Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 264
________________ ૩૬ તેલનું ટીપું ખેડુ-સંઘ નવું નવું જોતો અયોધ્યાના રાજદરવાજે પહોંચ્યો, ત્યાં તો એક પહેરેગીર સામેથી આવ્યો અને બોલ્યો, ‘ભરતદેવને મળ્યા હતા એ ખેડૂત બકુલભાઈ ક્યાં છે ?’ ‘આ રહ્યો, ભાઈ !’ ખેડૂત બકુલ હોંશભર્યો આગળ આવીને બોલ્યો. એના હૃદયમાં ચક્રવર્તી જેવા ચક્રવર્તીએ પોતાને યાદ કર્યો, એનો ગર્વ હતો. ‘લો આ તેલનું કચોળું.' પહેરેગીરે કહ્યું, ને તેલથી છલોછલ કચોળું બકુલના હાથમાં આપ્યું ! ‘અરે ભાઈ ! જરા ધીરે. જો કચોળું જરા પણ હાલશે, તો છલોછલ ભરાયેલું તેલ ઢોળાશે. તેલ સુગંધી છે, પણ અમે કંઈ તેલ લેવા કે ઇનામ લેવા આવ્યા નથી; અમારી પાસે પ્રકૃતિમાતાનું આપેલું બધું જ છે. અમે તો નવરંગી અયોધ્યા જોવા ને જોગી જેવા ભોગી અયોધ્યાપતિનાં દર્શને આવ્યા છીએ.’ ખેડૂત બોલ્યો. ‘ઢોળાય કેમ ?’ પહેરેગીરે જરા કરડો ચહેરો કરીને કહ્યું, ચક્રવર્તી દેવનો હુકમ છે, કે બે હાથમાં કચોળું પકડીને તમારે દરબારમાં આવવું. પછી દર્શન મળશે, મારગમાં એક ટીપું પણ નીચે પડ્યું તો તમારી ગરદન છે, અને મારી તલવાર છે. કચોળામાંથી એક ટીપું પણ તેલ ઢોળાય કે વગર પૂછ્યગાડ્યે ધડ પરથી મસ્તક અલગ કરવાનો મને ચક્રવર્તી દેવનો હુકમ છે ! ‘અરે ભાઈ ! આના કરતાં તો અમે અમારે ઘેર શું ખોટા હતા ?૨હી તમારી અયોધ્યા, અને રહ્યા તમારા ચક્રવર્તી !’ ખેડૂત બકુલ ગળગળો થઈ ગયો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274