________________
શિવભૂતિનું વિમાર્ગગમન:
: ૧૯ : આચાર્ય મહારાજશ્રીએ જ્યારે જાણ્યું કે રથવીરપુરના રાજાએ શિવભૂતિને એક બહુમૂલ્ય રત્નકંબલ વહેરાવી છે, ને શિવભૂતિએ તેને પિતાને પૂછ્યા સિવાય સ્વીકાર કર્યો છે ત્યારે તેઓશ્રીના હદયમાં શિવભૂતિના અધઃપતનની એક આશંકા જમીને શમી ગઈ
શિવભૂતિ જ્યારે વર્જન કરવા માટે આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને કહ્યું
શિવભૂતિ! આપણે નિગ્રંથ મુનિએ કહેવાઈએ. આપણને આવી રત્નકમ્બલ જેવી મહામૂલી વસ્તુ ગ્રહણ કરવી કલપે નહિં. તે વસ્તુઓ મમત્પાદક છે. તેથી મૂછ જમે છે. મૂરછથી પંચમ મહાવ્રતની વિરાધના થાય છે. તેવી ચીજોની સાચવણી માટે કાળજી રાખવી પડે છે. ઘડી પણ રેઢી મૂકીને
જતા જીવ ચાલતું નથી. જ્ઞાનધ્યાનમાં તેથી વિક્ષેપ પહોંચે . છે, માટે તેને તું શીધ્ર ત્યજી દે.”
ગુરુમહારાજ ! આપનું કહેવું યથાર્થ છે પણ મહારાજાએ પ્રસન્ન થઈ પ્રેમપૂર્વક ભક્તિ દર્શાવીને આ કમ્બલ વહેરાવી છે. તેવા મહાન રાજાઓ મુનિઓ ઉપર આવે અનુરાગ ધરાવે છે તે પ્રસિદ્ધિથી જનતા આહંત ધર્મમાં વિશેષ જોડાય એ ઉદ્દેશથી મેં તે સ્વીકારી છે ને હું તેને સાચવું છું; કારણ કે તેવા પ્રતીકે લાખા કાળ સુધી રહે તો વધારે સારું.” શિવભૂતિએ સમાધાન કર્યું.
તને મેહ કે મમત્વ નથી એ કહેવા માત્રથી કેમ મનાય? એ વસ્તુઓ જ મમત્વજનક છે. આજ નહિં તે કાલ તેમાં મૂરછી જન્મે. આપણને એ શોભે જ નહિં; માટે તારે તે છેડી દેવી જોઈએ.” ગુરુમહારાજશ્રીએ ફરી કહ્યું.
s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com