SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જાગ, ઓ મહાવીરના સપૂત ! ૧૪ જેણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ ને અકિંચનત્વને પિતાના જીવનમાં વણી, એને જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી-ધમવીર પદ અલંકૃત કર્યું હતું ! એ જ નરવીરને તું પુત્ર ! જેના નામથી પ્રેરણાનો દીપક પ્રગટે! એ મહાવીરનો પુત્ર બની, તું આમ નિર્માલ્ય જીવન જીવે, એ તને શોભે ખરૂં ? ઊડ! પ્રાણવાન થા ! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફૂંક ! તારા ઇવનિથી દિશાઓ કંપી જાય એવી જયઘોષણા કર ! પાપને પડદા ચીરાઈ જાય એવું તેજ તારી આંખોમાં લાવ. હિંમત ને ઉત્સાહથી આગેકદમ ભર! તારી અદમ્ય શકિતઓને પર જગતને બતાવ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી, એમને અમર બનાવ ! ખાલી વાયડી વાતો ના કર. આચરણવિહોણા ભાષણોથી કાંઈ વળે તેમ નથી, એવા નિર્માલ્ય ભાષણ સાંભળી સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી દે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચારિત્ર જોઈ દુનિયા દિંગ બની જાય ! કડક શિસ્ત કેળવ! જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળ પિકાર ! વાસનાઓને સમૂળગે નાશ કર! આ તારા વિકાસના માર્ગમાં અતરાય કરનારને ઉખેડીને ફેંકી દે! જરા પણ ગભરાઈશ નહિ! કેઈથી અંજાતે નહિ ! કેઈની શે’માં તણાતે નહિ ! જા! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિધાને ને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહા-કાર્યમાં લાગી જા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034774
Book TitleBharatni Ek Viral Vibhuti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherJain Yuvak Mandal
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy