________________
જાગ, મહાવીરના સપૂત !
૧૬ માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા, આમાની અનન્ત વિરાટ શકિતઓનેતારી વીર-ગજનાથી વિપત્તિઓ કંપી ઊઠશે, ઈન્દ્રિયો ધ્રુજી ઉઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અન્ધકાર નાશ પામશે, અનન્ત પ્રકાશથી ઝળહળતે દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી, તારું સુસ્વાગતમ કરશે!
યારા અમૃતના ભકતા આત્મન ! અધિક તને શું કહું? હવે તારું વિરાટ રૂપ વિશ્વને દેખાડ જોઈએ ! વ્હાલા શકિતઓના ભંડાર આત્મન ! તારા શક્તિઓના ભંડાર માંનું એક અમૂલ્ય રત્ન વિશ્વના ચેગાનમાં મૂક જોઈએ પ્રિય પ્રકાશમાં વિહરનાર આત્મન ! તારા શાશ્વત પ્રકાશનું એક કૃપાકિરણ આ વિશ્વ પર ફેંક જોઈએ! વિશ્વ, તારા જવલન્ત પ્રકાશ માટે ઝંખી રહ્યું છે. વીર સપૂત, આ કામ નહિ કરે તે પછી કેણ કરશે?
માટે આજે જ દિપાવલિના પતિત પાવન દિવસે અણનમ નિશ્ચયપૂર્વક ભર કદમ વિજયકૂચ ભણી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com