________________
: ૧૬ :
શિવભૂતિઃ કરાવતા, મેહ મુંઝાયેલાને નહિં સૂઝતા મુક્તિમાર્ગમાં વિચરનારા, માયાની મજા માણતા માણસોના સંસારને અન્ધાર માની તેથી દૂર દૂર રહેનારા મુનિઓ રથવીરપુરની બહાર આવેલા દીપક નામના ઉદ્યાનમાં વિરાજતા હતા. - પૂજ્ય આચાર્યશ્રી આકૃષ્ણસૂરિજી મહારાજના શાસનનું પાલન કરતાં મુનિઓ રાત્રિને તૃતીય પ્રહર પૂર્ણ થવા આ એટલે શયનને ત્યાગ કરી, આવશ્યક વિધિવિધાનમાં નિયુક્ત થયા. કેટલાએક ગધ્રાહી મુનિઓ ભેગવિધાને કરતા હતા. કેઇ ધ્યાનસ્થ રહી આત્મચિન્તનમાં મસ્ત હતા. કેઈ કો
ત્સર્ગમાં સ્થિર રહ્યા હતા. કેઈ માળા ફેરવી જાપ કરતા હતા. રાત્રિના નીરવ વાતાવરણમાં મુનિઓના પવિત્ર ક્રિયાકાંડેની પુણ્યપ્રભા ચારે તરફ પ્રસરતી ઉદ્યાનના અણુએ અણુને શાતિ અને ભવ્યતા અર્પતી હતી.
શિવભૂતિ–માતાથી તિરસ્કાર પામેલે શિવભૂતિ ધીરે ધીરે માર્ગે આગળ ચાલ્યા. ઊઘાડા દ્વારની શેધમાં તે આગળ વધે.
જગત્ નિદ્રામાં હતું. જગત ભયમાં હતું. ભવભયથી ભીત આત્માઓના બારણું બંધ હતા. તે જગતને ભયમાં જ છોડી શિવભૂતિ દીપક ઉદ્યાનમાં આવી પહોંચે. શમ-શાન્તિના દિવ્ય વાતાવરણથી મહેકતા ઉદ્યાનમાં પગ મૂકતાં જ તેણે શાન્તિ અનુભવી, તેને ઉકળાટ શમી ગયે.
શાન્તિના સામ્રાજ્યમાં આગળ વધતે તે અણગારેન જ્યાં વાસ હતું ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં બારણું ખુલ્લા હતાં, બંધ ન હતાં.
ઉપાશ્રયના દ્વાર આઠે પહોર, સાઠે ઘડી, ચોવીસે કલાક ઊઘાડાં જ રહે છે. ત્યાં ભીતિ જેવું કાંઈ નથી હોતું કે બંધ કરવા પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com