Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 259
________________ વિદ્વાનો ! સંસારનો રંગ જ એવો છે કે દેડકાને પાણા વાગતા હોય ને છોકરાને આનંદ આવતો હોય ! શું કહું તમને મારા અંતરની હાલત ! નાના જાણે છે કે એમને જ હૈયાહોળી હોય છે. પણ ભૂલશો મા, કે નાનાને નાની હોળી હોય છે, મોટાને મોટી હોળી હોય છે.’ વિદ્યાસેવીઓ સમજ્યા કે આ રાજાનું રાજ માત્ર બાહ્ય જગત પર અવલંબેલું નથી. અંતરની દુનિયાને જીતી એ ત્યાં પણ આત્મિક શાસન પ્રવર્તાવવા મથી રહ્યા છે. તેઓએ કહ્યું : ‘આપ આજ્ઞા કરો ! અમે એનું પાલન કરીશું ! ભરતદેવે પ્રસન્ન થતાં કહ્યું : ‘જુઓ, આજીવિકા-ભારથી તમને મુક્ત કર્યા છે. પેટ વેઠ પણ કરાવે ને વેઠ કરવાનો કંટાળો આવે ત્યારે પાપ પણ કરાવે. એ બધાંથી તમારી મુક્તિ ! તમારે જ્યારે સમય મળે ત્યારે હું સાંભળી શકું એ રીતે નીચેનાં વાક્યો કહેવાં : હાર્યા છો આપ ! ભય વધ્યો છે આપને ! માટે જાતે બચો અને જગતને બચાવો !” વિદ્યા-તપથી જીવવાવાળા પુરુષો આ નવા પ્રકારની છડી અને નેકીથી આશ્ચર્ય પામી ગયા. વાહ રે જળકમળ ! વાહ રે આંતર જગતના રાજા ! ભરતદેવ આગળ બોલ્યા : ‘વિદ્યા-બ્રહ્મના તમે તપસ્વી ઉપાસકો, માહણ-બ્રાહ્મણ વર્ણ તમારો. રાજાને સદ્બોધ આપવાની ફરજ તમારી. રાજ પાસેથી આજીવિકા મેળવવાનો હક તમારો ! ફ૨જ અને હક એકબીજાથી અભિન્ન છે, એ ભૂલશો નહિ.’ રાજા ભરતદેવ આટલું બોલીને શાંત થઈ ગયા. બધા તેમના મુખ સામે તાકીને બેસી રહ્યા, પણ બોલે કોણ ? બોલે એ બીજા ! થોડી વારે સહુ પેલી ત્રિસૂત્રી બોલતાં વિદાય થયાં : હાર્યા છો આપ ! ભય વધ્યો છે આપને ! માટે જાતે બચો અને જગતને બચાવો !” બધા આ અવાજ સાથે વિસર્જન થયા. પણ એ ત્રિસૂત્રી સાંભળી અન્યમનસ્ક બનેલા ભરતદેવ જાગ્રત થયા. તેઓ પણ રાજભવનને પાછલે ૨૪૪ ૨ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274