. સમગ્ર સભાએ આજે નિર્ણાયક અને ન્યાયધીશની ભૂમિકા ભજવવાની હતી. આ
આ વાદ બે સન્નારીઓ વચ્ચે થવાનો હતો. વાદનો વિષય હતો : “અમારા બેમાંથી કોણ મહાન ?” બન્નેનો દાવો હતો : હું મહાન.
આ બે સન્નારી એટલે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા. | પહેલો વોરો અંગ્રેજી ભાષાનો હતો. તેણે પોતાના તરફેણની જોરદાર દલીલો શરૂ
e હું મહાન ભાષા છું. કારણકે, હું વિશ્વભાષા છું. બધો આંતરરાષ્ટ્રીય વ્યવહાર મારા માધ્યમથી થાય છે. વિશ્વમાં કરોડો લોકો મને જાણે છે અને વાતચીતમાં મારો જ ઉપયોગ કરે છે. કપ્યુટર અને ઈન્ટરનેટ વગર આજે દુનિયા અપંગ બની જાય. તે C ઉપકરણોની હું લાડકી છું. આજે વિશ્વ વિજ્ઞાન અને વિકાસની ઘણી ક્ષિતિજો સર કરી છે. - તે બધું સમજવા સહુએ મારા શરણે આવવું જ પડે...
અંગ્રેજી ભાષાના પ્રભાવશાળી વક્તવ્ય અને ધારદાર દલીલોનો અત્યંત પ્રભાવ જ સમગ્ર સભા ઉપર છવાયેલો જણાતો હતો.
હવે વારો આવ્યો, ગુજરાતી ભાષાનો. તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો. મારી તરફેણની મારી પાસે પણ અઢળક દલીલો છે. પરંતુ, મારી માત્ર એક જ દલીલ અહીંની આ વાદસભામાં મને જીતાડવા સમર્થ છે. હું મહાન ભાષા છું. હું સુંદર ભાષા છું. હું શ્રેષ્ઠ ભાષા છું. હું ભવ્ય ભાષા છે. કારણકે, આ સભામાં બેઠેલા તમામની હું માતૃભાષા છું
ન્યાયાધીશના સ્થાને બેઠેલી સમગ્ર સભાએ તાલીઓના ગડગડાટ સાથે, માત્ર આંગળીઓ ઊંચી કરીને નહિ, સ્વયં ઊભા થઈ જઈને.... માતૃભાષાને મહાન ભાષા અને ભવ્ય ભાષા તરીકે ઘોષિત કરી.