Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ ભારતની એક વિરલ વિભૂતિ કરીને ઊઠ કે, એ પામર માનવીને ત્યાગ, તપ અને યમાંથી ચલિત કરીને, ઈન્દ્રની પ્રશંસાને અસત્ય બનાવું. આ નિશ્ચય કરતાં જ સંગમ દેવ મટી દાનવ બન્ય, અને એ વિરલ વિભૂતિ પાસે આવ્યું. સિંહનું રૂપ ધારણ કરી માનવ-હૈયાઓને વિદારી નાખે એવી સિંહ-ગજનાઓ કરી જોઈ પ્રલયકાળના મેઘનું રૂપ ધારણ કરી વિજળીના કડાકા ભડાકા કરી બ્રહ્માંડના કાન ફાડી નાખે એવા અવાજોના અખતરાઓ પણ કરી જોયા; અને છેલ્લે સર્વ શક્તિઓ કેન્દ્રિત કરી, ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરી, એ વિરલ વિભૂતિ પર ત્રાટકવાને પ્રયોગ પણ કરી જોયે; પણ એ બધું નિષ્ફળ નીવડયું ! આવા પ્રલયના ઝંઝાવાત અને ચકવાત વચ્ચે પણ જેમને વૈર્ય–દીપક અચલ રીતે ઝળહળતે જોઈ, સંગમ દંગ થઈ ગયે. એના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. અભિમાન ગળતાં જ પોતાને આચરેલા પાપને પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ વિરલ વિભૂતિ પ્રત્યે આચરેલા અગ્ય વર્તનથી એના હૈયામાં પશ્ચાત્તાપને ભડકે ભભૂકી ઉઠે, અને પોતાની જાતને ધિક્કારતે એ વિભૂતિના ચરણોમાં પડી, અંજલિપૂર્વક દીન સ્વરે ક્ષમા માંગવા લાગ્યો. પ્રભે! આપ શૂરવીર છે, ધીર છે, ગંભીર છે, આપનું આમિક બળ અનુપમ છે, આપને ત્યાગ તપ અને ધેય અજોડ છે ! આપની જોડ આ વિશ્વમાં લાધે તેમ નથી. આપની પ્રશંસા ઇન્દ્ર કરી, પણ હું અધમ એ ન માની શકયે અને આપની પરીક્ષા કરવા માટે આવ્ય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48