SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧ : માતાની ટોકર ને માનહાનિ સ્વછંદે ચડેલા સ્વામીને આ સાધવી સ્ત્રીની સેવાની કાંઈપણ કિંમત ન હતી. ધમધમાટ કરતા તે આવતે, સ્ત્રીને ધમકાવતે, કાંઈપણ ભૂલ થાય તે મારતે ને ચાલ્યો જતે. એ પ્રમાણે તેના અને તેના કુટુમ્બના દિવસે પસાર થતા હતા. દિનાનુદિન શિવભૂતિમાં એક પછી એક દુર્ગુણ ઘર કરતા જતા હતા. મદિરાપાન ને ધૂત ખેલન તે તેના જીવનસાથી બન્યા હતા. સ્વચ્છ તેનું પતન કરાવ્યું હતું. શિવભૂતિની પત્નીએ પરણ્યા પહેલાં-કુમારી અવસ્થામાં શિવભૂતિના બહાદરી-સાહસિકતા વગેરે સાંભળ્યા હતાં, તેથી તેણે પોતાના જીવનની બહાર માણવાના કેડ સેવ્યા હતા, અનેક અભિલાષે વિચાર્યા હતા, આશાના હવાઈ મહેલ ચણ્યા હતા; પણ પરણ્યા પછી–સાસરે આવ્યા બાદ બધું ય આથમી ગયું. મનની મનમાં જ રહી ગઈ. સ્વામીને સ્નેહ એ શું ચીજ છે? તેને અનુભવ પણ તેને ઝાંઝવાના જળ જે જણ. એ સર્વ છતાં તે સ્ત્રી અબળા પિતાની ફરજ અદા કરવામાં ચૂકતી નહિં એ ગજબ હતે. સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, તેને રાજી રાખવા તે સ્ત્રીએ પિતાનું શરીર નીચવી નાંખ્યું હતું. એકદા તે સ્ત્રી વચ્ચે બદલતી હતી –પહેરતી હતી. તેની કાયા ખુલ્લી હતી. સામે છેડે જ દૂર તેની સાસુ બેઠી હતી. તેની નજર પિતાની પુત્રવધૂ પર પડી. સુક્કલ લકડી જેવું તેનું શરીર શિવભૂતિની માતાએ જોયું. તે વિચારમાં પડી ગઈ. આ શું? તેણે પોતાની પુત્રવધૂને પાસે બોલાવી બેસારીને પૂછયું : “પુત્રી ! ધનધાન્યથી ભરપૂર આ ઘરમાં શેની બેટ છે કે તારું શરીર આટલું બધું ક્ષણ ને દુર્બલ થયેલું જણાય છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034774
Book TitleBharatni Ek Viral Vibhuti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherJain Yuvak Mandal
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy