Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 272
________________ તો ગુમાન આ રાજ પર? ના, ના, રાજ તો અહીં જ પડ્યું રહેવાનું છે.” તો આ સેના પર? ના રે ના, મોતના કીચડમાં જે પોતે પડેલી છે, તે મને શું તારશે? તો ગુમાન કોના પર ?' ' રે ભરત!” અને ભરતદેવ એ વીંટી સામે જોઈને વિચારમાં પડી ગયા. રંગભૂમિ પર કંઈક અવ્યવસ્થા થતી લાગી. થોડીએક શાંતિ પથરાઈ રહી, ત્યાં તો વળી ભરતદેવ બોલ્યા : બાહુબલ! તું ભરત-બાહુબલી પણ હું તો આત્મદ્રોહી ! મારું પ્રાયશ્ચિત્ત?’ અને થોડી વાર વળી એ સ્તબ્ધ બની બેઠા. ભરતદેવ વિચારમગ્ન બની ગયા. પ્રેક્ષકો વિમાસણમાં પડી ગયા : આ તે નાટક ચાલે છે કે નાટકનું નાટક ચાલી રહ્યું છે? હવે તો ખુદ બાહુબલ બનેલાં સુભદ્રાદેવી મૂંઝાઈ ગયાં રે ! આ તે કેવી ઘેલછા ! પણ ત્યાં તો આશ્ચર્યોનું પરમ આશ્ચર્ય બન્યું. અરીસાભવનના સહસ્રદીપકો ઝાંખા પડી જાય તેવું તેજ બધે પથરાઈ રહ્યું અને એ તેજ જાણે ભરતદેવની કાયામાંથી પ્રગટતું હોય તેમ લાગ્યું. વયોવૃદ્ધ મંત્રીશ્વર એકાએક ઊંચે સાદે બોલી ઊઠ્યા : યોગીઓને ભેંકાર જંગલની એકાંતમાં ને વર્ષોનાં તપ પછી લાધતી જ્ઞાનની મહાજ્યોતિ ભરતદેવને અરીસાભવનમાં ને તે પણ સંસારમાં રહેતાં છતાં લાધી. મહાજ્ઞાનીનો જય હો !” મહાજ્ઞાનીનો જય હો ! મેદની પોકારી ઊઠી. તે તો એક નાટકમાં જાણે બીજું નાટક નીરખી રહી ! પણ ત્યાં તો ચક્રવર્તીનાં કીમતી વસ્ત્રો અને બહુમૂલાં આભૂષણો તજીને ભરતદેવ અરીસાભવનના દરવાજે અડવાણે પગે ને ખુલ્લે મસ્તકે આવી ઊભા. યોગીઓની વાટ એ મારી વાટ !” ને ભરતદેવ બહાર નીકળ્યા. અરે ! આ તો નાટક હતું.” રાણી આગળ આવીને બોલ્યાં. એમણે હજી બાહુબલનો વેશ છાંડ્યો નહોતો. જીવનનાટક જ ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274