Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ શિવભૂતિનું વિમાર્ગગમન: : ૨૧ : તે કલ્પની મર્યાદા આ પ્રમાણે છે સંયમમાં દઢતા-સહનશીલતા કેળવાયા બાદ, સ્થવિરકહ૫માં સ્થિરતા પ્રાપ્ત કર્યા પછી-સામાયિક સંયમ અને છેદેપસ્થાપન ચારિત્ર પરિણમ્યા પછી કેટલાએક મહાપરાક્રમી પુરુષ, પ્રથમસંઘયણ-વાઝષભનારાચ શરીર ધારણ કરનારા મુનિઓ પરિહારવિશુદ્ધ ચારિત્રને અનુભવ કરી જિનકલ્પને આચરે છે. - જિનકલ્પનું આચરણ અનેક પ્રકારે આરાધવામાં આવે છે. કેટલાક ઉપાધિ પાત્ર વગેરે ઉપકરણ રાખે છે ને કેટલાએક સર્વસ્વને ત્યાગ કરે છે. ઉપધિ પાત્ર વગેરે રાખનારાના આઠ પ્રકાર છે. ૧. (૧) રજોહરણ-(એ ), (૨) મુહપત્તિ, (૩) પાત્ર, (૪) પાત્રબન્ધન, (૫) પાત્રસ્થાપન, (૬) પાત્રકેસરિકા, (પૂંજણી) (૭) પલ્લાં, (૮) ગુચ્છા, (૯) પાત્રનિયેગ, ને ( ૧૦-૧૧-૧૨) ત્રણ કપડાં એમ બાર ઉપકરણ રાખનારા. ૨. ત્રણ કપડાને બદલે બે કપડા રાખે તે ૧૧ ઉપકરણધારી. ૩. એક જ કપડો રાખે તે ૧૦ ઉપકરણવાળા. ૪. કપડાં સિવાયનું સર્વ રાખે તે ૯ ઉપકરણવાળા. ૫. ૩ કપડાં, ઓ ને મુહપત્તિ એટલું જ રાખે ને પાત્રા વગેરે ન રાખે તે પાંચ ઉપકરણધારી. ૬. બે કપડાં ને એ મુહપત્તિ રાખે તે ૪ ઉપકરણવાળા. ૭. એક જ કપડે ને એ મુહપત્તિ રાખે તે ૩ઉપકરણવાળા. ૮. ફક્ત એ મુહપત્તિ જ રાખે તે બે ઉપકરણવાળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48