________________
‘હંસ ! તું દૂત તરીકે પૂરેપૂરો નિષ્ણાત નથી. તારે વાતાવરણ બધું જોવું જોઈએ, સ્થિતિ બધી માપી જોવી જોઈએ; પણ કોઈ તેજમાં અંજાવું ન જોઈએ, કોઈ રંગમાં રંગાવું ન જોઈએ. દૂતનો ધર્મ તો યોગીના ધર્મ જેવો છે.”
‘સાવ સાચી વાત છે, સ્વામી ! પણ કોઈક રંગ એવા હોય છે, કે મરજી હોય કે નામરજી, એમાં રંગાયા વગર રહેવાતું નથી. મહારાજ ! જ્યાં સાપ જન્મજાત સ્વભાવ વીસરી જાય, ત્યાં હું કોણ માત્ર ! માણસનું અંતઃકરણ તો સાપ પોતાનો કરતાં સારું છે ને ? રાજદૂતના શબ્દોમાં તીરની તીક્ષ્ણતા હતી. એ પણ કોઈ અજ્ઞાત દર્દનો દરદી બની ગયેલો લાગ્યો.
“હાં, પછી ?...' પટરાણી સુભદ્રાએ વાત જલદી પૂરી કરવાના ઇરાદાથી કહ્યું. રાણીના અંતરમાં તો અત્યારે અરીસાનો નિર્માતા, અદ્ભુત અરીસાભવન, એમાં પોતાની રૂપભરી દેહલતાનાં પ્રતિબિંબો ને મહારાજ ભરતદેવ સાથેની રંગવિલાસભરી રાત્રિઓ રમી રહી હતી ! વિલંબ અસહ્ય
હતો.
“પછી...' રાજદૂત જાણે વિસ્તૃત વાતને ફરી ખોજી રહ્યો. તૂટેલા તારને ફરી સાંધી રહ્યો, ‘ત્યાંનું વાતાવરણ ગ્રીષ્મઋતુમાં મીણ ગળી જાય એવું – મનના મેલ જાણે આપોઆપ ધોવાઈ જાય ! દૂત કોઈ વાત ન છૂપાવે, છુપાવે તો એનો ધર્મ જાય. હું મારી જ વાત કહું. જોકે એ વાત એવી છે, કે ચક્રવર્તી મહારાજ મને કદાચ આ દૂતના કાર્યધર્મથી જ દૂર કરે, છતાં સત્યવાદન એ પણ દૂતનો મોટો ધર્મ છે.
વેર-ઝેર ને મમત્વ નિખારી નાખતા એ વાતાવરણમાં હું મારા મનનું ધારણ ખોઈ બેઠો; વિચારવા લાગ્યો કે, હું અહીં શા માટે આવ્યો છું ? મારી વાત તો ઠીક, પણ આપના ૯૮ બળિયા બંધુઓ પણ, જેઓ રસ્તામાં અનેક પ્રકારની વીરત્વભરી વાતો કરતા હતા, નમતું ન આપવું એવો નિરધાર કરતા હતા, તેઓ પણ વીસરી ગયા કે અહીં શા માટે આવ્યા છીએ ! અમે બધા એક અનોખા જ વાતાવરણમાં વિહરી રહ્યા. અમે અરસપરસ કહેવા લાગ્યા કે અરે સાપ, વાઘ ને વીંછી અહીં લઢતાં નથી, તો માણસ માણસ લઢે-વઢે ખરો ! માણસ એનાથી ઊંચો કે નીચો ? અમો બધા ભગવાનની વાણી સાંભળવા ચાલ્યા કે રસ્તામાં અમને બ્રાહ્મીદેવી મળ્યાં !”
રાજદૂત હંસે થોડી વાર વિસામો લીધો. બહેન બ્રાહ્મી હાલમાં ત્યાં છે કે ” ચક્રવર્તીદેવે પ્રશ્ન કર્યો.
રાજદૂત હંસની વાત છે ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org