________________
૧૫
જાણ, એ મહાવીરના સપૂત!
પણ યાદ રાખજે ! નૈતિક સંયમથી કમ્મર બરાબર કસીને જ આ માગે પ્રયાણ કરજે. સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગ્રતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપંથે વિહરજે!
વિજળીના ઝબકારા થાય કે વિપત્તિના વંટોળીયા વાય; બ્રહ્માંડના કાન ફાડી નાંખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગજનાઓ થાય; તેય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ, નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતાં પહેલાં એક ડગલું પણ માગથી ખસવું એ મહાપાપ છે. એ દિવ્ય સંદેશને ભૂલતો નહિ! વિશ્વમાં એવી કોઈ શકિત નથી જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે ! દુનિયામાં એવી કઈ વસ્તુ નથી, જે તને તારા માર્ગથી ભ્રષ્ટ કરે ! તારી ઉગ્ર તમન્ના જેઈ, પહાડ પણ તારા માગમાંથી ખસી જશે! તારી વિરાટ શક્તિ જોઈ સાગર પણ તને માગ આપશે! તારે દઢ સંકલ્પ જોઈ, સિંહ જેવા રાજાધિરાજે પણ ચરણમાં આળાટશે ને તારા અંગરક્ષક બનશે. આ કપના નથી, વાકપટુતા કે લેખન કળા નથી; પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે ! આવું બન્યું છે, બને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે! વિજયશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે !
આ માગમાં કાંટા પણ છે ને કીચડ પણ છે, કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખેંચી ન જવાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com