Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ : ૧૦ : શિવભૂતિ : જા તું જે લઈ આવેલ છે તે તને બક્ષીસ કરવામાં આવે છે. ને તને યથેચ્છ વિહરવાની છૂટ આપવામાં આવે છે.” રાજાએ તેની બન્ને માંગણી સ્વીકારી. મથુરાની આવકને ભગવતે શિવભૂતિ સ્વસ્થપણે વિહરે છે ને દિવસે પસાર કરે છે. (૩) માતાની ટકેર ને માનહાનિ– સ્વચ્છન્દ એ બૂરી ચીજ છે. સ્વરછન્દથી ઈન્દ્રિયેના ઉન્માદ બેકાબૂ બને છે. સ્વછન્દીને કાર્યકાર્યને વિવેક રહેતું નથી. તે પિતાની જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. તેને એક એવું મિથ્યા ગુમાન હોય છે કે મને કોઈ રોકનાર નથી. હું ગમે તેમ કરી શકું છું. શિવભૂતિને મળેલ સ્વચ્છન્દતા તેવા જ પ્રકારની હતી. મનફાવતું વર્તન કરવાની છૂટ મેળવ્યા પછી તેનું જીવન અતિશય અનિયમિત બન્યું હતું. ન તે તેના ખાવા-પીવાના ઠેકાણું હતા કે ન હતા બેસવા સૂવાના ઠેકાણ. સમય બે સમયે તે ઘેર આવતે ને ડાઘણુ ઉત્પાત મચાવી ચાલ્યો જતો. તેના ઘરમાં તેઓ ત્રણ જણ મુખ્યત્વે હતાં. એક તે પિતે, બીજી તેની માતા ને ત્રીજી તેની કુળવતી ખાનદાન પત્ની. પિતાના ગમે તેવા સ્વામીને તે સતી સ્ત્રી દેવ માની આરાધતી. રાત્રિએ તે ગમે ત્યારે-કઈ વખત બાર વાગે તે કેઈ વખત બે વાગે આવે ત્યાં સુધી તે તેની પ્રતીક્ષા કરતી– રાહ જોતી બેસી રહેતી. તેનું ધ્યાન ધરતી, ભજન પણ કરતી નહિં. સ્વામીને જમાડીને જમતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48