________________
: ૧૨ :
શિવભૂતિ : પ્રથમ તે સારું હતું, હવે શું છે? શું તને કેઈ વ્યાધિ-રોગ, થયે છે? શું કઈ તરફથી કાંઈ દુઃખ પડે છે? કઈ જાતની ચિન્તા વળગી છે? છે શું? જે હેય તે જણાવ-વાત કર તે તેને ઉપાય થાય. શરમાવાની કોઈ જરૂર નથી. “શરમાય તે કરમાય” માટે જે હોય તે કહે. અહિં મને તું વાત નહિં કર તે કહીશ કેને? અહિં તારું બીજું છે કેણુ?” આટલે દિવસે પોતાની સાસુના આવા સ્નેહાળ વચન-પુત્રી જેવું સાધનસુખદુઃખના પ્રશ્નો સાંભળી તેનું હૃદય ભરાઈ આવ્યું. તે રડી પડી. તેને પોતાની સાસુ આજ અનુપમ ભાસી. તે કાંઈ બોલી શકી નહિં.
તેને રડતી જોઈને તેની સાસુએ તેના દુઃખનું કાંઈ ગંભીર કારણ કયું. તેને વધુ પાસે ખેંચી, ગોદમાં લીધી. વાંસે હાથ ફેર ને વળી પૂછયું-“હેન ! એવું તે તારે માથે શું છે? કે તું કાંઈ કહેતી નથી. આમ રેયા કરે છે. સ્પષ્ટ વાત કરમારી પાસે કંઈપણ છાનું રાખવાનું કારણ નથી.”
તે શાન્ત થઈ. ઘણા દિવસનું ભરાયેલ દુઃખ તેણે પોતાની માતા સમાન સાસુ પાસે ઠલવ્યું. તેણે જણાવ્યું–
“માતાજી! આપને હું શું કહું? અહિં મને ખાવાપીવાની, પહેરવા ઓઢવાની કોઈ જાતની ખામી નથી. કામને એ
જે નથી કે મારે દિવસ રાત તેને ઢરડો કરવો પડે. આપના પુત્રના પ્રભાવથી મારી સામે કોઈ ઊંચી આંખ કરી જોઈ શકે એવું પણ નથી. પણ તેથી શું? આપ એક સ્ત્રી છે એટલે સમજી શકે કે સ્ત્રીહદયને શું જોઈએ. આપના પુત્રના પ્રેમ વગરના દુનિયાના રાજ્યને હું શું કરું? મારા કેઈ મેટા પાપે સ્વામીના સનેહથી હું તદ્દન વંચિત રહી છું. એક સન્તાન પણ હેત તે તેના પર મારું મન ઠરત. તેને જોઈને રમાડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com