________________
: ૮:
શિવભૂતિ : ભીડતા પહેલાં આપણે આપણી તાકાત તે જોવી જોઈએ ને !
ક્યાં આપણે મુઠીભર માણસો ને કયાં તે તેની પાસે નવનવી જાતના શસ્ત્રો છે. શું જાણી જોઈને ત્યાં મરવા જવું?” સૈનિકે એ સૂચવ્યું.
“તમારી આવી સત્વહીન વાતો મને પસંદ નથી. હું તે સાંભળવા માગતા નથી. આપણે ઓછાં છીએ, આપણી પાસે સાધન નથી, બળ નથી વગેરે નિર્માલ્ય વાત છે. માથાભારે એક માણસ હજારેને ભારે પડે છે માટે તૈયાર થઈ જાવ, આપણે બનેને જીતીશું. ચાલે કૂચ કરે.” શિવભૂતિએ પડકાયું.
સૈનિકોએ વળી પૂછ્યું કે “તમે કહે છે પણ તે બને કેવી રીતે? વિચાર કરીને પગલું ભરીએ તે પાછું ફરવું ન પડે. સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. એટલે એક સાથે બનને મથુરાને જીતવી એ. અશકય છે.”
“ તમારી વ્યવહારુ વાતે તમારી પાસે રહેવા દ્યો. મારે તેનું કામ નથી. જાવ તમે નાની મથુરા તરફ પ્રયાણ કરે. હું પાંડુમથુરા જઉં છું.” શિવભૂતિએ સ્પષ્ટ સંભળાવી દીધું મેં સૈન્ય આગળ વધ્યું.
પાંડુ મથુરા પહાડી પ્રદેશમાં વસી હતી. શિવભૂતિએ તે પ્રદેશને તપાસી લીધો ને એક વિકટ સ્થળે પિતાને અો જમાવ્યા. ધીરે ધીરે લાગ જોઈને તે મથુરાની આસપાસના પ્રદેશને વશ કરતે ગયે. લૂંટ કરી. ધાડ પાડી સબળ બનતે ચાલે. આ કામ તે એવી રીતે કરતે કે મથુરામાં તેની જાણ ગંભીરપણે પહોંચતી નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com