________________
: ૨૨ :
શિવભૂતિઃ આ આઠ પ્રકારના ઉપકરણધારી અને ઉપકરણ વગરના નવમા એ નવે જિનકલ્પી મુનિએ અચલ ધૈર્યવાળા હોય છે. તેમને ઓછામાં ઓછું ન્યૂન નવ પૂર્વનું જ્ઞાન હોય છે. અતુલ સહિષ્ણુતા હોય છે. ગમે તે વ્યાધિને તેઓ ઉપચાર કરાવતા નથી. શુદ્ધ આહાર ન મળે તે છ-છ મહિનાના ઉપવાસ કરે, શુદ્ધ સ્થડિલ પ્રાપ્ત ન થાય તે છ-છ માસ સુધી નિહારને રેકી રાખે. પોતાના આત્માનું જ શ્રેય: સાધવું એ એક જ નિર્ધાર હોય છે, તેથી તેઓ કેઈને દીક્ષા આપતા નથી. જનતા સમક્ષ સભામાં વ્યાખ્યાન દેતા નથી. ફક્ત ત્રીજા પહોરમાં વિહાર-ગોચરી વગેરે કરે છે. ચેથા પ્રહરની શરુઆતથી બીજા દિવસના બીજા પહોર સુધી કાઉસ્સગ્ગ ધ્યાને જ રહે છે. વનમાં કે નગરમાં, કાંટામાં કે કાંકરામાં ગમે ત્યાં હોય તે પણ
થે પ્રહર બેસે કે તરત જ ત્યાં ને ત્યાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થઈ જાય છે.
આચાર્ય મહારાજશ્રીએ જિનકં૫ને સમજાવીને કહ્યું કે “એ જિનકલ્પ જખ્ખસ્વામીજી પછી વિરછેદ ગયે છે. પૂજ્યાય મહાગિરિજી મહારાજે જિનકલ્પની તુલના કરી હતી.
આચાર્ય મહારાજશ્રીનું કથન સાંભળી શિવભૂતિ મુનિએ કહ્યું “મહારાજ ! હું જિનકલ્પનું આચરણ કરવા સમર્થ છું. મારામાં ગમે તે સહન કરવાનું સામર્થ્ય છે. મારે માટે તે કલ્પને વિચ્છેદ નથી. વાસ્તવિક મુનિમાર્ગ મને તેમાં જ સમજાય છે. આજથી હું આ ઉપકરણ વગેરે સર્વને ત્યાગ કરું છું.” એમ કહીને શિવભૂતિ દિગમ્બરપણે ગુરુમહારાજ પાસેથી ચાલી નીકળ્યા ને ઉદ્યાનમાં કાઉસ્સગપણે રહ્યા.
શિવભૂતિની બહેન ઉત્તરાએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com