________________
છે. જાગ, એ મહાવીરના સપત ! |
એ મહાવીરના સંતાન! જાગ ! ઊભું થઈ જા ! જરા આંખ ખોલીને જે ! તારી જ નજર સામે દીન, હીન, અનાથ ને ગરીબ માનવ અન્ન વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ રંક સુંદર અને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ આરોગી શકે? તારી બાજુમાં જ વસતાં તારાં ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું પણ વસ્ત્ર ન મળતું હોય, ત્યારે તું દયાવાન કહેવાતે, સુંદર વસ્ત્રોમાં સજજ બની મહાલી કેમ શકે? તારા જ ભાઈઓ વેર-ઝેર ને દ્વેષની મહાવાળામાં સળગતા હોય, ત્યારે તું વિલાસ ને વિનેદની માદક શય્યામાં કેમ પહઢી શકે? આ જોતાં તારું ખૂન આજે વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ તને નથી લાગતું? તું તારા પુનિત પિતા શ્રી મહાવીરના સિદ્ધાન્તને દ્રોહ તે નથી કરતે ને? તારા હાથે આવું કૂર પાપ થાય, એ હું ઇચ્છતું નથી. હું ઇચ્છું છું તારો અમર વિજયને !
કારણ કે તું જૈન છે! તારી પાસે બે પાંખે છેઃ અહિંસા અને સત્યની! આ બે પાંખ કપાઈ જતાં તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com