Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
પોતે બાહુબલનો સ્વાંગ ધારણ કરતા. મહામંત્રીને ભરતદેવ બનાવતા.
શું સુંદર સંવાદો ને શું અભિનય? જ્યેષ્ઠ તે શ્રેષ્ઠ કે શ્રેષ્ઠ તે જ્યેષ્ઠ-આ પ્રશ્ન પર અતિ ગંભીર ચર્ચા જામતી. આ સંવાદો આવતા ત્યારે પ્રેક્ષકગણ ડોલી ઊઠતો, વાહ વાહ કરી ઊઠતો. બાહુબલનું પાત્ર ભજવતા ભરતદેવ જ્યારે ઠરાવતા કે શ્રેષ્ઠ એ જ જ્યેષ્ઠ ત્યારે તો લોકો ભરતદેવના ચરણ ચૂમવા દોડતા.
આખરે બાહુબલ રાજપાટ આપીને વનમાં ચાલ્યા જતા. ભરતદેવ એ શાપિત લક્ષ્મી પર બેસી ફુલાતા ફરતા. અને એ રીતે નાટક પૂરું થતું.
પ્રેક્ષકો બાહુબલની વાહવાહ કરતા, ભરતદેવને ઉપાલંભ આપતા, એને માટે કંઈ કંઈ કઠોર વચન બોલતા અને બાહુબલનો વેષ ભજવતા ભરતદેવને ઊંચકીને જય જય બોલાવતા.
બાહુબલનો વેશ ભરતદેવ એટલો તાદશ ભજવતા કે અજાણ્યો માણસ ભુલાવામાં પડી જતો. એ જ ઘનશ્યામ વર્ણ, એ જ હરણની આંખો જેવાં મોટાં નયન, એ જ વજમુષ્ટિ અને એ જ એની મધુઝરતી ભાષા.
પણ આ નાટક એક દિવસ એકાએક થંભાવી દેવું પડ્યું. પ્રેક્ષકો એ જોવાનો જ નિષેધ ભણવા લાગ્યા. તેઓએ કહ્યું,
“અમે આ રીતે ધર્માવતાર ભરતદેવની માનહાનિ નજરે નહિ નીરખી શકીએ. બાહુબલ જેટલા મહાન હતા, એટલા જ ભરતદેવ મહાન છે, એની અમને ખાતરી થઈ ગઈ છે. આ નાટક અમને આંખે ઊંધા પાટા બંધાવે છે. માત્ર ચક્ષના ભરોસે અમે ભૂલા નહિ પડીએ, હૃદય પણ કોઈ વસ્તુ છે. ભરતદેવના જેટલું મહાન હૈયું કોની પાસે છે? આ નાટક શું છે ? પોતાના દોષોને પોતાની જાતે જ ગાવાનો એક પ્રાયશ્ચિત્તનો પ્રકાર છે.
પ્રેક્ષકોની વાત સાચી હતી. ભરતદેવ પકડાઈ ગયા. એ પછી પોતાની આત્મનિંદા માટે રચેલું પોતાનું નાટક ભરતદેવ ન ભજવી શક્યા. તેઓને ભરી સભામાં કહેવું પડ્યું :
ખરેખર ! તમે સાચા છો. બાહુબલ થવા માટે તો હું અયોગ્ય છું જ, પણ એનો વેશ ભજવવાની પણ મારી લાયકાત નથી ! મારું જીવન ભારભૂત બન્યું છે. હવે ભાઈ મને મળે તો ....'
“અરે ! ભાઈ તો પર્વતની ઉપયકામાં તપ કરે છે ! પરિષદમાંથી એક અવાજ આવ્યો. ૨૨૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274