Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal
View full book text
________________
ભારતની એક વિરલ વિભૂતિ
૧૦
આચારમાં અહિંસા કેળવો. ધર્મના નામે હે માતા પશુઓનું રક્ષણ કરે. જાતિવાદના નામે ધિક્કારતા દલિત વર્ગને ઉદ્ધાર કરે, અહિંસા એ અમૃત છે. એનું તમે પાન જરૂર કરે ! તમે અમર બનશે. બીજાઓને એનું પાન કરાવે તે દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાને સંચાર થશે.”
આ પ્રેરણા–દાયક ઉદૂષણથી ભકતમાં જેમ આવ્યું. ચૈતન્યના ધબકારા થવા લાગ્યા. વિજળીની જેમ એમના જીવનમાં અનેકાન્તવાદ અને અહિંસાને પ્રવાહ વહેવા લા. દુરાગ્રહની ગાંઠે ગળવા લાગી. વૈમનસ્ય તે બળીને ખાખ થયું. નિબળે સબળ બન્યા. બીકણે બહાદૂર બન્યા મુડદાલે પણ મર્દ બન્યા. શું વાણુને વિરલ પ્રભાવ! આમ સાક્ષાત્કારની સિધ્ધિ દ્વારા જીવનમાં કઈ અલૌકિક સજનલીલા સજાતી ગઈ.
ત્યાંથી આ વિરલ વિભૂતિ વિહાર કર્યો. ગામડે ગામડે ફરી વળ્યા. ગામે ગામ માનવમહેરામણ ઉભરાતો ! એમના દર્શન અને ઉપદેશથી માન અને ભારત ભૂમિ પાવન થતી.
પૂરા ત્રણ દાયકાઓ સુધી અખંડ ઉપદેશનું ઝરણું વહાવી ભારતમાં શાન્તિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અહિંસાજળનું સિંચન કર્યું. સત્યના વૃક્ષે રેપ્યાં. અસ્તેયના ક્યારા બનાવ્યા. સંયમના છોડવાઓ પર સંતેષના અનેકવણું પુપિ વિકસી ઉઠયાં. આ ખંડેર ભારતને મેહક-નન્દનવનમાં ફેરવી નાખવાનું આ ભગીરથ કાર્ય, આ વિરલ વિભૂતિએ પિતાના જ વિદ્યમાન કાળમાં, અખંડ સાધનાઓદ્વારા કરી બતાવ્યું -એ ભારતનું અહેભાગ્ય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48