________________
વીરના સપૂત! તું મરવા માટે નથી જ પણ અમર બનવા માટે જ છે. અમર બનવા માટે તારા જીવનને ઉમદા હિસાબ દુનિયાને આપતે જા દાનવતાનું તાંડવ નૃત્ય કરતા જગતને માનવતામાં વિશ્વાતિ પમાડતો જા, માનવીના કાળમીંઢ હૈયા પર દિવ્ય પ્રેમ અને વિશ્વ વાત્સલ્યનાં છાંટણાં છાંટતે જા. માનવીનું ભાવી ઉજજવળ થાય એ માટે તારા જીવનને શુભ્ર પ્રકાશ ધરા પર પાથરતે જા. અવિશ્વાસુ વિશ્વના હૃદયમાં, સ્થાયી વિશ્વાસની સૌરભ મહેકાવતે જા. સ્વાર્થની પરાધીનતામાં જકડાયેલા માનવીને પરમાર્થની વાસ્તવિક આઝાદી અપાવતે જા. જીવનને અમર બનાવવાને આ જ અમેઘ અને અજોડ ઉપાય છે !
મારા અનન્તના પ્રવાસી મિત્ર ! તમે શાંતિ અને ગંભીરતાથી વિચાર કરે. તમે બહારથી સુંદર અને ભલા દેખાવાનો પ્રયત્ન કરો છો. પણ અંદર તમારું મન બેડેલ ને બૂરૂં હશે, તે બહારનો કૃત્રિમ દેખાવ શું કામ લાગવાને છે? જગતને કદાચ છેતરી શકશે, જગતની આંખમાં ધૂળ નાંખી શકશે; પણ સદા જાગૃત રહેતા તમારા જીવન-સાથી આત્મદેવને કેમ કરી છેતરી શકશે?એની આંખમાં ધૂળ કેવી રીતે નાંખશે? બોલે, મારા મિત્રો ! બોલે ! આત્મદેવ આગળ તે તમે નાન થઈ જવાના છે ! તે વખતે તમારી આંખમાં ધૂળ પડશે તેનું શું ?
ચન્દ્રપ્રભસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com