Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 238
________________ કોણ છે, એ ? ‘હું પુષ્પધન્વા, બાહુબલનો પરમ સેવક. રાજત્યાગ પછી હું એમની પાછળ પાછળ ફરું છું. એ અહીં એક પર્વતની ઉપત્યકામાં ધ્યાનમાં બેસી ગયા છે. એમણે દિવસોથી ખાધું નથી, પીધું નથી, પહેર્યું નથી, હોઠ પણ ફફડાવ્યા નથી, નેત્ર પણ ખોલ્યાં નથી! એ બોલ્યા હતા, કે પુષ્યધન્વા ! મારા કદમ હવે મહાજ્ઞાનની પ્રાપ્તિ વિના આગળ નહિ વધે. કાં તો કાર્યસાધના થાય છે, કાં તો અહીં દેહ પડી જાય છે !” અરે, કોણ છે આ વર્તમાન કહેનાર ?” ચારેતરફથી સૂર ઊઠ્યા.” “એને ધન આપો, માણેક આપો. ગજ આપો !' ભાઈ ! તમારું ધન ને તમારા હીરામાણેક તમને મુબારક” પુષ્પધન્વા બોલ્યો : “મારે માટે તો કોઈ મારા સ્વામીને સમજાવી, એમનું ધ્યાન છોડાવી, ખાવાપીવા સમજાવે, એ જ ખરું ઇનામ છે. એ માને તો એમના વડીલ બંધુ ભરતદેવથી માને, એવા વિચારથી પ્રેરાઈને એમને શોધતો શોધતો હું અહીં આવ્યો છું.” ચાલ ભાઈ પુષ્પધન્વા ! અમને માર્ગ ચીંધ ! આજ ઘણે દિવસે અમારાં નેત્રોને સફળ કરીએ. સ્વાતિની ગેરહાજરીમાં ચાતક જેમ હોંશથી તરસ્યું રહે છે ને મેઘને પોકારે છે, એમ અમને ભૂખ-તરસ તો જરાય સતાવતી નથી. ઊલટી એ ભૂખ-તરસ અમને આશ્વાસનરૂપ છે, કે ભાઈ સાથે અમે પણ થોડો ભાગ પડાવીએ છીએ. એના નામના પોકારો અમારા અંતરમાંથી નિરંતર ઝર્યા કરે છે. રે ચાલ, જલદી બતાવ – કેવા છે અમારા ભાઈ ? ” ભરતદેવે આજે નાના ભાઈને માનથી સંબોધ્યો, ને આંખમાંથી નીકળતા અશ્રુજલથી પૃથ્વી પવિત્ર કરતા તેઓ આગળ વધ્યા. દુર્ગમ માર્ગ કાપતો, દુર્ગમ અટવીઓ વીંધતો, સંઘ આગળ વધ્યો. એક નદી ઓળંગી તેઓ એ વનપ્રદેશમાં પ્રવેશ્યા ! સિંહ અહીં હતા, વાઘ અહીં હતા, વનહસ્તી અહીં હતા, મૃગબાળ ને સસલાં પણ અહીં હતાં; છતાં ત્યાં નિગૂઢ શાંતિ પથરાયેલી હતી. સાપનાં યુગલો એક મોટા રાફડામાંથી નીકળીને ચારો ચરવા જતાં હતાં, પણ જાણે કોઈ પ્રેમરાજ્યનાં વસનારાં હોય તેમ બધાં વર્તતાં હતાં. ‘પેલું દેખાય રાફડા જેવું કંઈક ” ભાઈની શોધમાં ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274