________________
પિવનપરીક્ષા : ચતુર્દશીના તિમિરને લાભ લેવા ભૂત-પ્રેત-વ્યક્તો પણ ચાલી નીકળ્યા હતા.
દિવસે પણ ભયજનક એવા એક સ્મશાનમાં સંભળાતું કે રાત્રિએ ત્યાં ભૂતે ભમે છે, પિશાચો રાસ રમે છે ને માનવને ભરખી જાય છે. એ જ સ્મશાનના શૂન્ય માર્ગે એક કાળા માથાને માનવી એકલો ચાલી નીકળે છે. તે પણ દિવસે નહિ, રાતે. તેની સાથે પશુનું માંસ ને મદિરા છે. તેના કરમાં તી ધારવાળી તરવાર છે. મગજમાં મદની મસ્તી છે. ઘનઘેરાં લાલચોળ તેના લેકચન છે. કાળી ચૌદશની ભીષણ રાત તેને સમશાનમાં પસાર કરવાની છે. ભીતિ ને ભયના સામ્રાજ્યમાં રહીને તે બન્નેને ભગાડવાના છે. સ્મશાનમાં મધ્યરાત્રિએ, માતૃતર્પણ કરવાને તેને આદેશ મળેલ છે. ભૂત-પ્રેતોને બલિ આપી ખુશ કરવાને તેણે હુકમ ઉઠાવ્યું છે. . સાંજ પડીને તે ચાલી નીકળે. તેની ચાલવાની ઢબ એવી હતી કે તેને જોતાં જ ભલાભલા ગભરાઈ જાય. અનુક્રમે ચાલતાં ચાલતાં માર્ગ વટાવી તે નગરથી દૂર-સુદૂર જ્યાં ચકલું પણ ફરકતું ન હતું એવા સ્મશાનમાં આવી પહોંચે.
સ્મશાનની એક તરફ ખળખળ ખળખળ કરતી નદી વહી રહી હતી. તેને ઊછળતા પ્રવાહ આજુબાજુ વધેલા ઊંચા ઊંચા ભેખડો-નાની મોટી ખીણ-સ્મશાનની ભયંકરતામાં વધારે કરતા હતા. બીજી બાજુ ગાઢ જંગલ પથરાયેલ હતું.
તે સ્મશાનમાં આવી તેણે ચારે તરફ નજર ફેરવી. કેટલેક સ્થળે ચિતાઓ હજુ શાન્ત થઈ ન હતી. તેમાંથી વખતોવખત ભડકા થતા ને શમી જતા. હાડકા-ખેપરી વગેરે કુટવાના અવાજે વારંવાર થતા હતા. ત્યાં તેણે એક સ્થળ પસંદ કર્યું. કુંડાળું કાઢીને તેની મધ્યમાં તે બેઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com