Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 274
________________ 09 VAVAVAVA આ ઐતિહાસિક નવલકથામાં લેખકે પ્રચલિત કથાવસ્તુઓને સામગ્રી તરીકે લઈને આધુનિક રીતિની નવલકથા સર્જી છે. ભગવાન ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિનાં પાત્રોનું અત્યંત પ્રભાવક આલેખન આ નવલકથાની એક વિશેષતા છે. એમાં પણ ભરત અને બાહુબલિ એ બંને ભાઈઓ વચ્ચેની સ્પર્ધાનું નિરૂપણ - 6 અત્યંત કલાત્મક રીતે કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યની આ પ્રસિદ્ધ કથા પરથી આચાર્ય શાલિભદ્રસૂરિએ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ” લખ્યો હતો અને એ ગુજરાતી સાહિત્યની પ્રથમકૃતિ તરીકે પ્રસિદ્ધ છે. એના વસ્તુને કથાસામગ્રી તરીકે લઈને લેખક દર્શાવે છે કે પ્રેમની સિદ્ધિ ત્યાગમાં છે. વિશ્વવિજય નહીં, પરંતુ આત્મવિજય મહત્ત્વનો છે. ગદ્યમાં કાવ્યાત્મકતાના ચમકારા દર્શાવતાં વર્ણનોમાં લેખકની કલમખીલી ઊઠી છે અને કથાનાં પાત્રોને આકર્ષક અને કલાત્મક રીતે મઢીને નવલકથામાં પ્રસ્તુત કર્યા છે. ISBN 978-81-89160-74-6 9l788189lli 6 07 46ll Jain Education International For Private & Personal use ons W alte library on

Loading...

Page Navigation
1 ... 272 273 274