________________
ભારતની એક વિરલ વિભૂતિ
વાત્સલ્ય અને કરુણાની ધારા ટપકતી હતી. આ વસમી વિદાયની વાંસળીમાંથી હૈયાને હચમચાવી મૂકે એવા કરુણ અને વેધક સૂરે વારંવાર આવી નાજુક હૈયાંઓને વ્યથિત કરતા હતા. પોતાના લઘુ બન્ધવનું આ મહાભિનિષ્ક્રમણ નન્દિવર્ધનના વાત્સલ્યપણે હૈયાને લેવી નાંખતું હતું. જીવનમાં ક્ષણ માત્ર પણ છૂટે નહિ પડનાર પિતાને લઘુબાવ આજે સદાને માટે ગૃહ-ત્યાગ કરે છે. ખરેખર, માનવીની પ્રિય વસ્તુ જાય છે ત્યારે એના જીવનનું સર્વસ્વ લેતી જ જાય છે ! - ત્રીશ વર્ષ સુધી સૌરભવાળા તરુવરોની શીતળ છાયામાં વિહરનાર માનવી, અખંડ-અવિન ઝરતા તડકામાં તપે, પુપિની નાજુક શય્યામાં પઢનાર માનવી, કંટક પર કદમ ભરે, લાખોની સલામ ઝીલનાર માનવી, રંક આના અપમાન સહે; આ કાર્ય કેટલું કપરું છે? એ તે અનુભવી નું હૈયું જ વેદી શકે તે આ વિરલ વિભૂતિનું હૈયું જ !
સ્વયં ઈન્દ્ર મહારાજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી— “આજે ભારતવર્ષમાં એક વિરલ વિભૂતિ છે કે જે મરણથી ગભરાતી નથી અને જીવનથી હર્ષ પામતી નથી, જેને સુખનાં મનેઝ સાધને ખુશ કરી શકતાં નથી અને દુઃખના કુર સાધને મુંઝવી શકતા નથી. એ મહાવિભૂતિની દિવ્ય તપશ્ચય આજે વિશ્વમાં અજોડ છે!” આ પ્રશંસામાં કઈ સામાન્ય માનવીના ત્યાગ, તપ અને પૈની કેવળ અતિશયોક્તિ કરવામાં આવી છે, એમ ત્યાં સભામાં
બેઠેલા ઈર્ષાળુ સંગમે માની લીધું, અને સાથે-સાથે નિશ્ચય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com