Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 271
________________ ‘બીજી વાત અમે ન સમજીએ. જરા અને મૃત્યુને તો ચક્રવર્તીય ન રોકી શકે.’ ‘તો એવા અશરણનું શરણ કોણ સ્વીકારે ? એવા નિર્બળને કોણ નાથ કહે ?” બાહુબલ સાફ જવાબ આપે છે. ‘વિદ્રોહીને કચડી નાખવા ખુદ ભરતદેવ સંગ્રામે સંચરશે. એમનું ચક્રરત્ન તો જોયું છે ને ?” ‘તમારું ચક્રરત્ન મૃત્યુચક્રથી તો ભયંકર નથી ને ?” બાહુબલ બોલ્યા, જે મૃત્યુથી ન ડરતા હોય એ તારા ચક્રરત્નથી શું ડરશે, ભલા આદમી ?’ ‘તો થઈ જાઓ હોશિયાર !’ ભરતદેવે કૂદકો મારીને રંગમંચ પર આવતાંની સાથે પડકાર કર્યો. ‘તો થઈ જાઓ હોશિયાર !' બાહુબલ બનેલાં સુભદ્રાદેવીએ કહ્યું. ‘હોશિયાર ! તૈયાર !’ ગગનમંડળમાં પડઘા પડ્યા. ને સાથે પ્રલયખંજરી બજાવતા ભરતદેવ રણભૂમિ પર ઘૂમવા લાગ્યા. ભયંકર ઘટાટોપ ! ભયંકર ગર્જના ! ભયંકર યુદ્ધ ! બે બળિયા બાંધવોએ દ્વંદ્વ યુદ્ધ આદર્યું. લડતાં લડતાં ભરતદેવના હાથમાંથી વેઢ નીકળી ગયો. રંગગૃહમાંથી પરિચારક દોડતો આવ્યો, પડદા પાછળ ઊભો રહી એ ધીમેથી કહેવા લાગ્યો : ‘સ્વામી ! આ વેઢ પહેરી લો !’ ‘શા માટે ?” દ્વંદ્વ યુદ્ધ કરતાં કરતાં ભરતદેવ પડદા સામે જોઈને બોલ્યા. ‘એના વગર અંગુલિ અસુંદર લાગે છે.’ પરિચા બોલ્યો. ‘એક વીંટી જતાં અંગુલિ અસુંદર લાગે છે ? એક અંગુલિ જતાં આખો દેહ અસુંદર લાગે છે ? અસુંદર દેહ ! રે ભરત ! તારું ગુમાન કઈ વાત પર ? ભરતદેવ યુદ્ધ કરતાં વિચારમાં પડી ગયા. જાણે અંત૨ના ને બાહ્યના બે મોરચા પર એ લડવા લાગ્યા. ‘આ હસ્ત પર ? એનાથી બુઢાપો જિતાશે ?” ભરતદેવે પોતાની જાતને જ પ્રશ્ન કર્યો, ને પોતે જ ઉત્તર આપ્યો :‘ ના રે! એ બિચારા તો બૂઢાપાને દેખી થરથર ધ્રૂજશે.’ ‘તો ગુમાન આ પગ પર ? શું એ મૃત્યુને સામા કદમે ખાળશે ?” ભરતદેવે ખુદને પ્રશ્ન કર્યો, ને ખુદે જવાબ વાળ્યો : ‘અરે ! મોતને દેખીને તો એનાથી ડગ પણ નહિ ભરાય.’ ૨૫૬ ૭ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274