________________
ભારતની એક વિરલ વિભૂતિ
આ વિરલ વિભૂતિને અવતાર થતાં, સ્વયં દેવેન્દ્રો એમના દશનાથે આવ્યા, મહાન ભૂપાલે અંજલિપૂર્વક એમની સામે શિર ઝુકાવીને, નમન કરવા લાગ્યા; અનેક માન એમની સેવામાં હાજર થયા, અને વિશ્વનો વૈભવ એમના ચરણોમાં ખડકાવા લાગે.
એ દિવસોમાં એમના યૌવનને રંગ જામ્યો. સંસારને રંગ પણ ખીલ્ય અને પ્રિયદર્શીના જેવું સંસ્કારી સંતાન પણ જગ્યું, પણ આ બધું એ વિરલ વિભૂતિને મન પુણ્યરૂપી રોગને નાશ કરવા માટે ઔષધરૂપ જ હતું. આમ કરતાં ત્રીશ વર્ષના વાણાં તે વિજળીના ચમકારની પેઠે વહી ગયાં. માનવીને સુખના દિવસો કેટલા સોહામણું લાગે છે !
દુનિયાના સદ્ભાગ્યના એક મનહર પ્રભાતે, આ વિરલ વિભૂતિએ વૈભવથી ઉભરાતાં રાજમંદિરને અને હાલમાં નેહીઓને ત્યાગ કરીને, મહાભિનિષ્ક્રમણ કર્યું, કારણ કે દુનિયા એમને દુઃખથી છલકાતી દેખાણી. દુનિયા
જ્યારે દુઃખથી રીબાતી હોય ત્યારે આ કોમળ હૈયું સુખમાં કેમ વિલસી શકે?
આ વિરલ વિભૂતિના વસમા વિયેગની વેધક વાંસળી વાગી અને ક્ષત્રિયકુંડ ગામના ઉપવનમાં એક અજોડ કરુણ દશ્ય જા. આ દશ્ય આ જીવન સમાપક વિરલ વિભૂતિની વસમી વિદાયનું હતું. આ દશ્ય અનાથ હૈયાંઓની કમળ લાગણીઓથી છલકાતું હતું. આ દશ્ય વચ્ચે હૃદયવિદારક ઘેરા ડૂસકા અને સાચાં આંસુ પણ હતાં. હા! આકરી વિદાય કે મળતાપૂર્વક ભજવાતી હતી. આ વિદાયના દશ્યમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com