________________
૧૩.
જાગ, ઓ મહાવીરના સપૂત!
જેન મટી જન” બની જઈશ ! તારી શોભા આ બે. દિવ્ય પાંખોમાં જ છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી. છે!-તને ગગનવિહારી બનાવનારી છે! આ અહિંસા ને સત્યની પાંખોથી તું હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિને સંદેશ પાઠવી શકીશ. શાન્તિને દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તે સમજજે કે તું પંગુ છે, લંગડે છે. તારી આ બે પ્રિય પાંખો પ્રમાદથી રખે કપાઈ જાય ! માટે જાગૃત બન ! ઝોકાં ખાવાં છોડી દે! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુકિત નહિં મળે! મુકિત મેળવનાર શ્રી મહાવીરને તું યાદ કર. એણે કેવાં મહાન શુભ કાર્યો કર્યા હતાં ! જે–
જેણે ધર્યપૂર્વક નર-પિશાચને સામને કરી, ભયભીતને નિર્ભીક બનાવી અને માનવમાં રહેલી અખૂટ શક્તિને પર બતાવી મહાવીર પદ પ્રાપ્ત કર્યું હતું !
જેણે સાવચ્છરિક દાન દઈ, અઢળક સંપત્તિ વષવી અને દીન, હીન, અનાથ ને ગરીબેને યથાયોગ્ય દાનવડે સુખી બનાવી-દાનવીર પદ વિભૂષિત કર્યું હતું !
જેણે વિભથી છલકાતાં રાજમદિરને છોડી, પિતાના પ્યારા પ્રિયજનોથી વિખૂટા પડી અને મહામહને પરાજય કરી-ત્યાગવીર પદ સુભિત કર્યું હતું !
જેણે ગિરિકન્દરાઓમાં ધ્યાનમાન રહી, વાસનાઓને નાશ કરી અને ઇન્દ્રિય પર વિજય મેળવી-શૂરવીર પદ શેભાવ્યું હતું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com