________________
પિતૃવનપરીક્ષાઃ આકારવાળા તે ટોળામાં એક યુવતી છાતી ફૂટતી હતી ને બેફાટ રૂદન કરતી હતી. તેનું માથું ખુલ્યું હતું, તેના લાંબા લાંબા વાળ ઠેઠ પાની સુધી પહોંચ્યા હતા. તેના શરીર પર બારીક વસ્ત્ર હતા. રોઈ રેઈને તેની આંખો સૂઝી ગઈ હતી. કેઈ બચા-કઈ બચાવે એમ તે બૂમ પાડતી હતી.
પ્રથમ તો આ કુંડાળામાં બેઠેલા માણસે તે ટેળાને આ સ્ત્રીને છોડી દેવા કહ્યું ને તેને રાજી કરવા માટે માંસ મદિરા આપવા માટે સૂચવ્યું.
ટેળું પણ આનંદમાં આવી ગયું. તાળી પાડવા લાગ્યું. તેણે માંસ મદિરા આપ્યા. ટેળાએ તે લઈ લીધા પણ સ્ત્રીને છોડી નહિં. - કુંડાળામાં રહેલે માણસ ક્રોધે ભરાયે. તેણે ત્રાડ પાડી
એક બરછીને ઘા તે ટોળા તરફ કર્યો. જેના હાથમાં સ્ત્રી | હતી તેના તરફ તે બરછી આવી. તે ખસી ગયે છતાં તેના
હાથે જરી ઈજા થઈ ને હાથમાંથી સ્ત્રી છૂટી ગઈ. સ્ત્રી ધબ દઈને નીચે પડી ને પડતાંની સાથે ભડકે થઈ ગઈ. ટેળું વિખરાઈ ગયું.
ઘણો સમય ગયે છતાં તે ચારે તરફ ચકોર નજર ફેરવતે ટટ્ટાર બેઠે હતે. ફરી એ કાળા આકારે ન આવે તે માટે કુંડાળાની ફરતું કાંઇક છાંટી, કાંઈક જાપ ગણું તે સ્વસ્થ થયે.
એમ કરતા મધ્ય રાત્રિ વીતી ગઈ. આકાશમાં અશ્વિની નક્ષત્ર પણ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યું. “ પાછલી રાતે પિશાચનું બળ ઘટી જાય છે” એ કથનના સંસ્કારે તેણે શાન્તિ અનુભવી. તેને લાગ્યું હવે કઈ આ તરફ ફરકશે નહિં. અત્યાર સુધીના શ્રમથી તે પણ ભૂખે થયું હતું. બળિ દેતાં વધ્યું હતું તે તેણે આરોગ્ય ને સ્વસ્થ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com