________________
: ૧૪:
શિવભૂતિ : રાત્રિના બે વાગ્યા એટલે જૂગારમાં કેટલીયે હારજીત કરી, શ્રમિત બની તે ઘર તરફ ચાલ્યા. મદ ઝરતાં ગજની માફક ડેલ, ઘેઘૂરનયને તે ઘેર પહોંચ્યું.
સુન્દર આલિશાન તેનું ઘર હતું. ઘરને છાજે તેવી ઘરમાં ગૃહિણી હતી. છતાં તેને તે ગમતું ન હતું. તેને તે હોતું ગમતું કારણકે તેને વ્યસન ગમતા હતા. વ્યસન ઘરમાં ન હતાં તે બહાર હતાં. વ્યસનથી તે વિકૃત થયા હતા. ઘરમાં સંસ્કૃતિ હતી, વિકૃતી ન હતી. ઘરમાં શંગાર હતો, વિકાર ન હતું. એટલે જ વિકારને વશ થયેલ તે ઘરમાં બહુ ટર્તિ નહિં. વિકારની શોધમાં તે બહાર ભટકતો. તેને બહાર વિકાર મળતા ને તે રાજી થતો. ન છૂટકે તે ઘેર આવતો ને આવ્યા તે ચાલે જ.
તે ઘેર આવ્ય, બહાર ઓટલા ઉપર બેડી વિશ્રાન્તિ લીધી ને પછી બારણ ખેલવા માટે સાંકળ ખખડાવી, પણ બારણું ઊઘડ્યા નહિં. તેણે ફરી જોરથી સાંકળ ખખડાવીને બૂમ મારી.
શું કઈ સાંભળતું નથી ! બધાં બહેરાં છો? બહાર હું ક્યારને ઊભું છું ને બારણું કેમ ખોલતા નથી?”
અવાજ અન્દર પહોંચ્યું, છતાં બારણું તે બંધ જ રહ્યા. અન્દરથી જવાબ મળે.
કેણ છે તું? આટલું બધું તું કોના જોરે બેલે છે? રાત આખી રખડી ભટકીને અત્યારે અહિં આમ ચાલ્ય આવે છે, તે શરમ નથી આવતી ! રેજ ને રોજ તારી રાહ જોઈ બેસી રહેવા કેણ નવરું છે? બેશરમ ! કુલાંગાર! તને ઘરનું કે કુલનું ય ભાન નથી. જા ! ચાલ્યો જા ! જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com