Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ માતાની ટેકર ને માનહાનિ: : ૧૩ : રાજી થાત, પણ તે પણ નથી. પૂર્ણિમાના ચન્દ્રની પ્રતીક્ષા કરતી કુમુદિનીની માફક હું રાત્રિએ તેમની રાહ જોઈને રહું છું ત્યારે અન્ધારીયાના અતિમ દિવસેના ખંડિત ચન્દ્ર જેવા તેમનું પાછલી રાતે આગમન થાય છે ને અસ્ત થતાં વાર લાગતી નથી. કેઈ કઈ વખત તે સૂર્ય સમા પ્રચંડ-તીર્ણ કિરણ ફેંકી મને કરમાવે છે. ભૂખ તરસ સહન કરતી તપસિવની સમી હું તેઓ શરદુના પૂર્ણ ચન્દ્ર બની મારા પર સુધા વરસાવે એટલું જ ઈચ્છું છું. દિનરાત એ જ ચિન્તવું છું. એમને પ્રસન્ન કરવા કોઈ પણ જાતની ભૂલ કરતી નથી. સેવામાં ખડે પગે રહું છું. મારી અન્દરની આ વેદનાએ મને શોષી છે. મારી ક્ષીણતાનું કારણ એ એક જ છે. ” • પુત્રવધૂ પાસેથી પોતાના પુત્રની આવી વિષમ પરિસ્થિતિ જાણી શિવભૂતિ ઉપર તેની માતાને અત્યન્ત શેષ ઉપજે. તેણે પિતાની વહુને આશ્વાસન આપ્યું ને કહ્યું– પુત્રી! તું ચિન્તા ન કર. આજે રાત્રે હું તેને ઠેકાણે લાવી દઈશ. આજે તારે જાગવાની જરૂર નથી, હું જાગીશ. બારણુ હું ઊઘાડીશ. તું નીરાંતે સૂઈ જજે. મને ખબર નહિં કે વાત આટલી હદ સુધી પહોંચી છે. ઠીક હવે તેની વાત !” ઓર એક દાવ ખેલીયેજી, કયા ડેર હોતી હૈ? અબી તે બાર હી બજા હૈ. નસા ઉતર ગયા છે તે લીજીએ લહેજત જરા શરાબકી જનાબ !” એમ કહી એક ખેલાડીએ શિવભૂતિને જૂગારના રંગમાં લીધે. મદિરાની મસ્તીમાં ચડા. ઘરનું ભાન ભૂલાવ્યું. રાતને દિવસ સમજાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48