Page #1
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
છ છછ
ભારતની
વિરલ વિભૂતિ
જગપિતા, વિશ્વ-વન્ધ, પ્રભુ મહાવીરના નિવાણની
પુનિત મૃતિ નિમિત્તે
મુનિ શ્રી ચન્દ્રપ્રસાગરજી
(ચિત્રભાનુ)
CT:
. પ્રકાશક જૈન યુવક મંડળ-વીરમગામ
વીર સં. ૨૪૭૬ આશ્વિન વી. સં. ૨•• 0 28590/940 ČOOMOOH.Onla
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સુવિરાજશ્રી ચન્દ્રકાન્તસાગરજી મહારાજના સદુપદેશથી, શાહ છગનલાલ ગુલાબચંદના સુપુત્ર-ચુનીભાઇ, મણભાઇ, વાડીભાઈ, ડાહ્યાભાઇ તથા મેહનભાઈએ પિતાના વર માતુશ્રી જડાવબાઈના સંસ્મરણાર્થે આ પુસ્તિકાને
આર્થિક સહાય આપી છે.
યુવાન, વિચારશીલ, સુપ્રસિદ્ધ વ્યાખ્યાતા મુનિ મહારાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી મ. તરફથી “ભારતની એક વિરલ વિભૂતિ ” અને “જાય ! એ મહાવીરના પૂત” નામે બે નાનકડા લેખે અનુક્રમે “સિદ્ધચક્ર” અને “કલ્યાણ” માસિક - માં અગાઉ પ્રસિદ્ધ થઈ ગયા છે. તે હવે નાની પુસ્તિકાને આકારે આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે.
મહારાજશ્રીએ પિતાની ભાવવાહી ભાષામાં પ્રભુ મહા વરનું રેખાચિત્ર અને એમને સંદેશ રજૂ કરી સમાજને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો છે, અને બીજ નિબંધમાં “સાચે જેન” કે હેય તેનું શબ્દચિત્ર આલેખ્યું છે.
તેમની કલ્પનાને સાચે જન આજે ઘડાય અને જગતને પિતાની સુવાસથી ભરી દે એવી શુભ કામના સાથે અમે આ પુરિતકા સમાજ આગળ મૂકીએ છીએ.
શ્રી જૈન યુવક મંડળ વતી કાન્તિલાલ વાડીલાલ વેરા બી. એ; એસ. ટીસી., જાણો, રોવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૯d,
ભારતથી છું એક વિરલ વિભૂતિ
DO
ઝૂ
૦૦૦૦»રૃ
વિશ્વ
C
OD
Co૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦OS
હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર, વિલાસમન દુનિયા પર, પાપથી ખદબદતી દુનિયા પર, ચૈત્ર સુદ તેરસના પુનિત દિવસે એક અજોડ બાળકે-વિભૂતિએ અવતાર લીધો.
આંખમાં અમૃત, મુખકમળ પર મધુર સ્મિત, હૈયામાં કરુણા અને આત્મામાં અખંડ વિશ્વ વાત્સલ્ય ભરીને અવતરેલી આ વિરલ વિભૂતિને જોઈ, દુનિયા દંગ બની ગઈ.
આ વિરલ-વિભૂતિના આગમનથી દુઃખિયારી દુનિયા પ૨ સુખની ગુલાબી હવાનો સંચાર થયે. વસન્તની કામણગારી કેકીલા આમ્રવૃક્ષની શાખા પર આનન્દ ને ઉલ્લાસથી ઝલા ઝલતી, મંજુલ–ધ્વનિથી ટહૂકા કરવા લાગી. કુંજની ઘટાઓમાંથી મને હર પક્ષીઓ મને-ગીત ગાવા લાગ્યાં, શુભ્ર વસ્ત્રધારિણું સરિતા, પૂર્ણ સ્વાધ્યથી ઝડપભેર મધુર હાસ્ય કરતી, સાગર ભણું ધસવા લાગી-વિશાળ આકાશમાં પરિભ્રમણ કરતા દીવાનાથને કમળ પ્રકાશ–પંજ, ધરા પર વર્ષવા લાગ્યો, અને અવિરત નરકની યાતના ભેગવતાં પીડિત હૈયાં, આ શાન્ત અને સુખના મુક્ત વાતાવરણમાં વિહરવા લાગ્યાં, વાતાવરણ કાંઈક અલૌકિક હતું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
આ વિરલ વિભૂતિને અવતાર થતાં, સ્વયં દેવેન્દ્રો એમના દશનાથે આવ્યા, મહાન ભૂપાલે અંજલિપૂર્વક એમની સામે શિર ઝુકાવીને, નમન કરવા લાગ્યા; અનેક માન એમની સેવામાં હાજર થયા, અને વિશ્વનો વૈભવ એમના ચરણોમાં ખડકાવા લાગે.
એ દિવસોમાં એમના યૌવનને રંગ જામ્યો. સંસારને રંગ પણ ખીલ્ય અને પ્રિયદર્શીના જેવું સંસ્કારી સંતાન પણ જગ્યું, પણ આ બધું એ વિરલ વિભૂતિને મન પુણ્યરૂપી રોગને નાશ કરવા માટે ઔષધરૂપ જ હતું. આમ કરતાં ત્રીશ વર્ષના વાણાં તે વિજળીના ચમકારની પેઠે વહી ગયાં. માનવીને સુખના દિવસો કેટલા સોહામણું લાગે છે !
દુનિયાના સદ્ભાગ્યના એક મનહર પ્રભાતે, આ વિરલ વિભૂતિએ વૈભવથી ઉભરાતાં રાજમંદિરને અને હાલમાં નેહીઓને ત્યાગ કરીને, મહાભિનિષ્ક્રમણ કર્યું, કારણ કે દુનિયા એમને દુઃખથી છલકાતી દેખાણી. દુનિયા
જ્યારે દુઃખથી રીબાતી હોય ત્યારે આ કોમળ હૈયું સુખમાં કેમ વિલસી શકે?
આ વિરલ વિભૂતિના વસમા વિયેગની વેધક વાંસળી વાગી અને ક્ષત્રિયકુંડ ગામના ઉપવનમાં એક અજોડ કરુણ દશ્ય જા. આ દશ્ય આ જીવન સમાપક વિરલ વિભૂતિની વસમી વિદાયનું હતું. આ દશ્ય અનાથ હૈયાંઓની કમળ લાગણીઓથી છલકાતું હતું. આ દશ્ય વચ્ચે હૃદયવિદારક ઘેરા ડૂસકા અને સાચાં આંસુ પણ હતાં. હા! આકરી વિદાય કે મળતાપૂર્વક ભજવાતી હતી. આ વિદાયના દશ્યમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
વાત્સલ્ય અને કરુણાની ધારા ટપકતી હતી. આ વસમી વિદાયની વાંસળીમાંથી હૈયાને હચમચાવી મૂકે એવા કરુણ અને વેધક સૂરે વારંવાર આવી નાજુક હૈયાંઓને વ્યથિત કરતા હતા. પોતાના લઘુ બન્ધવનું આ મહાભિનિષ્ક્રમણ નન્દિવર્ધનના વાત્સલ્યપણે હૈયાને લેવી નાંખતું હતું. જીવનમાં ક્ષણ માત્ર પણ છૂટે નહિ પડનાર પિતાને લઘુબાવ આજે સદાને માટે ગૃહ-ત્યાગ કરે છે. ખરેખર, માનવીની પ્રિય વસ્તુ જાય છે ત્યારે એના જીવનનું સર્વસ્વ લેતી જ જાય છે ! - ત્રીશ વર્ષ સુધી સૌરભવાળા તરુવરોની શીતળ છાયામાં વિહરનાર માનવી, અખંડ-અવિન ઝરતા તડકામાં તપે, પુપિની નાજુક શય્યામાં પઢનાર માનવી, કંટક પર કદમ ભરે, લાખોની સલામ ઝીલનાર માનવી, રંક આના અપમાન સહે; આ કાર્ય કેટલું કપરું છે? એ તે અનુભવી નું હૈયું જ વેદી શકે તે આ વિરલ વિભૂતિનું હૈયું જ !
સ્વયં ઈન્દ્ર મહારાજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી— “આજે ભારતવર્ષમાં એક વિરલ વિભૂતિ છે કે જે મરણથી ગભરાતી નથી અને જીવનથી હર્ષ પામતી નથી, જેને સુખનાં મનેઝ સાધને ખુશ કરી શકતાં નથી અને દુઃખના કુર સાધને મુંઝવી શકતા નથી. એ મહાવિભૂતિની દિવ્ય તપશ્ચય આજે વિશ્વમાં અજોડ છે!” આ પ્રશંસામાં કઈ સામાન્ય માનવીના ત્યાગ, તપ અને પૈની કેવળ અતિશયોક્તિ કરવામાં આવી છે, એમ ત્યાં સભામાં
બેઠેલા ઈર્ષાળુ સંગમે માની લીધું, અને સાથે-સાથે નિશ્ચય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ કરીને ઊઠ કે, એ પામર માનવીને ત્યાગ, તપ અને યમાંથી ચલિત કરીને, ઈન્દ્રની પ્રશંસાને અસત્ય બનાવું. આ નિશ્ચય કરતાં જ સંગમ દેવ મટી દાનવ બન્ય, અને એ વિરલ વિભૂતિ પાસે આવ્યું.
સિંહનું રૂપ ધારણ કરી માનવ-હૈયાઓને વિદારી નાખે એવી સિંહ-ગજનાઓ કરી જોઈ પ્રલયકાળના મેઘનું રૂપ ધારણ કરી વિજળીના કડાકા ભડાકા કરી બ્રહ્માંડના કાન ફાડી નાખે એવા અવાજોના અખતરાઓ પણ કરી જોયા; અને છેલ્લે સર્વ શક્તિઓ કેન્દ્રિત કરી, ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરી, એ વિરલ વિભૂતિ પર ત્રાટકવાને પ્રયોગ પણ કરી જોયે; પણ એ બધું નિષ્ફળ નીવડયું !
આવા પ્રલયના ઝંઝાવાત અને ચકવાત વચ્ચે પણ જેમને વૈર્ય–દીપક અચલ રીતે ઝળહળતે જોઈ, સંગમ દંગ થઈ ગયે. એના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. અભિમાન ગળતાં જ પોતાને આચરેલા પાપને પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ વિરલ વિભૂતિ પ્રત્યે આચરેલા અગ્ય વર્તનથી એના હૈયામાં પશ્ચાત્તાપને ભડકે ભભૂકી ઉઠે, અને પોતાની જાતને ધિક્કારતે એ વિભૂતિના ચરણોમાં પડી, અંજલિપૂર્વક દીન સ્વરે ક્ષમા માંગવા લાગ્યો.
પ્રભે! આપ શૂરવીર છે, ધીર છે, ગંભીર છે, આપનું આમિક બળ અનુપમ છે, આપને ત્યાગ તપ અને ધેય અજોડ છે ! આપની જોડ આ વિશ્વમાં લાધે તેમ નથી. આપની પ્રશંસા ઇન્દ્ર કરી, પણ હું અધમ એ ન માની શકયે અને આપની પરીક્ષા કરવા માટે આવ્ય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
પણ આજે મને પૂર્ણ સત્ય સમજાયું કે, મારા જેવા અધમે પિતાની મનની કલુષિતતાથી જ આપના જેવા મહામાનવના ગુણે સમજી શકતા નથી, અને ઈર્ષા અને અભિમાનથી પિતાની જાતને જ મહાન મનાવવાનો પ્રયત્ન કરતાં પરિ ભ્રમણ કરે છે. આપ જગતના પિતા છે, આપ જગચ્છરણ છો, વિશ્વબંધુ છો, જગદાધાર છે, અધમેધ્ધારક છે, અને તારક છો. હે કરુણાસાગર ! મારા અપરાધની ક્ષમા કરે. હું નીચ છું-અધમ છું-પાપી છું. મારો ઉદ્ધાર આપના જ હાથમાં છે, નાથ! માટે મને તારે !!!”
આવા અઘેર અને ભયંકર અપરાધ કરનારા સંગમ પર પણ વિશ્વવિખ્યાત આ વિરલ વિભૂતિએ તે પિતાની અમૃત–ઝરતી આંખોમાંથી કરુણાની વર્ષા જ આરંભી! એમની વિરાગ્ય ઝરતી આંખોમાંથી વાત્સલ્યનું ઝરણું ઝરવા લાગ્યું. એ પુનિત ઝરણામાં સ્નાન કરી, ભારે હૈયે સંગમ પિતાના સ્થાન ભણી સંચર્યો ! - સંગમે કરેલા અનેક દુઃખો વેઠ્યા પછી ફરી એમણે આર્ય અને અનાર્ય–વજભૂમિ ભણી વિવાર આદર્યો. સાડા બાર વર્ષ સુધી મૌનપણે ઘોર તપશ્ચર્યા કરી. આ દિવસોમાં એમના પર અનેક વિષમ વિપત્તિનાં વાદળાં એક પછી એક તૂટવા લાગ્યાં, છતાં એમણે વૈય, સહિષ્ણુતા અને શાતિપૂર્વક એમને પ્રસન્નમુખે આવકાર આપ્યો.
આમ અનેક યાતનાઓના દાવાનળમાં આ તેજસ્વી વિરલ વિભૂતિના કર્મો બળીને રાખ થયાં અને એમને અનઃ સૂર્યના પ્રકાશથી ચમતે આત્મા પ્રકાશી ઉઠ્યો. કેવલ્યજ્ઞાન વ્યાપી રહ્યું અને અન્ધકારને નિતાન્ત નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ છે. પૂર્ણ આત્માના પ્રકાશથી દિશામાં વિલસી રહી. આ રળિયામણું સમયે એમને મુખકમળ પર અખંડ અને નિર્દોષ આનન્દ, વિધવાત્સલ્ય ને પ્રશાન્ત ગાંભીર્યને ત્રિવેણી સંગમ જામ્યો
સાડાબાર વર્ષ સુધી સેવેલા મૌનનું દિવ્ય તેજ આ વિરલ વિભૂતિના શરીરના રે માં દ્વારા ફેવારાની જેમ વસુંધરા પર પ્રકાશ પાથરી રહ્યું. વર્ષોને અને એમની મેઘ-ગંભીર મંજુલ ધ્વનિ સાંભળીને શું દે કે શું દાન, શું માને કે શું અજ્ઞ પ્રાણુઓ; બધા એમની નિકટમાં આવવા લાગ્યા. એમનો ઉપદેશ સાંભળવા એ બધા અધીર બન્યા.
આ વિરલ વિભૂતિએ મેઘ-ધારાની પેઠે ઉપદેશ પ્રારંભે – “મહાનુભાવે ! જાગે ! વિલાસની મીઠી નિદ્રામાં કેમ પિોઢયા છે ? તમારું આત્મિક-ધન લુંટાઈ રહ્યું છે. કેધ, માન, માયા અને લાભ આ ચાર મહાન ધૂત છે. એ તમને મેહની મદિરાનું પાન કરાવી, તમારા જ હાથે તમારી અમૂલ્ય સંપત્તિનો નાશ કરાવી રહ્યા છે માટે ચેતે ! સાવધાન બને! જાગરૂક બને ! અને એ ઓંને સામને કરે. ”
આ સચોટ ઉપદેશ સાંભળી ભક્તો હાથ જોડી કહેવા લાગ્યા–“નાથ આપ શક્તિમાન છે. આપ આ ધૂતને સામને કરી શકે છે, પણ અમે નિબળ છીએ, ધૂત સબળ છે; અમારાથી એમને સામને કેમ થઈ શકે ? અમારા માટે આ કાય કઠિન છે-કપરૂં છે-અઘરું છે. આપ તો સમર્થ છે. આપની સરખામણી અમારાથી કેમ થાય?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
લેકોની દીનતાભરી વાણી સાંભળી, એ વિભૂતિએ વીર-ઘોષણું કરી “મહાનુભાવો ! આવી દયાજનક વાચા ન ઉચ્ચારે. શત્રુઓ પાસે આવી નિર્બળ વાત કરશે તે એ તમારે નાશ કરશે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે તમારે આત્મા બળવાન છે વીર્યવાન-છે-અનન્ત શક્તિઓને ભંડાર છે. તમારે અને મારે આત્મા શક્તિની દષ્ટિએ સમાન છે. માત્ર ફરક એટલે જ છે કે તમારા પર કર્મને કચરે છે, અને મારા આત્મા પરથી એ ચરે દૂર થયો છે. તમે પણ પ્રયત્ન કરી એ કર્મના કચરાને દૂર કરે અને પૂર્ણ પ્રકાશી બને, કાયરતા છેઠી મદ બને. ખડકની પેઠે અડગ રહે. ક્રોધ વગેરે શત્રુઓની સામે બળવો પિકા, હું તમને સમરાંગણમાં વિજય મેળવવાની વ્યહરચના બતાવું.”
આ મંજુલ વાણું સાંભળી લોકે પ્રસન્ન બન્યા. જીવનવિકાસની નૂતન દષ્ટિ જાણવા માટે બધા ઉસુક બન્યા.
કદી ન ભૂલાય તે મને હર સ્વર ત્યાં ગુંજી રહ્યો– હે દેવને પણ પ્રિય જન ! આ જીવન કેવું ક્ષણભંગુર છે તેને જરા વિચાર કરે. યૌવન પુષ્પની જેમ કરમાઈ જનારું અસ્થાયી છે. સંપત્તિ વિજળીના ચમકારાની પેઠે ક્ષણિક છે. વૈભવ સંધ્યાના રંગની જેમ અસ્થિર છે. સંગે મહિરની દવાજાની પેઠે અચળ છે. આયુષ્ય પાણીના પરપોટાની જેમ અશાશ્વત છે. સંસારમાં માત્ર ધર્મ જ એક એવો છે કે જે સ્થાયી-અચલ-શાશ્વત છે. આ ઉત્તમ ધર્મ પાળવા માટે ધર્માન્જતાને છોડવી જ પડશે, ધર્માન્તતાને છોડ્યા વિના સત્ય ધર્મ મળવો મુશ્કેલ તે શું પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
અશકય છે ! ધમધતાએ સત્ય ધર્મને ગુંગળાવી નાખે છે, માનવોને અલ્પ બનાવ્યા છે. આ અભ્યતામાંથી કલહ અને કંકાસનું સર્જન થયું છે. આ ધર્માન્જતાથી મહાયુદ્ધો થયાં છે. માનવી, માનવીને શત્રુ થયો છે આજ અન્ધતાને લીધે જ્ઞાન પણ અજ્ઞાનમાં ફેરવાઈ ગયું છે. હિંસા, પણ અહિંસાને નામે પ્રગટી છે. પાપ પણ પુણ્યના નામે જીવતું થયું છે. અમે પણ ધર્મને બહાને પ્રગટ થયે છે માટે સત્ય ધર્મ મેળવવાને અમેઘ ઉપાય બતાવું છું તે પ્રમાદ ત્યજી સાંભળે!
જીવન-વિકાસને અમઘ ઉપાય અનેકાન્તવાદ છે. અને કાન્તવાદની કસોટી પર ધર્મની પરીક્ષા સુંદર રીતે થઈ શકે છે. માટે જીવનમાં અનેકાન્તવાદ કેળવે, એના વડે વિશ્વાત્મય કેળવે. એક એકને સમન્વય સાધે. અનેકાન્ત એ પૂણ દષ્ટિ છે. એના વડે વિશ્વમાં રહેલા સત્ય તનું ગવેષણ કરો. અનેકાન્તવાદ એ સાર્ચ ન્યાયાધીશ છે! એ જ વિશ્વને નિષ્પક્ષપાત સાચે અને પૂર્ણ ન્યાય આપશે. એ અસત્યના કાળા પડદાને ચીરી નાંખશે અને સત્યના દર્શન કરાવશે. આ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કહે કે સાપેક્ષવાદ કહે, બધું એક જ છે. આ અનેકાન્તવાદની દષ્ટિ જ્યાં સુધી જીવનમાં નહિ આવે ત્યાં સુધી માનવીને વિકાસ થંભેલો જ છે, એ મારે સ્વાનુભવ છે!”
અનેકાન્તવાદને આ ભવ્ય સિધ્ધાન્ત સાંભળી લેકોનાં હૈયા આનન્દથી વિકસી ઉઠ્યાં. આ નૂતન દષ્ટિ પ્રત્યેકને આદરણીય લાગી. તેથી જ લેકનાં મુખમાંથી આ શબ્દો સરી પડ્યા. “કેવી વિશાળ ભાવના! કેવી વિશાળ દષ્ટિ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
દેવ ! આપ ધન્ય છે. આપે જે પૂર્ણ પ્રકાશ મેળવ્યું છે તે અદ્દભૂત છે ! આપ આપની વાણુનું અમૃત–ઝરણું આ સંતપ્ત સંસાર પર અવિરત વહેતું રાખો, એવી અમારી નમ્ર વિનંતિ છે, દેવ! ”
આ વિભૂતિને રૂપેરી ઘંટડીના જેવો મધુર ધ્વનિ પુનઃ ગુંજી રહ્યો “ભાગ્યશાળીઓ ! હું જે કહી ગયો તે જીવનદષ્ટિની વાત કરી ગયે--વિચારવાની વાત કહી ગયે. હવે આચારની વાત કહું છું. વિચારમાં જેમ અનેકાન્તવાદને સ્થાન છે, તેમ આચારમાં અહિંસાને સ્થાન છે.
અહિંસા એ સુંદર સરિતા છે, અનેક તૃપિત હૈયાં એના જળથી તરસ છીપાવે છે. અહિંસા એ સેતુ છે, કે જે બે વિખરાં કેવી હૈયાઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ છે, જે પોતાની માદક સૌરભથી જગતને પ્રફુલિત કરે છે. અહિંસા એ વસન્તની કેયેલ છે, જે પિતાના મધુર સંગીતથી હિંસાના ત્રાસથી ત્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે. અહિંસા એ જ વિશ્વશાનિતને અમેઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં શક્તિનું સામ્રાજ્ય સ્થાપવાને બીજો એકેય ઉપાય નથી જ. અહિંસાની અમર ચન્દ્રિકા જ વિશ્વ પર અમૃત વર્ષાવશે.
હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળની જેમ ચૂસી રહ્યો છે. હિંસાની ભાવનાએ જ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હેળી સળગાવી છે. હિંસાના સામ્રાજયોએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે, હિંસક ધર્મો નિર્દોષ પશુઓના ભેાગ લઈ રહ્યા છે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
૧૦
આચારમાં અહિંસા કેળવો. ધર્મના નામે હે માતા પશુઓનું રક્ષણ કરે. જાતિવાદના નામે ધિક્કારતા દલિત વર્ગને ઉદ્ધાર કરે, અહિંસા એ અમૃત છે. એનું તમે પાન જરૂર કરે ! તમે અમર બનશે. બીજાઓને એનું પાન કરાવે તે દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાને સંચાર થશે.”
આ પ્રેરણા–દાયક ઉદૂષણથી ભકતમાં જેમ આવ્યું. ચૈતન્યના ધબકારા થવા લાગ્યા. વિજળીની જેમ એમના જીવનમાં અનેકાન્તવાદ અને અહિંસાને પ્રવાહ વહેવા લા. દુરાગ્રહની ગાંઠે ગળવા લાગી. વૈમનસ્ય તે બળીને ખાખ થયું. નિબળે સબળ બન્યા. બીકણે બહાદૂર બન્યા મુડદાલે પણ મર્દ બન્યા. શું વાણુને વિરલ પ્રભાવ! આમ સાક્ષાત્કારની સિધ્ધિ દ્વારા જીવનમાં કઈ અલૌકિક સજનલીલા સજાતી ગઈ.
ત્યાંથી આ વિરલ વિભૂતિ વિહાર કર્યો. ગામડે ગામડે ફરી વળ્યા. ગામે ગામ માનવમહેરામણ ઉભરાતો ! એમના દર્શન અને ઉપદેશથી માન અને ભારત ભૂમિ પાવન થતી.
પૂરા ત્રણ દાયકાઓ સુધી અખંડ ઉપદેશનું ઝરણું વહાવી ભારતમાં શાન્તિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અહિંસાજળનું સિંચન કર્યું. સત્યના વૃક્ષે રેપ્યાં. અસ્તેયના ક્યારા બનાવ્યા. સંયમના છોડવાઓ પર સંતેષના અનેકવણું પુપિ વિકસી ઉઠયાં. આ ખંડેર ભારતને મેહક-નન્દનવનમાં ફેરવી નાખવાનું આ ભગીરથ કાર્ય, આ વિરલ વિભૂતિએ પિતાના જ વિદ્યમાન કાળમાં, અખંડ સાધનાઓદ્વારા કરી બતાવ્યું -એ ભારતનું અહેભાગ્ય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ભારતની એક વિરલ વિભૂતિ
પણ દુર્ભાગ્યની એવી એક રજની આવી કે જેમાં આ લક્ષપ્રકાશી, ઓજસ્વી દીપક, પાવાપુર નગરીમાં માઝમ
તે, એકાએક બુઝાઈ ગયે-નિર્વાણ પામે. જ્ઞાનને સ્વાભાવિક-દીપક બૂઝાતાં વિશ્વમાં અજ્ઞાન-અધકાર વ્યાપવા લાયો. એ અધકારને દૂર કરવા કૃત્રિમ દીપક પ્રગટાવવા પડ્યા. અને લે કે એને કહેવા લાગ્યા -દિવાળી–
દી -પ-આ-વ-લિ
ઓ વિરલ વિભૂતિ વિભુ મહાવીર! તારું મધુર નામ આજે પણ માનવ હૈયાની અમર વીણાના તારે ઝણઝણી રહ્યું છે !
=
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
છે. જાગ, એ મહાવીરના સપત ! |
એ મહાવીરના સંતાન! જાગ ! ઊભું થઈ જા ! જરા આંખ ખોલીને જે ! તારી જ નજર સામે દીન, હીન, અનાથ ને ગરીબ માનવ અન્ન વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ રંક સુંદર અને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ આરોગી શકે? તારી બાજુમાં જ વસતાં તારાં ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું પણ વસ્ત્ર ન મળતું હોય, ત્યારે તું દયાવાન કહેવાતે, સુંદર વસ્ત્રોમાં સજજ બની મહાલી કેમ શકે? તારા જ ભાઈઓ વેર-ઝેર ને દ્વેષની મહાવાળામાં સળગતા હોય, ત્યારે તું વિલાસ ને વિનેદની માદક શય્યામાં કેમ પહઢી શકે? આ જોતાં તારું ખૂન આજે વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ તને નથી લાગતું? તું તારા પુનિત પિતા શ્રી મહાવીરના સિદ્ધાન્તને દ્રોહ તે નથી કરતે ને? તારા હાથે આવું કૂર પાપ થાય, એ હું ઇચ્છતું નથી. હું ઇચ્છું છું તારો અમર વિજયને !
કારણ કે તું જૈન છે! તારી પાસે બે પાંખે છેઃ અહિંસા અને સત્યની! આ બે પાંખ કપાઈ જતાં તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩.
જાગ, ઓ મહાવીરના સપૂત!
જેન મટી જન” બની જઈશ ! તારી શોભા આ બે. દિવ્ય પાંખોમાં જ છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી. છે!-તને ગગનવિહારી બનાવનારી છે! આ અહિંસા ને સત્યની પાંખોથી તું હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિને સંદેશ પાઠવી શકીશ. શાન્તિને દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તે સમજજે કે તું પંગુ છે, લંગડે છે. તારી આ બે પ્રિય પાંખો પ્રમાદથી રખે કપાઈ જાય ! માટે જાગૃત બન ! ઝોકાં ખાવાં છોડી દે! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુકિત નહિં મળે! મુકિત મેળવનાર શ્રી મહાવીરને તું યાદ કર. એણે કેવાં મહાન શુભ કાર્યો કર્યા હતાં ! જે–
જેણે ધર્યપૂર્વક નર-પિશાચને સામને કરી, ભયભીતને નિર્ભીક બનાવી અને માનવમાં રહેલી અખૂટ શક્તિને પર બતાવી મહાવીર પદ પ્રાપ્ત કર્યું હતું !
જેણે સાવચ્છરિક દાન દઈ, અઢળક સંપત્તિ વષવી અને દીન, હીન, અનાથ ને ગરીબેને યથાયોગ્ય દાનવડે સુખી બનાવી-દાનવીર પદ વિભૂષિત કર્યું હતું !
જેણે વિભથી છલકાતાં રાજમદિરને છોડી, પિતાના પ્યારા પ્રિયજનોથી વિખૂટા પડી અને મહામહને પરાજય કરી-ત્યાગવીર પદ સુભિત કર્યું હતું !
જેણે ગિરિકન્દરાઓમાં ધ્યાનમાન રહી, વાસનાઓને નાશ કરી અને ઇન્દ્રિય પર વિજય મેળવી-શૂરવીર પદ શેભાવ્યું હતું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
જાગ, ઓ મહાવીરના સપૂત !
૧૪
જેણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ ને અકિંચનત્વને પિતાના જીવનમાં વણી, એને જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી-ધમવીર પદ અલંકૃત કર્યું હતું ! એ જ નરવીરને તું પુત્ર !
જેના નામથી પ્રેરણાનો દીપક પ્રગટે! એ મહાવીરનો પુત્ર બની, તું આમ નિર્માલ્ય જીવન જીવે, એ તને શોભે ખરૂં ? ઊડ! પ્રાણવાન થા ! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફૂંક ! તારા ઇવનિથી દિશાઓ કંપી જાય એવી જયઘોષણા કર ! પાપને પડદા ચીરાઈ જાય એવું તેજ તારી આંખોમાં લાવ. હિંમત ને ઉત્સાહથી આગેકદમ ભર! તારી અદમ્ય શકિતઓને પર જગતને બતાવ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી, એમને અમર બનાવ ! ખાલી વાયડી વાતો ના કર. આચરણવિહોણા ભાષણોથી કાંઈ વળે તેમ નથી, એવા નિર્માલ્ય ભાષણ સાંભળી સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી દે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચારિત્ર જોઈ દુનિયા દિંગ બની જાય !
કડક શિસ્ત કેળવ! જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળ પિકાર ! વાસનાઓને સમૂળગે નાશ કર! આ તારા વિકાસના માર્ગમાં અતરાય કરનારને ઉખેડીને ફેંકી દે! જરા પણ ગભરાઈશ નહિ! કેઈથી અંજાતે નહિ ! કેઈની શે’માં તણાતે નહિ ! જા! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિધાને
ને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહા-કાર્યમાં લાગી જા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
જાણ, એ મહાવીરના સપૂત!
પણ યાદ રાખજે ! નૈતિક સંયમથી કમ્મર બરાબર કસીને જ આ માગે પ્રયાણ કરજે. સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગ્રતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપંથે વિહરજે!
વિજળીના ઝબકારા થાય કે વિપત્તિના વંટોળીયા વાય; બ્રહ્માંડના કાન ફાડી નાંખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગજનાઓ થાય; તેય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ, નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતાં પહેલાં એક ડગલું પણ માગથી ખસવું એ મહાપાપ છે. એ દિવ્ય સંદેશને ભૂલતો નહિ! વિશ્વમાં એવી કોઈ શકિત નથી જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે ! દુનિયામાં એવી કઈ વસ્તુ નથી, જે તને તારા માર્ગથી ભ્રષ્ટ કરે ! તારી ઉગ્ર તમન્ના જેઈ, પહાડ પણ તારા માગમાંથી ખસી જશે! તારી વિરાટ શક્તિ જોઈ સાગર પણ તને માગ આપશે! તારે દઢ સંકલ્પ જોઈ, સિંહ જેવા રાજાધિરાજે પણ ચરણમાં આળાટશે ને તારા અંગરક્ષક બનશે. આ કપના નથી, વાકપટુતા કે લેખન કળા નથી; પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે ! આવું બન્યું છે, બને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે! વિજયશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે !
આ માગમાં કાંટા પણ છે ને કીચડ પણ છે, કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખેંચી ન જવાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
જાગ, મહાવીરના સપૂત !
૧૬ માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા, આમાની અનન્ત વિરાટ શકિતઓનેતારી વીર-ગજનાથી વિપત્તિઓ કંપી ઊઠશે, ઈન્દ્રિયો ધ્રુજી ઉઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અન્ધકાર નાશ પામશે, અનન્ત પ્રકાશથી ઝળહળતે દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી, તારું સુસ્વાગતમ કરશે!
યારા અમૃતના ભકતા આત્મન ! અધિક તને શું કહું? હવે તારું વિરાટ રૂપ વિશ્વને દેખાડ જોઈએ ! વ્હાલા શકિતઓના ભંડાર આત્મન ! તારા શક્તિઓના ભંડાર માંનું એક અમૂલ્ય રત્ન વિશ્વના ચેગાનમાં મૂક જોઈએ પ્રિય પ્રકાશમાં વિહરનાર આત્મન ! તારા શાશ્વત પ્રકાશનું એક કૃપાકિરણ આ વિશ્વ પર ફેંક જોઈએ! વિશ્વ, તારા જવલન્ત પ્રકાશ માટે ઝંખી રહ્યું છે. વીર સપૂત, આ કામ નહિ કરે તે પછી કેણ કરશે?
માટે આજે જ દિપાવલિના પતિત પાવન દિવસે અણનમ નિશ્ચયપૂર્વક ભર કદમ વિજયકૂચ ભણી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
વીરના સપૂત! તું મરવા માટે નથી જ પણ અમર બનવા માટે જ છે. અમર બનવા માટે તારા જીવનને ઉમદા હિસાબ દુનિયાને આપતે જા દાનવતાનું તાંડવ નૃત્ય કરતા જગતને માનવતામાં વિશ્વાતિ પમાડતો જા, માનવીના કાળમીંઢ હૈયા પર દિવ્ય પ્રેમ અને વિશ્વ વાત્સલ્યનાં છાંટણાં છાંટતે જા. માનવીનું ભાવી ઉજજવળ થાય એ માટે તારા જીવનને શુભ્ર પ્રકાશ ધરા પર પાથરતે જા. અવિશ્વાસુ વિશ્વના હૃદયમાં, સ્થાયી વિશ્વાસની સૌરભ મહેકાવતે જા. સ્વાર્થની પરાધીનતામાં જકડાયેલા માનવીને પરમાર્થની વાસ્તવિક આઝાદી અપાવતે જા. જીવનને અમર બનાવવાને આ જ અમેઘ અને અજોડ ઉપાય છે !
મારા અનન્તના પ્રવાસી મિત્ર ! તમે શાંતિ અને ગંભીરતાથી વિચાર કરે. તમે બહારથી સુંદર અને ભલા દેખાવાનો પ્રયત્ન કરો છો. પણ અંદર તમારું મન બેડેલ ને બૂરૂં હશે, તે બહારનો કૃત્રિમ દેખાવ શું કામ લાગવાને છે? જગતને કદાચ છેતરી શકશે, જગતની આંખમાં ધૂળ નાંખી શકશે; પણ સદા જાગૃત રહેતા તમારા જીવન-સાથી આત્મદેવને કેમ કરી છેતરી શકશે?એની આંખમાં ધૂળ કેવી રીતે નાંખશે? બોલે, મારા મિત્રો ! બોલે ! આત્મદેવ આગળ તે તમે નાન થઈ જવાના છે ! તે વખતે તમારી આંખમાં ધૂળ પડશે તેનું શું ?
ચન્દ્રપ્રભસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
મૈત્રી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧
પ્રદ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે એ સંતના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે. ૨
-
કારૂણ્ય દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કરૂણ ભી ની આંખમાંથી, અશ્રને શુભ સ્રોત વહે. ૩
માધ્યસ્થ
;
માર્ગ ભૂલેલા જીવન-પથિકને માગ ચિંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માગની, તે યે સમતા ચિત્ત ધ. ૪
ઉપસંહાર મેગ્યાદિ આ ચાર ભાવના, હે ચન્દ્રપ્રભ લાવે; વેર-ઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતે એ ગાવે. ૫
h,
આનંદ પ્રેસ, ભાવનગર,
Jછે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી દ્વિ-નેમિ અમૃત–પ્રન્થમાલા-ગ્રન્થાંક-૧૧
શિવભૂતિ
( દિગમ્બરમત પ્રવર્તક
-
* ?
- લેખક: ૨ મુનિરાજશ્રી દુરધરવિજયજી
2 RIL 1947
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
FEE REF===UR UR UR=UFF
આ
શિવભૂતિ
[ દિગમ્બર મત પ્રવર્તક ]
પ્રકાશ શ્રી જૈન સાહિમવર્ધક સભા
ભાવનગર
લેખક
શ્રી નેમ્સમૃત–પુણ્ય–પાદપપરાગરાગ
લીનાદીનપીનમને દિરેકે મુનિશ્રી દુરરવિજય:
મુદ્રક શા ગુલાબચંદ લલ્લુભાઈ મહોદય પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર
––STUR GUTUR BR=URE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિ
(સર્વવિસંવાદી, દિગંબર, આઠમા નિહવ)
(૧) પિતૃવન( શમશાન)પરીક્ષા
પૃથ્વીના પટ ઉપર ધીરે ધીરે ગાઢ અધિકાર પ્રસરતું હતું. તેને પ્રભાવ નષ્ટ કરવાને કરોડે દીપકે પ્રજવલિત થયા હતા. ગગનમાં તારલાઓ પણ તગમગ થતા હતા. શુભ્ર આકાશગંગા ચમકતી હતી. ઝગમગ કરતાં દિવ્ય મણિઓ અને દિવ્ય ઔષધિઓ પણ પ્રકટ્યાં હતાં, પણ અન્ધકારને પ્રભાવ રંચમાત્ર દૂર થતું ન હતું. વેગથી તે આગળ ધસતું હતું. આ પ્રચંડ તિમિરથી વારંવાર પરાજિત થયેલ નિશાનાથ પણ તેના આગમન અગાઉ જ પલાયન કરી ગયું હતું. ક્ષણમાત્ર ચમકીને વિજળી પણ ભય પામી પિતાના સ્વામીની ગાદમાં છુપાઈ જતી હતી. એક આદિત્ય સિવાય અન્ય કેઈ તેને દૂર કરવા સમર્થ ન હતું.
તે બિહામણ અલ્પકારની ભયંકરતા વધારવામાં કાળીચોદશ મદદગાર બની હતી. આ માસની એ કૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પિવનપરીક્ષા : ચતુર્દશીના તિમિરને લાભ લેવા ભૂત-પ્રેત-વ્યક્તો પણ ચાલી નીકળ્યા હતા.
દિવસે પણ ભયજનક એવા એક સ્મશાનમાં સંભળાતું કે રાત્રિએ ત્યાં ભૂતે ભમે છે, પિશાચો રાસ રમે છે ને માનવને ભરખી જાય છે. એ જ સ્મશાનના શૂન્ય માર્ગે એક કાળા માથાને માનવી એકલો ચાલી નીકળે છે. તે પણ દિવસે નહિ, રાતે. તેની સાથે પશુનું માંસ ને મદિરા છે. તેના કરમાં તી ધારવાળી તરવાર છે. મગજમાં મદની મસ્તી છે. ઘનઘેરાં લાલચોળ તેના લેકચન છે. કાળી ચૌદશની ભીષણ રાત તેને સમશાનમાં પસાર કરવાની છે. ભીતિ ને ભયના સામ્રાજ્યમાં રહીને તે બન્નેને ભગાડવાના છે. સ્મશાનમાં મધ્યરાત્રિએ, માતૃતર્પણ કરવાને તેને આદેશ મળેલ છે. ભૂત-પ્રેતોને બલિ આપી ખુશ કરવાને તેણે હુકમ ઉઠાવ્યું છે. . સાંજ પડીને તે ચાલી નીકળે. તેની ચાલવાની ઢબ એવી હતી કે તેને જોતાં જ ભલાભલા ગભરાઈ જાય. અનુક્રમે ચાલતાં ચાલતાં માર્ગ વટાવી તે નગરથી દૂર-સુદૂર જ્યાં ચકલું પણ ફરકતું ન હતું એવા સ્મશાનમાં આવી પહોંચે.
સ્મશાનની એક તરફ ખળખળ ખળખળ કરતી નદી વહી રહી હતી. તેને ઊછળતા પ્રવાહ આજુબાજુ વધેલા ઊંચા ઊંચા ભેખડો-નાની મોટી ખીણ-સ્મશાનની ભયંકરતામાં વધારે કરતા હતા. બીજી બાજુ ગાઢ જંગલ પથરાયેલ હતું.
તે સ્મશાનમાં આવી તેણે ચારે તરફ નજર ફેરવી. કેટલેક સ્થળે ચિતાઓ હજુ શાન્ત થઈ ન હતી. તેમાંથી વખતોવખત ભડકા થતા ને શમી જતા. હાડકા-ખેપરી વગેરે કુટવાના અવાજે વારંવાર થતા હતા. ત્યાં તેણે એક સ્થળ પસંદ કર્યું. કુંડાળું કાઢીને તેની મધ્યમાં તે બેઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિ:
સમય વધતે ગયો તેમ ત્યાં વિવિધ ઉપદ્રની શરુઆત , થવા લાગી. શિયાળવાં રોવા લાગ્યાં. તેનાં ચિત્કારો સંભળાવા લાગ્યા. જંગલી પશુ-પક્ષીઓની ચીચીયારી ને કીકીયારી થવા લાગી. કુંડાળાની ચારે તરફ નાના મોટા ભડકા થવા લાગ્યા.
થડે વખત ગયે એટલામાં તે કુંડાળાથી થોડે દૂર એક શ્યામ આકૃતિ આવી અને તેણે અવાજ કર્યો એટલે ચારે તરફથી નાના મેટા અનેક આકારે ત્યાં એકઠા થઈ ગયા. તેઓ ભેગા મળી રાસ રમવા લાગ્યા. બી-ખી કરી હસવા લાગ્યા. નાચી કૂદીને અટ્ટહાસ કરતા ધીરે ધીરે કુંડાળા તરફ ઘસવા લાગ્યા. નજીકમાં આવી કોઈ તાડ જેવા લાંબા લાંબા થવા લાગ્યાં, તે કઈ પિતાનું શરીર પાછળ પિતાના મૂળ સ્થાન સુધી વધારવા લાગ્યા. તેમાંના કોઈ કે તે ભડકે થઈ કયાંય અલેપ થઈ જતા.
આ સર્વ છતાં કુંડાળામાં બેઠેલો માનવી જરી પણ ગભરાયા વગર બધાને જોઈ રહ્યો છે. પોતાની તરફ આવતા જોઈને તેણે ખારે ખાધે, તૈયાર થયે ને તે સર્વ ઉપર એક વિધક દષ્ટિ ફેંકી. તેના અવાજથી અને દૃષ્ટિથી બધા તરત જ ચાલ્યા ગયા. દૂર જઈ મેટા મેટા ભડકા ને અવાજે કરવા લાગ્યા.
ઘડી બે ઘડી થઈ નહિં ત્યાં તે તે ટેળું પાછું ત્યાં આવી પહોંચ્યું. આ વખતે તે તેમનું સ્વરૂપ ઘણું જ ભયંકર-બિહામણું હતું. કોઈને માથે મેટા શિંગડા હતા. કેઈની દાઢે બહાર લાંબી લાંબી નીકળી હતી. કેઈની આંખોની કીકીએ ઘડીમાં ઊંધી તે ઘડીમાં ચત્તી થતી હતી ને તેમાંથી વિચિત્ર પ્રકાશ ફેલાતું હતું. કેઈના કપાળમાંથી લાલ લાલ ને લીલે લીલે પ્રકાશ નીકળતો હતે, કોઈના પગ ઊંધા હતા. કેઈના આંગળાને નખ ખૂબ વધેલા હતા. એમ અનેક પ્રકારના વિચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પિતૃવનપરીક્ષાઃ આકારવાળા તે ટોળામાં એક યુવતી છાતી ફૂટતી હતી ને બેફાટ રૂદન કરતી હતી. તેનું માથું ખુલ્યું હતું, તેના લાંબા લાંબા વાળ ઠેઠ પાની સુધી પહોંચ્યા હતા. તેના શરીર પર બારીક વસ્ત્ર હતા. રોઈ રેઈને તેની આંખો સૂઝી ગઈ હતી. કેઈ બચા-કઈ બચાવે એમ તે બૂમ પાડતી હતી.
પ્રથમ તો આ કુંડાળામાં બેઠેલા માણસે તે ટેળાને આ સ્ત્રીને છોડી દેવા કહ્યું ને તેને રાજી કરવા માટે માંસ મદિરા આપવા માટે સૂચવ્યું.
ટેળું પણ આનંદમાં આવી ગયું. તાળી પાડવા લાગ્યું. તેણે માંસ મદિરા આપ્યા. ટેળાએ તે લઈ લીધા પણ સ્ત્રીને છોડી નહિં. - કુંડાળામાં રહેલે માણસ ક્રોધે ભરાયે. તેણે ત્રાડ પાડી
એક બરછીને ઘા તે ટોળા તરફ કર્યો. જેના હાથમાં સ્ત્રી | હતી તેના તરફ તે બરછી આવી. તે ખસી ગયે છતાં તેના
હાથે જરી ઈજા થઈ ને હાથમાંથી સ્ત્રી છૂટી ગઈ. સ્ત્રી ધબ દઈને નીચે પડી ને પડતાંની સાથે ભડકે થઈ ગઈ. ટેળું વિખરાઈ ગયું.
ઘણો સમય ગયે છતાં તે ચારે તરફ ચકોર નજર ફેરવતે ટટ્ટાર બેઠે હતે. ફરી એ કાળા આકારે ન આવે તે માટે કુંડાળાની ફરતું કાંઇક છાંટી, કાંઈક જાપ ગણું તે સ્વસ્થ થયે.
એમ કરતા મધ્ય રાત્રિ વીતી ગઈ. આકાશમાં અશ્વિની નક્ષત્ર પણ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યું. “ પાછલી રાતે પિશાચનું બળ ઘટી જાય છે” એ કથનના સંસ્કારે તેણે શાન્તિ અનુભવી. તેને લાગ્યું હવે કઈ આ તરફ ફરકશે નહિં. અત્યાર સુધીના શ્રમથી તે પણ ભૂખે થયું હતું. બળિ દેતાં વધ્યું હતું તે તેણે આરોગ્ય ને સ્વસ્થ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિઃ પ્રભાત થયું. કપડા ખંખેરીને તે ઊો. વિજેતાની ઢબે ચાલતે ગામમાં આવ્યું. હાઈ ધોઈ તૈયાર થઈને તે રાજસભામાં ગયે.
દીવાળીને દિવસ હતે રાજસભા ચિક્કાર ભરાયેલ હતી. ઉચિત આસને બધા બેઠા હતા. રાજા અનેક ભેટ આપતે ને સ્વીકારતો હતે.
પ્રસંગ આવ્યું એટલે શિવભૂતિને રાજાએ ખૂબ સત્કાર્યો, સન્મા ને સાબાશી આપી કહ્યું.
શિવભૂતિ ! તું ખરેખર સહસમલ્લ છે. મારા કળાકુશળ માણસો પણ તારી આગળ હારી ગયા. તારી બહાદૂરી પાસે ડરાવવા માટે કરેલા તેમના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. કાળી ચૌદશની ગમગીન રાત્રિ તે એકલા સ્મશાનમાં પસાર કરી. તારા પ્રેમમાં પણ ભયને સંચાર ન થયે એ સામાન્ય વાત નથી. તું અહિં રહે. મારા રાજ્યની સેવા કર ને જીવનને સુખી બનાવ. તારા જેવાની રાજ્યને જરૂર છે.”
મહારાજ ! આપ જેવા પ્રતાપી પુરુષે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય? ન જ હોય. આપની કૃપા છે તે હું પણ નેકીથી રાજ્યની સેવા કરવા તૈયાર છું. મારા
ગ્ય જે કોઈ કાર્યની આપ આજ્ઞા ફરમાવશે તે આ સેવક પ્રાણની પણ પરવા કર્યા વગર પાર પાડશે. ”
એ પ્રમાણે પ્રત્યુત્તર વાળી, નમન કરી, શિવભૂતિ પિતાને સ્થાને બેઠે. વળતી પ્રભાતથી તેણે રાજ્યમાં સારા અધિકારવાળી નોકરી સ્વીકારી લીધી.
(૨) મથુરાને વિજય ને સ્વછન્દતા
રથવીરપુરને રાજા બહુ બલવાળે ન હતું પણ તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
મયુરને વિજય ને સ્વછન્દતા :
:
૭ :
મહત્વાકાંક્ષા જબરી હતી. તેની રાજ્યવિસ્તાર વધારવાની તીવ્ર અભિલાષાને કારણે આજુબાજુના સીમાડાના રાજાઓ સાવધાન રહેતા. અવારનવાર નાના મોટા યુદ્ધો ચાલુ જ રહેતા. સહસ્ત્રમ શિવભૂતિ જે સાહસિક દ્ધો મળ્યા પછી રાજાની આકાંક્ષા વિશેષ સતેજ બની હતી.
એકદા તે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે “જાવ, મથુરા ઉપર ચઢાઈ કરે” સૈનિકોએ તૈયારી કરી મથુરાના વિજય માટે પ્રયાણ કર્યું. અમુક દૂર ગયા પછી સર્વે અટકી ગયા ને વિચાર કરવા લાગ્યા કે “કઈ મથુરા જીતવી ?”
એકે કહ્યું– અહિં નજીકમાં નાની મથુરા છે, તેના ઉપર હલ્લો કરીએ; કારણ કે મહારાજાએ સામાન્યપણે મથુરા જીતવાનું કહ્યું છે. અમુક જ મથુરા એવું સ્પષ્ટીકરણ કર્યું નથી.
બીજાએ કહ્યું- સાચી વાત છે. પાંડુ મથુરા જીતવી સહેલી નથી. ત્યાંનું સૈન્ય બળવાન અને કેળવાયેલું છે. આ નાની મથુરામાં ફાવશું તે પછી ત્યાંને વિચાર!
એ પ્રમાણે વિચાર ચાલતું હતું ત્યાં શિવભૂતિએ આવીને કહ્યું કે-“કેમ અટકી ગયા છે? શું વિચાર કરે છે?”
સૈનિકોએ જણાવ્યું—“મથુરા જીતવા નિકળ્યા છીએ તે કઈ મથુરા જીતવી તેની વાત ચાલે છે. એક સાથે બે તે જીતી શકાય નહિં. તેમાં પણ પાંડુ મથુરા જીતવી એ બાબાના ખેલ નથી, માટે નાની મથુરા તરફ જવાનું નક્કી કરીએ છીએ.”
તમે એવા નિલ વિચાર કેમ કરે છે? માણસ ધારે તે કરી શકે છે. આપણે પાંડુમથુરાને કેમ પહોંચી ન શકીએ?” શિવભૂતિએ જણાવ્યું.
“તમારું કહેવું બરાબર છે પણ બળીયા સાથે બાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૮:
શિવભૂતિ : ભીડતા પહેલાં આપણે આપણી તાકાત તે જોવી જોઈએ ને !
ક્યાં આપણે મુઠીભર માણસો ને કયાં તે તેની પાસે નવનવી જાતના શસ્ત્રો છે. શું જાણી જોઈને ત્યાં મરવા જવું?” સૈનિકે એ સૂચવ્યું.
“તમારી આવી સત્વહીન વાતો મને પસંદ નથી. હું તે સાંભળવા માગતા નથી. આપણે ઓછાં છીએ, આપણી પાસે સાધન નથી, બળ નથી વગેરે નિર્માલ્ય વાત છે. માથાભારે એક માણસ હજારેને ભારે પડે છે માટે તૈયાર થઈ જાવ, આપણે બનેને જીતીશું. ચાલે કૂચ કરે.” શિવભૂતિએ પડકાયું.
સૈનિકોએ વળી પૂછ્યું કે “તમે કહે છે પણ તે બને કેવી રીતે? વિચાર કરીને પગલું ભરીએ તે પાછું ફરવું ન પડે. સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. એટલે એક સાથે બનને મથુરાને જીતવી એ. અશકય છે.”
“ તમારી વ્યવહારુ વાતે તમારી પાસે રહેવા દ્યો. મારે તેનું કામ નથી. જાવ તમે નાની મથુરા તરફ પ્રયાણ કરે. હું પાંડુમથુરા જઉં છું.” શિવભૂતિએ સ્પષ્ટ સંભળાવી દીધું મેં સૈન્ય આગળ વધ્યું.
પાંડુ મથુરા પહાડી પ્રદેશમાં વસી હતી. શિવભૂતિએ તે પ્રદેશને તપાસી લીધો ને એક વિકટ સ્થળે પિતાને અો જમાવ્યા. ધીરે ધીરે લાગ જોઈને તે મથુરાની આસપાસના પ્રદેશને વશ કરતે ગયે. લૂંટ કરી. ધાડ પાડી સબળ બનતે ચાલે. આ કામ તે એવી રીતે કરતે કે મથુરામાં તેની જાણ ગંભીરપણે પહોંચતી નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
મથુરાને વિજય ને સ્વચ્છજતા :
પિતાના બળ ઉપર મુસ્તાક થયેલી મથુરા પ્રમાદમાં પડી હતી. અનેક શત્રુઓને પાછા પાડ્યા બદલ મથુરાના સૈનિકો મદમસ્ત બન્યા હતા. વિજયના ઘેનમાં ડોલતી મથુરા નિશ્ચિત્તપણે એશઆરામમાં મશગૂલ હતી.
શિવભૂતિએ આ સર્વ જાણી લીધું. એકદા અવસર જોઈને તે ચેડા સૈન્ય સાથે મથુરા ઉપર ત્રાટક્ય.
અચાનક હલ્લાથી મથુરાના કુશલ લડવૈયાઓ પણ ગભરાઈ ગયા. સૈન્યમાં નાસભાગ થવા લાગી.
મરણીયા બનેલા શિવભૂતિએ સહેલાઈથી મથુરાને કબજે મેળવિજય વરી, સત્તા સ્થાપી, તે રથવીરપુર તરફ પાછા વળે.
રથવીરપુરના રાજાએ શિવભૂતિના આ પરાક્રમની વાત સાંભળી ત્યારે તે ખૂબ ખુશ થયે. મેટી મથુરા-પાંડુ મથુરા પોતાના કબજામાં આવશે તે તો તેણે સ્વમામાં ય નહોતું ધાર્યું. તે કાર્ય સહેલાઈથી પતાવીને આવેલ શિવભૂતિને રાજાએ આડમ્બરપૂર્વક પુરપ્રવેશ કરાવ્યે, ખૂબ સન્માનથી નવાજ્ય. મેટે ઈલ્કાબ અને કહ્યું :
શિવભૂતિ ! તારી આ બહાદુરી ને કાર્યકુશલતાથી હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તું જે જોઈએ તે માંગી લે, તારે જે ઈચ્છા હોય તે આપવા હું ખુશ છું.”
“મહારાજ ! આપની કૃપાદૃષ્ટિ એ મારે મન સર્વસ્વ છે. બાકી મારા આ વિજયની પ્રાપ્તિ મને મળે ને હું સ્વસ્થપણે-સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરી શકું. મારી પ્રવૃત્તિમાં મને કઈ કટેક ન કરે એટલું આપ કરે, એ જ મારી ઈરછા છે” શિવભૂતિએ પિતાની ઈચ્છા જણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
: ૧૦ :
શિવભૂતિ : જા તું જે લઈ આવેલ છે તે તને બક્ષીસ કરવામાં આવે છે. ને તને યથેચ્છ વિહરવાની છૂટ આપવામાં આવે છે.” રાજાએ તેની બન્ને માંગણી સ્વીકારી.
મથુરાની આવકને ભગવતે શિવભૂતિ સ્વસ્થપણે વિહરે છે ને દિવસે પસાર કરે છે.
(૩) માતાની ટકેર ને માનહાનિ–
સ્વચ્છન્દ એ બૂરી ચીજ છે. સ્વરછન્દથી ઈન્દ્રિયેના ઉન્માદ બેકાબૂ બને છે. સ્વછન્દીને કાર્યકાર્યને વિવેક રહેતું નથી. તે પિતાની જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. તેને એક એવું મિથ્યા ગુમાન હોય છે કે મને કોઈ રોકનાર નથી. હું ગમે તેમ કરી શકું છું.
શિવભૂતિને મળેલ સ્વચ્છન્દતા તેવા જ પ્રકારની હતી. મનફાવતું વર્તન કરવાની છૂટ મેળવ્યા પછી તેનું જીવન અતિશય અનિયમિત બન્યું હતું. ન તે તેના ખાવા-પીવાના ઠેકાણું હતા કે ન હતા બેસવા સૂવાના ઠેકાણ. સમય બે સમયે તે ઘેર આવતે ને ડાઘણુ ઉત્પાત મચાવી ચાલ્યો જતો.
તેના ઘરમાં તેઓ ત્રણ જણ મુખ્યત્વે હતાં. એક તે પિતે, બીજી તેની માતા ને ત્રીજી તેની કુળવતી ખાનદાન પત્ની.
પિતાના ગમે તેવા સ્વામીને તે સતી સ્ત્રી દેવ માની આરાધતી. રાત્રિએ તે ગમે ત્યારે-કઈ વખત બાર વાગે તે કેઈ વખત બે વાગે આવે ત્યાં સુધી તે તેની પ્રતીક્ષા કરતી– રાહ જોતી બેસી રહેતી. તેનું ધ્યાન ધરતી, ભજન પણ કરતી
નહિં. સ્વામીને જમાડીને જમતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
: ૧૧ :
માતાની ટોકર ને માનહાનિ
સ્વછંદે ચડેલા સ્વામીને આ સાધવી સ્ત્રીની સેવાની કાંઈપણ કિંમત ન હતી. ધમધમાટ કરતા તે આવતે, સ્ત્રીને ધમકાવતે, કાંઈપણ ભૂલ થાય તે મારતે ને ચાલ્યો જતે.
એ પ્રમાણે તેના અને તેના કુટુમ્બના દિવસે પસાર થતા હતા. દિનાનુદિન શિવભૂતિમાં એક પછી એક દુર્ગુણ ઘર કરતા જતા હતા. મદિરાપાન ને ધૂત ખેલન તે તેના જીવનસાથી બન્યા હતા. સ્વચ્છ તેનું પતન કરાવ્યું હતું.
શિવભૂતિની પત્નીએ પરણ્યા પહેલાં-કુમારી અવસ્થામાં શિવભૂતિના બહાદરી-સાહસિકતા વગેરે સાંભળ્યા હતાં, તેથી તેણે પોતાના જીવનની બહાર માણવાના કેડ સેવ્યા હતા, અનેક અભિલાષે વિચાર્યા હતા, આશાના હવાઈ મહેલ ચણ્યા હતા; પણ પરણ્યા પછી–સાસરે આવ્યા બાદ બધું ય આથમી ગયું. મનની મનમાં જ રહી ગઈ. સ્વામીને સ્નેહ એ શું ચીજ છે? તેને અનુભવ પણ તેને ઝાંઝવાના જળ જે જણ.
એ સર્વ છતાં તે સ્ત્રી અબળા પિતાની ફરજ અદા કરવામાં ચૂકતી નહિં એ ગજબ હતે. સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, તેને રાજી રાખવા તે સ્ત્રીએ પિતાનું શરીર નીચવી નાંખ્યું હતું.
એકદા તે સ્ત્રી વચ્ચે બદલતી હતી –પહેરતી હતી. તેની કાયા ખુલ્લી હતી. સામે છેડે જ દૂર તેની સાસુ બેઠી હતી.
તેની નજર પિતાની પુત્રવધૂ પર પડી. સુક્કલ લકડી જેવું તેનું શરીર શિવભૂતિની માતાએ જોયું. તે વિચારમાં પડી ગઈ. આ શું? તેણે પોતાની પુત્રવધૂને પાસે બોલાવી બેસારીને પૂછયું : “પુત્રી ! ધનધાન્યથી ભરપૂર આ ઘરમાં શેની બેટ છે કે તારું શરીર આટલું બધું ક્ષણ ને દુર્બલ થયેલું જણાય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
: ૧૨ :
શિવભૂતિ : પ્રથમ તે સારું હતું, હવે શું છે? શું તને કેઈ વ્યાધિ-રોગ, થયે છે? શું કઈ તરફથી કાંઈ દુઃખ પડે છે? કઈ જાતની ચિન્તા વળગી છે? છે શું? જે હેય તે જણાવ-વાત કર તે તેને ઉપાય થાય. શરમાવાની કોઈ જરૂર નથી. “શરમાય તે કરમાય” માટે જે હોય તે કહે. અહિં મને તું વાત નહિં કર તે કહીશ કેને? અહિં તારું બીજું છે કેણુ?” આટલે દિવસે પોતાની સાસુના આવા સ્નેહાળ વચન-પુત્રી જેવું સાધનસુખદુઃખના પ્રશ્નો સાંભળી તેનું હૃદય ભરાઈ આવ્યું. તે રડી પડી. તેને પોતાની સાસુ આજ અનુપમ ભાસી. તે કાંઈ બોલી શકી નહિં.
તેને રડતી જોઈને તેની સાસુએ તેના દુઃખનું કાંઈ ગંભીર કારણ કયું. તેને વધુ પાસે ખેંચી, ગોદમાં લીધી. વાંસે હાથ ફેર ને વળી પૂછયું-“હેન ! એવું તે તારે માથે શું છે? કે તું કાંઈ કહેતી નથી. આમ રેયા કરે છે. સ્પષ્ટ વાત કરમારી પાસે કંઈપણ છાનું રાખવાનું કારણ નથી.”
તે શાન્ત થઈ. ઘણા દિવસનું ભરાયેલ દુઃખ તેણે પોતાની માતા સમાન સાસુ પાસે ઠલવ્યું. તેણે જણાવ્યું–
“માતાજી! આપને હું શું કહું? અહિં મને ખાવાપીવાની, પહેરવા ઓઢવાની કોઈ જાતની ખામી નથી. કામને એ
જે નથી કે મારે દિવસ રાત તેને ઢરડો કરવો પડે. આપના પુત્રના પ્રભાવથી મારી સામે કોઈ ઊંચી આંખ કરી જોઈ શકે એવું પણ નથી. પણ તેથી શું? આપ એક સ્ત્રી છે એટલે સમજી શકે કે સ્ત્રીહદયને શું જોઈએ. આપના પુત્રના પ્રેમ વગરના દુનિયાના રાજ્યને હું શું કરું? મારા કેઈ મેટા પાપે સ્વામીના સનેહથી હું તદ્દન વંચિત રહી છું. એક સન્તાન પણ હેત તે તેના પર મારું મન ઠરત. તેને જોઈને રમાડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
માતાની ટેકર ને માનહાનિ:
: ૧૩ : રાજી થાત, પણ તે પણ નથી. પૂર્ણિમાના ચન્દ્રની પ્રતીક્ષા કરતી કુમુદિનીની માફક હું રાત્રિએ તેમની રાહ જોઈને રહું છું ત્યારે અન્ધારીયાના અતિમ દિવસેના ખંડિત ચન્દ્ર જેવા તેમનું પાછલી રાતે આગમન થાય છે ને અસ્ત થતાં વાર લાગતી નથી. કેઈ કઈ વખત તે સૂર્ય સમા પ્રચંડ-તીર્ણ કિરણ ફેંકી મને કરમાવે છે. ભૂખ તરસ સહન કરતી તપસિવની સમી હું તેઓ શરદુના પૂર્ણ ચન્દ્ર બની મારા પર સુધા વરસાવે એટલું જ ઈચ્છું છું. દિનરાત એ જ ચિન્તવું છું. એમને પ્રસન્ન કરવા કોઈ પણ જાતની ભૂલ કરતી નથી. સેવામાં ખડે પગે રહું છું. મારી અન્દરની આ વેદનાએ મને શોષી છે. મારી ક્ષીણતાનું કારણ એ એક જ છે. ” • પુત્રવધૂ પાસેથી પોતાના પુત્રની આવી વિષમ પરિસ્થિતિ જાણી શિવભૂતિ ઉપર તેની માતાને અત્યન્ત શેષ ઉપજે. તેણે પિતાની વહુને આશ્વાસન આપ્યું ને કહ્યું–
પુત્રી! તું ચિન્તા ન કર. આજે રાત્રે હું તેને ઠેકાણે લાવી દઈશ. આજે તારે જાગવાની જરૂર નથી, હું જાગીશ. બારણુ હું ઊઘાડીશ. તું નીરાંતે સૂઈ જજે. મને ખબર નહિં કે વાત આટલી હદ સુધી પહોંચી છે. ઠીક હવે તેની વાત !”
ઓર એક દાવ ખેલીયેજી, કયા ડેર હોતી હૈ? અબી તે બાર હી બજા હૈ. નસા ઉતર ગયા છે તે લીજીએ લહેજત જરા શરાબકી જનાબ !”
એમ કહી એક ખેલાડીએ શિવભૂતિને જૂગારના રંગમાં લીધે. મદિરાની મસ્તીમાં ચડા. ઘરનું ભાન ભૂલાવ્યું. રાતને દિવસ સમજાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
: ૧૪:
શિવભૂતિ : રાત્રિના બે વાગ્યા એટલે જૂગારમાં કેટલીયે હારજીત કરી, શ્રમિત બની તે ઘર તરફ ચાલ્યા. મદ ઝરતાં ગજની માફક ડેલ, ઘેઘૂરનયને તે ઘેર પહોંચ્યું.
સુન્દર આલિશાન તેનું ઘર હતું. ઘરને છાજે તેવી ઘરમાં ગૃહિણી હતી. છતાં તેને તે ગમતું ન હતું. તેને તે હોતું ગમતું કારણકે તેને વ્યસન ગમતા હતા. વ્યસન ઘરમાં ન હતાં તે બહાર હતાં. વ્યસનથી તે વિકૃત થયા હતા. ઘરમાં સંસ્કૃતિ હતી, વિકૃતી ન હતી. ઘરમાં શંગાર હતો, વિકાર ન હતું. એટલે જ વિકારને વશ થયેલ તે ઘરમાં બહુ ટર્તિ નહિં. વિકારની શોધમાં તે બહાર ભટકતો. તેને બહાર વિકાર મળતા ને તે રાજી થતો. ન છૂટકે તે ઘેર આવતો ને આવ્યા તે ચાલે જ.
તે ઘેર આવ્ય, બહાર ઓટલા ઉપર બેડી વિશ્રાન્તિ લીધી ને પછી બારણ ખેલવા માટે સાંકળ ખખડાવી, પણ બારણું ઊઘડ્યા નહિં. તેણે ફરી જોરથી સાંકળ ખખડાવીને બૂમ મારી.
શું કઈ સાંભળતું નથી ! બધાં બહેરાં છો? બહાર હું ક્યારને ઊભું છું ને બારણું કેમ ખોલતા નથી?”
અવાજ અન્દર પહોંચ્યું, છતાં બારણું તે બંધ જ રહ્યા. અન્દરથી જવાબ મળે.
કેણ છે તું? આટલું બધું તું કોના જોરે બેલે છે? રાત આખી રખડી ભટકીને અત્યારે અહિં આમ ચાલ્ય આવે છે, તે શરમ નથી આવતી ! રેજ ને રોજ તારી રાહ જોઈ બેસી રહેવા કેણ નવરું છે? બેશરમ ! કુલાંગાર! તને ઘરનું કે કુલનું ય ભાન નથી. જા ! ચાલ્યો જા ! જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
દીક્ષા ગ્રહણ ને રત્નકમ્બલની પ્રાપ્તિ
: ૧૫ : બારણું ઊઘાડા હોય ત્યાં પડ્યો રહેજે. આજે બારણું નહિં ઊઘડે. અહિં આવવું હોય તે મર્યાદાપૂર્વક આઠ વાગ્યાની અન્દર આવી જજે. નહિં તે ભમ્યા કરજે.”
શિવભૂતિની માતાએ રાષમાં ને રેષમાં તેને સખત સંભળાવી દીધું.
સ્વચ્છન્દમાં ઉછરેલા શિવભૂતિએ આજ સુધી કેઈની ટકર પણ સાંભળેલી નહિં. આજ તેને પોતાની માતાના વચન તીર્ણ મર્મવેધી બાણ જેવા લાગ્યા. પિતાનું સ્વમાન ઘવાતું લાગ્યું. જેની પ્રવૃત્તિને ખૂદ રાજા પણ અટકાવતા નથી તેને માતાને ઉપાલંભ અસહ્ય જણાય. જવાબ આપ્યા વગર જ તે ત્યાંથી
ઘવાતું લાસ
છે અટકાવતા
ચાલી ન સ જણાવે
માનહાનિની વેદનાએ તેના જીવનમાં પરિવર્તન જગવ્યું. પરાધીન જીવનના હેતુભૂત સંસાર ઉપર કંટાળો ઉપ. . આગારથી-ગૃહવાસથી ઉદ્વિગ્ન થઈ તેણે પિતાને રાહ ફેરવવાનો નિશ્ચય કર્યો.
ઘરને છેડી તે માર્ગ ઉપર આવ્યો. ધૂનમાં ને ધૂનમાં તે રસ્તો કાપવા લાગે.
દીક્ષા ગ્રહણ ને રત્નકમ્બલની પ્રાપ્તિ—
या निशा सर्वभूतानां, तस्यां जागर्ति संयमी ॥ यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः ॥ અજ્ઞાની આત્માઓની જે રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. જ્યાં અજ્ઞાનીઓ જાગે છે તે જ્ઞાની-જ્ઞાનલેશનથી વિશ્વને વિલોકતા મુનિને રાત્રી છે. આ ઉક્તિને યથાર્થ ચરિતાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
: ૧૬ :
શિવભૂતિઃ કરાવતા, મેહ મુંઝાયેલાને નહિં સૂઝતા મુક્તિમાર્ગમાં વિચરનારા, માયાની મજા માણતા માણસોના સંસારને અન્ધાર માની તેથી દૂર દૂર રહેનારા મુનિઓ રથવીરપુરની બહાર આવેલા દીપક નામના ઉદ્યાનમાં વિરાજતા હતા. - પૂજ્ય આચાર્યશ્રી આકૃષ્ણસૂરિજી મહારાજના શાસનનું પાલન કરતાં મુનિઓ રાત્રિને તૃતીય પ્રહર પૂર્ણ થવા આ એટલે શયનને ત્યાગ કરી, આવશ્યક વિધિવિધાનમાં નિયુક્ત થયા. કેટલાએક ગધ્રાહી મુનિઓ ભેગવિધાને કરતા હતા. કેઇ ધ્યાનસ્થ રહી આત્મચિન્તનમાં મસ્ત હતા. કેઈ કો
ત્સર્ગમાં સ્થિર રહ્યા હતા. કેઈ માળા ફેરવી જાપ કરતા હતા. રાત્રિના નીરવ વાતાવરણમાં મુનિઓના પવિત્ર ક્રિયાકાંડેની પુણ્યપ્રભા ચારે તરફ પ્રસરતી ઉદ્યાનના અણુએ અણુને શાતિ અને ભવ્યતા અર્પતી હતી.
શિવભૂતિ–માતાથી તિરસ્કાર પામેલે શિવભૂતિ ધીરે ધીરે માર્ગે આગળ ચાલ્યા. ઊઘાડા દ્વારની શેધમાં તે આગળ વધે.
જગત્ નિદ્રામાં હતું. જગત ભયમાં હતું. ભવભયથી ભીત આત્માઓના બારણું બંધ હતા. તે જગતને ભયમાં જ છોડી શિવભૂતિ દીપક ઉદ્યાનમાં આવી પહોંચે. શમ-શાન્તિના દિવ્ય વાતાવરણથી મહેકતા ઉદ્યાનમાં પગ મૂકતાં જ તેણે શાન્તિ અનુભવી, તેને ઉકળાટ શમી ગયે.
શાન્તિના સામ્રાજ્યમાં આગળ વધતે તે અણગારેન જ્યાં વાસ હતું ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં બારણું ખુલ્લા હતાં, બંધ ન હતાં.
ઉપાશ્રયના દ્વાર આઠે પહોર, સાઠે ઘડી, ચોવીસે કલાક ઊઘાડાં જ રહે છે. ત્યાં ભીતિ જેવું કાંઈ નથી હોતું કે બંધ કરવા પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
દીક્ષા ગ્રહણ ને રત્નકમ્બલની પ્રાપ્તિ
: ૧૭ : શિવભતિ ત્યાં પહોંચે. ઉપાશ્રયની મધ્યમાં જ વિરાજેલા આચાર્ય મહારાજશ્રીના દર્શન કર્યા. તેઓ પૂજ્યશ્રીના ચરણમાં નમન કરી મસ્તક ઝુકાવી તે ત્યાં બેઠે.
આચાર્ય મહારાજે તેને ધર્મોપદેશ આપે. શિવભૂતિએ તેઓ પૂજ્યશ્રીના મધુર વચને હદયમાં ઉતાર્યા. અન્તઃકરણમાં અજવાળું થતું હોય તેમ તેણે અનુભવ્યું. તેને શાતિને સાચો રાહ સાધુધર્મમાં જ સમજાય. સંયમ સ્વીકારવાની તેને વૃત્તિ થઈ. પિતાના જીવનને ટૂંકમાં જણાવી તેણે પૂજ્ય મહારાજશ્રીને કહ્યું-વિનતિ કરીઃ
ભગવાન મને સંયમ આપી આપની છાયામાં રાખે, મારે ઉદ્ધાર કરે.”
ભદ્ર! આમ આવેશમાં દીક્ષા લેવા કરતાં તું સમર્થ છે . એટલે તારા સ્વજનેને સમજાવીને આવ, તારા સ્વજનની સહમતિથી સંયમ લઈશ તે સર્વની શોભામાં અભિવૃદ્ધિ થશે.”
આચાર્ય મહારાજશ્રીએ સમજુતિથી કાર્ય કરવા કહ્યું.
મનસ્વી શિવભૂતિ ફરી ઘરે જાય ને સ્વજનેને સમજાવે એ શક્ય ન હતું. તેણે ત્યાં ને ત્યાં સ્વયં લેચ કરી વેષ ધારણ કર્યો. આચાર્ય મહારાજે વિચાર્યું કે હવે શું ? આ કૃત્યની જવાબદારી આપણું ઉપર જ આવશે માટે હવે તેનું પાલન કરવું જ ઉચિત છે. વિધિવિધાન કરાવી રાજ્યમાન્ય છે એટલે કદાચ ઉપદ્રવ થાય એમ વિચારી શીધ્ર ત્યાંથી વિહાર કરી ગયા.
ઉપરના પ્રસંગને વર્ષો વીતી ગયાં. શિવભૂતિ મુનિ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી વિદ્વાન્ બન્યા હતા. જનતાને સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
: ૧૮ :
શિવભૂતિ : રીતે સમજાવી શકવાની તેમણે તાકાત કેળવી હતી. વ્યાખ્યાન આપી લેકેનું આકર્ષણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું. માણસ પર તેમનો પ્રભાવ પડતું. તેમની શક્તિની ખ્યાતિ મેર પ્રસાર પામી હતી.
રથવીરપુરના રાજા ને પ્રજા અને તેમની નામનાથી ગૌરવ અનુભવતા હતા, અને ચિરસમય થયો એટલે શિવભૂતિને રથવીરપુરમાં લાવવા માટે ભાવના સેવતા હતા.
રાજા અને પ્રજાની ભાવભરી વિજ્ઞપ્તિથી પૂજ્યાચાર્ય મહારાજશ્રી સાથે શિવભૂતિ મુનિ રથવીરપુર પધાર્યા. જનતાએ સારે સત્કાર કર્યો. તેમની દેશનાથી સર્વે રંજિત થયા. દિનાનુદિન ત્યાં ધર્મભાવના-ભક્તિ ને પુણ્ય કાર્યો વધતે ઉત્સાહ થવા લાગ્યા. એકદા રાજાએ શિવભૂતિ મુનિને-કર્મચૂર જેવા જ ધર્મ
ર નીકળેલ છે વગેરે વચને પૂર્વક પ્રશંસા કરી પ્રેમપૂર્વક એક મહામૂલી રત્નકંબલ વહોરાવીને પોતાની ભક્તિ વ્યક્ત કરી.
શિવભૂતિએ ભાવપૂર્વક તે કમ્બલને સ્વીકાર કર્યો. કમ્બલની પ્રાપ્તિ પછી શિવભૂતિના અહંન્દુ અને મમત્વ વધ્યા. છૂપાઈને રહેલી એ જેડલીએ તેમના હૃદય ઉપર કબજો મેળવ્યા.
પિતાના ઉપર એક સમ્રાટને કેટલે નેહભાવ છે તેના પ્રતીક તરીકે બહુમૂલ્ય તે કમ્બલને ક્ષણ પણ તેઓ વેગળી મૂકતા નહિં. રાત્રિએ વીંટીયામાં વીંટાળી મસ્તક નીચે જ રાખતા. રત્નકમ્બલે તેમના જીવન ધ્યેયમાં-સંયમમાર્ગમાં પરિવર્તનના બી વાવ્યા; ખરેખર માયાની માયા અકળ છે.
ઉત્સાહ થવા
ર નીકળેલ છે વગેરભૂતિ મુનિને-ક
મમત્વ ત્યાગ માટે આચાર્ય મહારાજશ્રીનું સમજાવવું ને શિવભૂતિનું વિમાર્ગગમન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિનું વિમાર્ગગમન:
: ૧૯ : આચાર્ય મહારાજશ્રીએ જ્યારે જાણ્યું કે રથવીરપુરના રાજાએ શિવભૂતિને એક બહુમૂલ્ય રત્નકંબલ વહેરાવી છે, ને શિવભૂતિએ તેને પિતાને પૂછ્યા સિવાય સ્વીકાર કર્યો છે ત્યારે તેઓશ્રીના હદયમાં શિવભૂતિના અધઃપતનની એક આશંકા જમીને શમી ગઈ
શિવભૂતિ જ્યારે વર્જન કરવા માટે આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને કહ્યું
શિવભૂતિ! આપણે નિગ્રંથ મુનિએ કહેવાઈએ. આપણને આવી રત્નકમ્બલ જેવી મહામૂલી વસ્તુ ગ્રહણ કરવી કલપે નહિં. તે વસ્તુઓ મમત્પાદક છે. તેથી મૂછ જમે છે. મૂરછથી પંચમ મહાવ્રતની વિરાધના થાય છે. તેવી ચીજોની સાચવણી માટે કાળજી રાખવી પડે છે. ઘડી પણ રેઢી મૂકીને
જતા જીવ ચાલતું નથી. જ્ઞાનધ્યાનમાં તેથી વિક્ષેપ પહોંચે . છે, માટે તેને તું શીધ્ર ત્યજી દે.”
ગુરુમહારાજ ! આપનું કહેવું યથાર્થ છે પણ મહારાજાએ પ્રસન્ન થઈ પ્રેમપૂર્વક ભક્તિ દર્શાવીને આ કમ્બલ વહેરાવી છે. તેવા મહાન રાજાઓ મુનિઓ ઉપર આવે અનુરાગ ધરાવે છે તે પ્રસિદ્ધિથી જનતા આહંત ધર્મમાં વિશેષ જોડાય એ ઉદ્દેશથી મેં તે સ્વીકારી છે ને હું તેને સાચવું છું; કારણ કે તેવા પ્રતીકે લાખા કાળ સુધી રહે તો વધારે સારું.” શિવભૂતિએ સમાધાન કર્યું.
તને મેહ કે મમત્વ નથી એ કહેવા માત્રથી કેમ મનાય? એ વસ્તુઓ જ મમત્વજનક છે. આજ નહિં તે કાલ તેમાં મૂરછી જન્મે. આપણને એ શોભે જ નહિં; માટે તારે તે છેડી દેવી જોઈએ.” ગુરુમહારાજશ્રીએ ફરી કહ્યું.
s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
: ૨૦ :
શિવભૂતિઃ શિવભૂતિના હૃદયમાં કાંબળ પ્રત્યે મમત્વ પ્રકટી ચૂક્યું હતું. એટલે ગુરુમહારાજશ્રીને કંઈ પણ ઉત્તર આપ્યા સિવાય તે પિતાને આસને આવ્યા. એક બાજુ દુષ્કર કામળને ત્યાગ અને બીજી બાજુ ગુરુમહારાજશ્રીને નિર્દેશ. એ બેની વચ્ચે તેમનું ચિત્ત ઝેલા ખાવા લાગ્યું. સૂડી વચ્ચે સેપારી જેવી પરિસ્થિતિમાં તે મૂકાયા.
શિવભૂતિના ગયા બાદ, આચાર્ય મહારાજશ્રીએ વિચાર્યું કે આ એક સાધુને આવી કિંમતી કામળ રાખવાની છૂટ આપવાથી બીજા મુનિઓ પણ તેનું અનુકરણ કરી કિંમતી વસ્તુઓ રાખતા થઈ જશે, ને એ રીતે અપરિગ્રહી ગણુતા મુનિઓ ધીરે ધીરે પરિગ્રહને વશ થઈ પતન પામશે. લગેટી લેતા બાવાની માફક જંજાળ વધારી મૂકશે. એવું ન બને માટે પ્રથમથી જ આ અટકાવવું જોઈએ.
એક વખત શિવભૂતિ બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજશ્રીએ તેનું વીંટીયું મંગાવ્યું. તેમાંથી રત્નકમ્બલ કાઢીને તેના આસનીયા કરી સાધુઓને વાપરવા આપી દીધા. શિવભૂતિ આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. મનમાં ને મનમાં તે સમસમી ગયાં. કાંઈ પણ બોલી શક્યાં નહિં.
આગમનું અધ્યયન ચાલતું હતું. શિવભૂતિ પણ પઠનપાઠનમાં રસ જામેલ હેવાથી અધ્યયન-ચિન્તન-મનન કરતાં હતાં પણ તેમના મનમાંથી કામલને માટે બનેલ પ્રસંગ ખસતું ન હતું. ગુરુ મહારાજશ્રી અપ્રમત્તભાવે શિષ્યોને શાના રહસ્ય સમજાવતા હતા.
એકદા આગમમાં જિનકલ્પનું વર્ણન આવ્યું. વિશદ રીતે આચાર્ય મહારાજે તે કપનું નિર્વચન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિનું વિમાર્ગગમન:
: ૨૧ : તે કલ્પની મર્યાદા આ પ્રમાણે છે
સંયમમાં દઢતા-સહનશીલતા કેળવાયા બાદ, સ્થવિરકહ૫માં સ્થિરતા પ્રાપ્ત કર્યા પછી-સામાયિક સંયમ અને છેદેપસ્થાપન ચારિત્ર પરિણમ્યા પછી કેટલાએક મહાપરાક્રમી પુરુષ, પ્રથમસંઘયણ-વાઝષભનારાચ શરીર ધારણ કરનારા મુનિઓ પરિહારવિશુદ્ધ ચારિત્રને અનુભવ કરી જિનકલ્પને આચરે છે. - જિનકલ્પનું આચરણ અનેક પ્રકારે આરાધવામાં આવે છે. કેટલાક ઉપાધિ પાત્ર વગેરે ઉપકરણ રાખે છે ને કેટલાએક સર્વસ્વને ત્યાગ કરે છે.
ઉપધિ પાત્ર વગેરે રાખનારાના આઠ પ્રકાર છે.
૧. (૧) રજોહરણ-(એ ), (૨) મુહપત્તિ, (૩) પાત્ર, (૪) પાત્રબન્ધન, (૫) પાત્રસ્થાપન, (૬) પાત્રકેસરિકા, (પૂંજણી) (૭) પલ્લાં, (૮) ગુચ્છા, (૯) પાત્રનિયેગ, ને ( ૧૦-૧૧-૧૨) ત્રણ કપડાં એમ બાર ઉપકરણ રાખનારા.
૨. ત્રણ કપડાને બદલે બે કપડા રાખે તે ૧૧ ઉપકરણધારી. ૩. એક જ કપડો રાખે તે ૧૦ ઉપકરણવાળા. ૪. કપડાં સિવાયનું સર્વ રાખે તે ૯ ઉપકરણવાળા.
૫. ૩ કપડાં, ઓ ને મુહપત્તિ એટલું જ રાખે ને પાત્રા વગેરે ન રાખે તે પાંચ ઉપકરણધારી.
૬. બે કપડાં ને એ મુહપત્તિ રાખે તે ૪ ઉપકરણવાળા. ૭. એક જ કપડે ને એ મુહપત્તિ રાખે તે ૩ઉપકરણવાળા.
૮. ફક્ત એ મુહપત્તિ જ રાખે તે બે ઉપકરણવાળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
શિવભૂતિઃ આ આઠ પ્રકારના ઉપકરણધારી અને ઉપકરણ વગરના નવમા એ નવે જિનકલ્પી મુનિએ અચલ ધૈર્યવાળા હોય છે. તેમને ઓછામાં ઓછું ન્યૂન નવ પૂર્વનું જ્ઞાન હોય છે. અતુલ સહિષ્ણુતા હોય છે. ગમે તે વ્યાધિને તેઓ ઉપચાર કરાવતા નથી. શુદ્ધ આહાર ન મળે તે છ-છ મહિનાના ઉપવાસ કરે, શુદ્ધ સ્થડિલ પ્રાપ્ત ન થાય તે છ-છ માસ સુધી નિહારને રેકી રાખે. પોતાના આત્માનું જ શ્રેય: સાધવું એ એક જ નિર્ધાર હોય છે, તેથી તેઓ કેઈને દીક્ષા આપતા નથી. જનતા સમક્ષ સભામાં વ્યાખ્યાન દેતા નથી. ફક્ત ત્રીજા પહોરમાં વિહાર-ગોચરી વગેરે કરે છે. ચેથા પ્રહરની શરુઆતથી બીજા દિવસના બીજા પહોર સુધી કાઉસ્સગ્ગ ધ્યાને જ રહે છે. વનમાં કે નગરમાં, કાંટામાં કે કાંકરામાં ગમે ત્યાં હોય તે પણ
થે પ્રહર બેસે કે તરત જ ત્યાં ને ત્યાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થઈ જાય છે.
આચાર્ય મહારાજશ્રીએ જિનકં૫ને સમજાવીને કહ્યું કે “એ જિનકલ્પ જખ્ખસ્વામીજી પછી વિરછેદ ગયે છે. પૂજ્યાય મહાગિરિજી મહારાજે જિનકલ્પની તુલના કરી હતી.
આચાર્ય મહારાજશ્રીનું કથન સાંભળી શિવભૂતિ મુનિએ કહ્યું “મહારાજ ! હું જિનકલ્પનું આચરણ કરવા સમર્થ છું. મારામાં ગમે તે સહન કરવાનું સામર્થ્ય છે. મારે માટે તે કલ્પને વિચ્છેદ નથી. વાસ્તવિક મુનિમાર્ગ મને તેમાં જ સમજાય છે. આજથી હું આ ઉપકરણ વગેરે સર્વને ત્યાગ કરું છું.” એમ કહીને શિવભૂતિ દિગમ્બરપણે ગુરુમહારાજ પાસેથી ચાલી નીકળ્યા ને ઉદ્યાનમાં કાઉસ્સગપણે રહ્યા.
શિવભૂતિની બહેન ઉત્તરાએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શિવભૂતિનું વિમાર્ગગમન:
* ૨૩ :
દિગમ્બરપણે શિવભૂતિ રહ્યા છે તે જાણી બધુનેહે ઉત્તરાએ પણ વસ્ત્રને ત્યાગ કર્યો ને દિગમ્બરા થઈને ભાઈની પાછળ ગઈ.
ગોચરીને સમય થયે એટલે ઉત્તરાએ નગ્નપણે જ નગરમાં ગોચરી માટે પ્રવેશ કર્યો. તેનું રૂપ અપૂર્વ હતું. સભ્યજને તેને નગ્ન જોઈને ગ્લાનિ અનુભવવા લાગ્યા. કામી જને કુદૃષ્ટિથી તેને નીરખવા લાગ્યા.
તે સમયે છજામાં બેઠેલી એક વારાંગનાએ ઉત્તરાની આ સ્થિતિ ને તેથી ઉત્પન્ન થતું જનતાનું વાતાવરણ નીહાળ્યું. ગણિકાને લાગ્યું કે આવી તપસ્વિની નગ્ન ભટકશે તે અનર્થ થશે. વેશ્યાઓ પ્રત્યેની લેકેની અભિરુચિ ઓછી થઈ જશે.
ગણિકા ઉપરથી જોઈ રહી છે. એટલામાં ઉત્તરા નીચી દષ્ટિથી ધીરે ધીરે ચાલતી તે છજા નીચે આવી ત્યારે ગણિકાએ ઉપરથી એક વસ્ત્ર તેના ઉપર નાખ્યું. દાસીને મેકલીને વસ્ત્ર પહેરાવ્યું. લજજાના ભારથી દબાયેલી તેણે આનાકાની કરતાં કરતાં પણ સ્વીકાર્યું-પહેર્યું.
ગોચરી લઈને શિવભૂતિ પાસે જઈને તેણે બનેલ સર્વ બનાવ સવિસ્તર કહી સંભળાવ્યો. શિવભૂતિએ ઉત્તર આપતાં જણાવ્યું કે
“સ્ત્રીઓ નગ્ન ન રહી શકે. તું વસ્ત્ર રાખ. સ્ત્રીને સંપૂર્ણ ચારિત્ર સંભવતુ જ નથી.”
ભાઈની અનુમતિથી ઉત્તરાએ વસ્ત્ર રાખવાનું સ્વીકાર્યું.
શિવભૂતિની સમજાવવાની શક્તિ સારી હતી એટલે તેણે બે શક્તિવાળા શિષ્ય કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
: ૨૪ :
શિવભૂતિઃ એક કૌડિન્ય અને બીજા કેદૃવીર. કૌડિન્ય એ જ કુન્દકુદાચાર્ય. તે બન્નેના અનેક શિષ્ય થયાં. એ પ્રમાણે પરપરા ચાલી. આજ પણ તે પરંપરા ચાલુ જ છે.
એ પ્રમાણે અભિમાની ને ઉદ્ધત ગૃહસ્થ જીવન જીવી, સંયમ જીવનને અનુસરી, ગર્વવશ દિગમ્બર મતની માન્યતાના બીજકે વાવી, તેના પ્રરૂપક બની શિવભૂતિ અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયા.
નિર્યુક્તિકારે ત્રણ ગાથામાં આ હકીકત નીચે પ્રમાણે જણાવી છેछत्वाससयाई नवुत्तराई, तइआ सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठी, रहवीरपुरे समुप्पणा ॥१॥ रहवीरपुरं नगरं, दीवगमुजाणमन्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि, पुच्छा थेराण कहणा य ॥२॥ बोडियसिवभूईओ, बोडियलिङ्गस्स होइ उप्पत्ती। कोडिन्न कोट्टवीरा, परंपराफासमुप्पना ॥३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________ 1 ચશોહિ ја е plate pe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com