Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 273
________________ યુગોથી ભવનાટક ખેલતાં આવ્યાં, આજ એની પરિસમાપ્તિ કરવી છે, મહારાણી !' ને ભરતદેવ આગળ વધ્યા. માર્ગમાં આજીજીઓના પુલ, વિનતિના વિસામા અને આંસુના દરિયા ઊમટ્યા, પણ મહાજ્ઞાની ભરતદેવનો માર્ગ કોઈ ખાળી ન શક્યા. શોક ન કરશો. પૃથ્વી નિરાધાર રહેવાની નથી. બાકી સરોવર સુકાઈ જાય, તે પહેલાં હંસ ચાલ્યા જાય, એમાં જ હંસની શોભા છે.' ને પળ પહેલાંના ચક્રવર્તી અને અત્યારની પળના મહાભિખુ ભરતદેવ અયોધ્યાને સદાને માટે છોડી ચાલી નીકળ્યા ! ‘ઓ જાય ! ઓ જાય !” લોકો નીરખી રહ્યા. સંધ્યા સમયે સૂર્ય ક્ષીરસમુદ્રમાં અલોપ થાય તેમ એ અલોપ થઈ ગયા. મહાજ્ઞાનીના જ્ઞાનનાં તેજ પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યાં ! એમના અંતરની સુધા વસુંધરાને પરિપ્લાવિત કરી રહી ! ૨૫૮ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274