Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ : ૨૦ : શિવભૂતિઃ શિવભૂતિના હૃદયમાં કાંબળ પ્રત્યે મમત્વ પ્રકટી ચૂક્યું હતું. એટલે ગુરુમહારાજશ્રીને કંઈ પણ ઉત્તર આપ્યા સિવાય તે પિતાને આસને આવ્યા. એક બાજુ દુષ્કર કામળને ત્યાગ અને બીજી બાજુ ગુરુમહારાજશ્રીને નિર્દેશ. એ બેની વચ્ચે તેમનું ચિત્ત ઝેલા ખાવા લાગ્યું. સૂડી વચ્ચે સેપારી જેવી પરિસ્થિતિમાં તે મૂકાયા. શિવભૂતિના ગયા બાદ, આચાર્ય મહારાજશ્રીએ વિચાર્યું કે આ એક સાધુને આવી કિંમતી કામળ રાખવાની છૂટ આપવાથી બીજા મુનિઓ પણ તેનું અનુકરણ કરી કિંમતી વસ્તુઓ રાખતા થઈ જશે, ને એ રીતે અપરિગ્રહી ગણુતા મુનિઓ ધીરે ધીરે પરિગ્રહને વશ થઈ પતન પામશે. લગેટી લેતા બાવાની માફક જંજાળ વધારી મૂકશે. એવું ન બને માટે પ્રથમથી જ આ અટકાવવું જોઈએ. એક વખત શિવભૂતિ બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજશ્રીએ તેનું વીંટીયું મંગાવ્યું. તેમાંથી રત્નકમ્બલ કાઢીને તેના આસનીયા કરી સાધુઓને વાપરવા આપી દીધા. શિવભૂતિ આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. મનમાં ને મનમાં તે સમસમી ગયાં. કાંઈ પણ બોલી શક્યાં નહિં. આગમનું અધ્યયન ચાલતું હતું. શિવભૂતિ પણ પઠનપાઠનમાં રસ જામેલ હેવાથી અધ્યયન-ચિન્તન-મનન કરતાં હતાં પણ તેમના મનમાંથી કામલને માટે બનેલ પ્રસંગ ખસતું ન હતું. ગુરુ મહારાજશ્રી અપ્રમત્તભાવે શિષ્યોને શાના રહસ્ય સમજાવતા હતા. એકદા આગમમાં જિનકલ્પનું વર્ણન આવ્યું. વિશદ રીતે આચાર્ય મહારાજે તે કપનું નિર્વચન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48