________________
ભારતની એક વિરલ વિભૂતિ
પણ આજે મને પૂર્ણ સત્ય સમજાયું કે, મારા જેવા અધમે પિતાની મનની કલુષિતતાથી જ આપના જેવા મહામાનવના ગુણે સમજી શકતા નથી, અને ઈર્ષા અને અભિમાનથી પિતાની જાતને જ મહાન મનાવવાનો પ્રયત્ન કરતાં પરિ ભ્રમણ કરે છે. આપ જગતના પિતા છે, આપ જગચ્છરણ છો, વિશ્વબંધુ છો, જગદાધાર છે, અધમેધ્ધારક છે, અને તારક છો. હે કરુણાસાગર ! મારા અપરાધની ક્ષમા કરે. હું નીચ છું-અધમ છું-પાપી છું. મારો ઉદ્ધાર આપના જ હાથમાં છે, નાથ! માટે મને તારે !!!”
આવા અઘેર અને ભયંકર અપરાધ કરનારા સંગમ પર પણ વિશ્વવિખ્યાત આ વિરલ વિભૂતિએ તે પિતાની અમૃત–ઝરતી આંખોમાંથી કરુણાની વર્ષા જ આરંભી! એમની વિરાગ્ય ઝરતી આંખોમાંથી વાત્સલ્યનું ઝરણું ઝરવા લાગ્યું. એ પુનિત ઝરણામાં સ્નાન કરી, ભારે હૈયે સંગમ પિતાના સ્થાન ભણી સંચર્યો ! - સંગમે કરેલા અનેક દુઃખો વેઠ્યા પછી ફરી એમણે આર્ય અને અનાર્ય–વજભૂમિ ભણી વિવાર આદર્યો. સાડા બાર વર્ષ સુધી મૌનપણે ઘોર તપશ્ચર્યા કરી. આ દિવસોમાં એમના પર અનેક વિષમ વિપત્તિનાં વાદળાં એક પછી એક તૂટવા લાગ્યાં, છતાં એમણે વૈય, સહિષ્ણુતા અને શાતિપૂર્વક એમને પ્રસન્નમુખે આવકાર આપ્યો.
આમ અનેક યાતનાઓના દાવાનળમાં આ તેજસ્વી વિરલ વિભૂતિના કર્મો બળીને રાખ થયાં અને એમને અનઃ સૂર્યના પ્રકાશથી ચમતે આત્મા પ્રકાશી ઉઠ્યો. કેવલ્યજ્ઞાન વ્યાપી રહ્યું અને અન્ધકારને નિતાન્ત નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com