Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 268
________________ ૩૭ જીવનનાટક રંગભવનનો પડદો ઊંચકાયો. દશ્યમાં અયોધ્યાની વિખ્યાત આયુધશાળા દેખાણી. સામે ચક્ર-રત્ન પડ્યું હતું. ભરતદેવની પ્રચંડ કાયા શસ્ત્ર-રત્નોની પૂજા કરતી દેખાઈ ! બધેથી વાહ વાહના સ્વરો ઊડ્યા. તેજનું એક વર્તુલ ભરતદેવના મસ્તકની ચારેતરફ ઘૂમતું દેખાતું હતું. પાંચસો શૂરા સામંતો ઘૂંટણિયે પડ્યા હતા, ધીમું ધીમું સંગ્રામગીત ગાઈ રહ્યા હતા. એ ચક્રરત્નના ઉપાસકો હતા. ભરતદેવ સંગ્રામે સંચરતા હતા. ભગવાન ઋષભદેવે યુદ્ધે ચઢતા રાજવી માટે એક મર્યાદા બાંધી હતી: . ત્રણ દિવસનું શુદ્ધિવ્રત અને ત્રણ દિવસ-રાતનું એકાંતસેવન ! અન્નજળનો સર્વથા ત્યાગ ! રાજકથા અને સ્ત્રીકથાનો સર્વથા ત્યાગ ! આજ ચોથા દિવસનું પ્રભાત હતું! શુદ્ધિ-વ્રતની સમાપ્તિના સૂરો હવામાં ગુંજતા હતા. સુંદર દાસદાસીઓ અન્નનાં ને પેયનાં પાત્રો લઈ ખડાં હતાં. ધીમા ધીમા શંખનાદ સાથે ભરતદેવે પારણું કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274