________________
મયુરને વિજય ને સ્વછન્દતા :
:
૭ :
મહત્વાકાંક્ષા જબરી હતી. તેની રાજ્યવિસ્તાર વધારવાની તીવ્ર અભિલાષાને કારણે આજુબાજુના સીમાડાના રાજાઓ સાવધાન રહેતા. અવારનવાર નાના મોટા યુદ્ધો ચાલુ જ રહેતા. સહસ્ત્રમ શિવભૂતિ જે સાહસિક દ્ધો મળ્યા પછી રાજાની આકાંક્ષા વિશેષ સતેજ બની હતી.
એકદા તે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે “જાવ, મથુરા ઉપર ચઢાઈ કરે” સૈનિકોએ તૈયારી કરી મથુરાના વિજય માટે પ્રયાણ કર્યું. અમુક દૂર ગયા પછી સર્વે અટકી ગયા ને વિચાર કરવા લાગ્યા કે “કઈ મથુરા જીતવી ?”
એકે કહ્યું– અહિં નજીકમાં નાની મથુરા છે, તેના ઉપર હલ્લો કરીએ; કારણ કે મહારાજાએ સામાન્યપણે મથુરા જીતવાનું કહ્યું છે. અમુક જ મથુરા એવું સ્પષ્ટીકરણ કર્યું નથી.
બીજાએ કહ્યું- સાચી વાત છે. પાંડુ મથુરા જીતવી સહેલી નથી. ત્યાંનું સૈન્ય બળવાન અને કેળવાયેલું છે. આ નાની મથુરામાં ફાવશું તે પછી ત્યાંને વિચાર!
એ પ્રમાણે વિચાર ચાલતું હતું ત્યાં શિવભૂતિએ આવીને કહ્યું કે-“કેમ અટકી ગયા છે? શું વિચાર કરે છે?”
સૈનિકોએ જણાવ્યું—“મથુરા જીતવા નિકળ્યા છીએ તે કઈ મથુરા જીતવી તેની વાત ચાલે છે. એક સાથે બે તે જીતી શકાય નહિં. તેમાં પણ પાંડુ મથુરા જીતવી એ બાબાના ખેલ નથી, માટે નાની મથુરા તરફ જવાનું નક્કી કરીએ છીએ.”
તમે એવા નિલ વિચાર કેમ કરે છે? માણસ ધારે તે કરી શકે છે. આપણે પાંડુમથુરાને કેમ પહોંચી ન શકીએ?” શિવભૂતિએ જણાવ્યું.
“તમારું કહેવું બરાબર છે પણ બળીયા સાથે બાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com