________________
અધીન નહિ એવા સહુ કોઈની ભીતિ રાખવી પડે. નીતિશાસ્ત્રમાં પારંગત સ્વામી પોતે પણ ક્યાં જાણતા નથી કે નાનો એવો રહી ગયેલો તીખારો આખા ગામને બાળે છે.' મહાઅમાત્યે કહ્યું.
મારો ભાઈ બાહુબલી તીખારો ? આગનો તણખો ? હીન ઉપમા આપી તમે !' ચક્રવર્તીએ મહાઅમાત્યની ઉપમાને નાપસંદ કરતાં કહ્યું.
જાણું છું, સ્વામી ! જાણું છું કે સ્વામીના બંધુવત્સલ હૃદયને મારા આ શબ્દોથી જરા ઠેસ લાગી. પણ મહારાજ ! બીજી ઉપમા આપું : પાણીના આખા બંધમાં રહેલું એક છિદ્ર ઘણી વાર આખા બંધને નષ્ટ કરી નાખે છે.' મારો ભાઈ મારું છિદ્ર ” વળી ચક્રવર્તીએ પ્રશ્ન કર્યો. એમના મનમાં એક વાવાઝોડું જાગ્યું હતું. વજ્ર જેવા મનને એ અસ્થિર બનાવી બેઠું હતું. સ્વામી ! એક બંધુવત્સલ ગૃહસ્થને શોભતી ને લાખોના પાલનહાર ચક્રવર્તીને અશોભતી આ કેવી સુકુમાર મનોદશા ! મહારાજ ! સંસારનો એક સામાન્ય માનવી પણ પોતાના ઘરની સલામતી માટે કેટલી કર્તવ્યપરાયણતા દાખવે છે ! કોઈ વાર એ પત્નીને દબાવે છે, કોઈ વાર પુત્રને, તો કોઈ વાર પુત્રવધૂને ! વખત કટોકટીનો આવે તો, કોઈ વાર પત્નીનો, પુત્રનો, પુત્રવધૂનો એ ત્યાગ પણ કરે છે. શું એ ત્યાગ વખતે એના અંતરમાં પ્રેમ નહિ હોય ? પણ મહારાજ ! સમાજધર્મ એવો કઠિન છે, અને એથીય કપરો છે રાજધર્મ. સ્વામી ! રાજધર્મના પાલનનો ખ્યાલ કરો ! સ્નેહના તંતુઓથી કર્તવ્યના માર્ગને રૂંધી ન નાખો. કાલે ઇતિહાસમાં એમ ન લખાવું જોઈએ કે ચક્રવર્તીનું મહાન સામ્રાજ્ય એક અંગત સ્નેહભાવથી નષ્ટ થયું. એક તરફ રાજના હજારો પ્રજાજનોની ભલાઈ છે, એક તરફ આપનો નિર્મળ સ્નેહતંતુ છે.' મહાઅમાત્યે જાણે ચક્રવતીને યુદ્ધ માટે સજ્જ કરવા માંડ્યા.
‘વારુ, વારુ મહાઅમાત્યજી ! રાજકાજમાં હવેથી મારા અંગત સ્નેહસંબંધો આડે નહિ લાવું. પણ જુઓ, પહેલાં બાહુબલીને પ્રેમથી સંદેશો પહોંચાડો, પછી ન સમજે તો જ આજ્ઞા આપો ! આજ્ઞા ન માને તો કઠોર દંડ માટે તૈયાર રહેવા હાકલ કરો ! પૂંછડે હાથીને નહિ અટકવા દઉં !” ચક્રવર્તીએ ઉત્સાહમાં આવીને કહ્યું.
સારું છે કે, મહાઅમાત્યજી સાથે છે’ મહાસેનાપતિ સુષેણે હવે વચ્ચે પોતાની વાત શરૂ કરી, ‘હું એકલો આવ્યો હોત તો સ્વામી એમ જ કહી દેત કે તને યુદ્ધભૂમિ વગર ને યુદ્ધ વગર ગમતું નથી; માટે આ વાત લઈને
વ્યક્તિ અને સમષ્ટિ * ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org