SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની એક વિરલ વિભૂતિ દેવ ! આપ ધન્ય છે. આપે જે પૂર્ણ પ્રકાશ મેળવ્યું છે તે અદ્દભૂત છે ! આપ આપની વાણુનું અમૃત–ઝરણું આ સંતપ્ત સંસાર પર અવિરત વહેતું રાખો, એવી અમારી નમ્ર વિનંતિ છે, દેવ! ” આ વિભૂતિને રૂપેરી ઘંટડીના જેવો મધુર ધ્વનિ પુનઃ ગુંજી રહ્યો “ભાગ્યશાળીઓ ! હું જે કહી ગયો તે જીવનદષ્ટિની વાત કરી ગયે--વિચારવાની વાત કહી ગયે. હવે આચારની વાત કહું છું. વિચારમાં જેમ અનેકાન્તવાદને સ્થાન છે, તેમ આચારમાં અહિંસાને સ્થાન છે. અહિંસા એ સુંદર સરિતા છે, અનેક તૃપિત હૈયાં એના જળથી તરસ છીપાવે છે. અહિંસા એ સેતુ છે, કે જે બે વિખરાં કેવી હૈયાઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ છે, જે પોતાની માદક સૌરભથી જગતને પ્રફુલિત કરે છે. અહિંસા એ વસન્તની કેયેલ છે, જે પિતાના મધુર સંગીતથી હિંસાના ત્રાસથી ત્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે. અહિંસા એ જ વિશ્વશાનિતને અમેઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં શક્તિનું સામ્રાજ્ય સ્થાપવાને બીજો એકેય ઉપાય નથી જ. અહિંસાની અમર ચન્દ્રિકા જ વિશ્વ પર અમૃત વર્ષાવશે. હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળની જેમ ચૂસી રહ્યો છે. હિંસાની ભાવનાએ જ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હેળી સળગાવી છે. હિંસાના સામ્રાજયોએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે, હિંસક ધર્મો નિર્દોષ પશુઓના ભેાગ લઈ રહ્યા છે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034774
Book TitleBharatni Ek Viral Vibhuti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherJain Yuvak Mandal
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy