Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ મથુરાને વિજય ને સ્વચ્છજતા : પિતાના બળ ઉપર મુસ્તાક થયેલી મથુરા પ્રમાદમાં પડી હતી. અનેક શત્રુઓને પાછા પાડ્યા બદલ મથુરાના સૈનિકો મદમસ્ત બન્યા હતા. વિજયના ઘેનમાં ડોલતી મથુરા નિશ્ચિત્તપણે એશઆરામમાં મશગૂલ હતી. શિવભૂતિએ આ સર્વ જાણી લીધું. એકદા અવસર જોઈને તે ચેડા સૈન્ય સાથે મથુરા ઉપર ત્રાટક્ય. અચાનક હલ્લાથી મથુરાના કુશલ લડવૈયાઓ પણ ગભરાઈ ગયા. સૈન્યમાં નાસભાગ થવા લાગી. મરણીયા બનેલા શિવભૂતિએ સહેલાઈથી મથુરાને કબજે મેળવિજય વરી, સત્તા સ્થાપી, તે રથવીરપુર તરફ પાછા વળે. રથવીરપુરના રાજાએ શિવભૂતિના આ પરાક્રમની વાત સાંભળી ત્યારે તે ખૂબ ખુશ થયે. મેટી મથુરા-પાંડુ મથુરા પોતાના કબજામાં આવશે તે તો તેણે સ્વમામાં ય નહોતું ધાર્યું. તે કાર્ય સહેલાઈથી પતાવીને આવેલ શિવભૂતિને રાજાએ આડમ્બરપૂર્વક પુરપ્રવેશ કરાવ્યે, ખૂબ સન્માનથી નવાજ્ય. મેટે ઈલ્કાબ અને કહ્યું : શિવભૂતિ ! તારી આ બહાદુરી ને કાર્યકુશલતાથી હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તું જે જોઈએ તે માંગી લે, તારે જે ઈચ્છા હોય તે આપવા હું ખુશ છું.” “મહારાજ ! આપની કૃપાદૃષ્ટિ એ મારે મન સર્વસ્વ છે. બાકી મારા આ વિજયની પ્રાપ્તિ મને મળે ને હું સ્વસ્થપણે-સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરી શકું. મારી પ્રવૃત્તિમાં મને કઈ કટેક ન કરે એટલું આપ કરે, એ જ મારી ઈરછા છે” શિવભૂતિએ પિતાની ઈચ્છા જણાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48