Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 266
________________ આજે અમે એ મન ભરીને જોયું.’ બકુલ ખેડૂત સાથે આવેલા ગ્રામજનોએ કહ્યું. સંસારમાં જેને માથે પડી એ વેઠે. મેં તો મહારાજ, ઊંચી નજર પણ કરી નથી, ’ બકુલ બોલ્યો. એને બોલતાં બોલતાં ફરી પરસેવો આવી ગયો. “મને તો જીવની પડી હતી.' ‘અરે ભલા માણસ ! ત્યારે તેં તો ની૨ખવા જેવું નીરખ્યું નહિ, ને ચાખવા જેવું ચાખ્યું નહિ, કેવી કેવી મેવામીઠાઈની દુકાનો ને કેવી કેવી નૃત્ય-સંગીતની શાળાઓ વચ્ચે આવતી હતી !’ ભરતદેવે કહ્યું. ‘મહારાજ ! જ્યારે માણસને માથે મોત તોળાઈ રહ્યું હોય, ત્યારે જોવાના કે ચાખવાના કોઈ શોખ એને રહેતા નથી. આખે રસ્તે આડુંઅવળું જોયા વિના હું ચાલ્યો. મને કોઈનું હસવું-૨મવું કંઈ પ્રિય ન લાગ્યું. આટલી ક્ષણોમાં તો હું અડધો થઈ ગયો. કશી વાત પર મારું લક્ષ જ નહોતું; મારું લક્ષ માત્ર તેલના ટીપા પર હતું.' બકુલ બોલ્યો. બકુલ ! તેં મને પ્રશ્ન કર્યો હતો, એનો જવાબ તને આજે તારા જ મુખેથી મળી ગયો. તને જેમ જીવની પડી હતી, એમ મને આત્માની પડી છે. તેલનું ટીપું પડવાથી જેમ તું ડરતો હતો, એમ મોજશોખથી હું ડરું છું. તારી નજર સામે તારું મોત હતું, અને તેથી તું સ્વકર્તવ્યમાં નિશ્વલ હતો, એમ મારી સામે પણ સદાકાળ મારું મૃત્યુ છે, એટલે રાજા થવા છતાં યોગીનો સંયમ અને સાધુની સમાધિ હું ચૂકી શકતો નથી ! આ બધું મારું મારું કહું છું, પણ મારું કાંઈ નથી, એ હું સમજું છું.’ વાહ રે ધર્માત્મા રાજવી ! તમે અમને બરાબર સમજાવ્યું. તમે જળમાં કમળ જેવા છો. તમે તો ખરેખર સાધુ પુરુષ છો.’ બકુલ અને તેના તમામ સાથીદારો ઊભા થઈને ભરતદેવના ચરણમાં નમી પડ્યા. ‘ તમે સાધુ છો, એનાથી વિશેષ યોગી છો !’ આ વખતે પાછળનાં દ્વારમાંથી મહારાણી સુભદ્રાએ પ્રવેશ કર્યો અને સભાએ સંબોધતાં કહ્યું : ‘સમસ્ત રાજસભાને આજે મારે એક ખુશખબર આપવાની છે. આજે ભરતનાટ્યમ છે. ચક્રવર્તીદેવે પોતે અભિનય કરવાનું સ્વીકાર્યું છે. ઘણી મહેનત અને ઘણા સમયે આ પ્રસંગ હાથ આવ્યો છે. યથાયોગ્ય સમયે અરીસાભવનના નાટ્યગૃહમાં હાજર રહેવાનું રાજ્સભા ન ચૂકે. બકુલ આદિ ખેડૂતવર્ગને પણ અમારું આમંત્રણ છે.’ તેલનું ટીપું * ૨૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274