________________
મા પાસે મોસાળનાં વર્ણન
અંગ્રેજી ભાષામાં એક વરસાદી poem બહુ પ્રચલિત છે :
"Rain ! Rain ! Go away. Little Johny Wants to play"
વરસાદ એટલે કુદરતની કરુણા. વરસાદ એટલે જગતના તાતનું આશાકિરણ. વરસાદ એટલે સમગ્ર જીવસૃષ્ટિનું જીવનજલ. આવા ઉમદા તત્ત્વ માટે પણ આ stanza માં જાકારો અને અનાદરભાવ છતો થાય છે. નાનકડા જોનીની રમત, એ કુદરતની વરસતી કરુણા કરતાં પણ મહત્ત્વની છે એવી સ્વાર્થવૃત્તિ પણ છતી થાય છે.
હવે ગુજરાતીનું આ જ સંદર્ભનું એક પદ જોઈએ ?
આવ રે વરસાદ ! ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને
કારેલાનું શાક !”. મોનસૂનના આ વેલકમ સોન્ગમાં મહેમાનના ભાવપૂર્ણ આવકાર, આદર અને આતિથ્ય ભાવનાના દર્શન થાય છે. ભાષા એ કેવળ શબ્દોનું ઉચ્ચારણ નથી, પરંતુ ભાષકની સંસ્કૃતિનું વ્યક્તીકરણ છે. ભાષાના બદલાવને એટલી સખ્તાઈથી જોવાની જરૂર છે કે જાણે થઈ રહેલું ભાષાંતર એટલે મોટા પાયે થઈ રહેલું ધર્માતરણ !
પૂ. પંન્યાસ શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા.મારા વડીલ ગુરુબંધુ છે. સાહિત્યરસ જેમની નસોમાં વહે છે તેવા સમર્થ ચિંતક અને લેખક છે. આગવું ચિંતન, મૌલિક સર્જન, રસાળ પ્રસ્તુતિ અને સર્વાગીણ કવરેજ એ લગભગ એમના દરેક લખાણની વિશેષતા રહે છે.