Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 252
________________ ને વનમાં વસતો વનેચર તારા કરતાં આગળ વધી જાય ! મોટાઈવાળું મન, જે આત્માને અડચણ કરનાર છે તેને તે વાર્યું નહિ. એ વાંદરિયું મન જ તને સમજાવી રહ્યું હતું ને તારો રાહ ખાળી રહ્યું હતું, કે તું મોટો, તારા ભાઈઓ નાના! “હું ના આ હાથીએ તને અજ્ઞાન-અંધકારની ગલીએ ગલીએ ભમાવ્યો, રે જોગી ! મહાયોગીની વિચાર-સરિતા શતમુખ વહી નીકળી : જન્મથી શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ કે કર્મથી શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ? મોટાભાઈ ભરતદેવના અહંકારને હણવા મેં પોતે આ મુદ્દો ઉઠાવ્યો; એ માટે આખા જગત પર યુદ્ધનો દાવાનળ જગાવ્યો; અને એ જ હુપદમાં હું ડૂલી ગયો ! આપકી લાપસી ને પરાઈ કુશકી જેવો ઘાટ મેં કર્યો ! ભરત જ્યેષ્ઠ હતો, એને મેં શ્રેષ્ઠ ન લેવો; ને હું જ્યેષ્ઠતાના અભિમાનમાં ડૂબી ગયો ! હુંપદના હાથી પર હું બેઠો નહિ. પણ હું ખુદ ગાંડો હાથી બની ગયો. મારી સાધ્વી બહેનો મને ખરેખર સત્ય કથન કહી ગઈ. મારા નાના અઠ્ઠાણું ભાઈઓ ભલે જન્મથી શ્રેષ્ઠ ન હોય, કર્મથી તો મારાથી શ્રેષ્ઠ છે. હું તો ઠોકર ખાઈને જાગ્યો, અને રાજઋદ્ધિ છાંડી, પણ તેઓએ તો પિતાના એક વચનમાત્રથી રાજઋદ્ધિ તૃણની જેમ ત્યાગી દીધી ! હું રાગી હતો ત્યારે એ ત્યાગી બન્યા. ભલે હું જ્યેષ્ઠ હોઉં, પણ એ મારાથી શ્રેષ્ઠ કર્યા. સંસારમાં જન્મનો મહિમા નથી, જ્ઞાનનો, સંયમનો, તપનો, ત્યાગનો જ મહિમા છે. પિતા-ભગવાન ઋષભદેવનો હું પરમ અનુરાગી હતો, પણ પિતાની સેવામાં હું કદી આસક્ત ન બન્યો. પિતૃસેવા કરતાં રાજસેવા મેં મહાન માની. આ રીતે પણ મારા નાનાભાઈઓ મારા કરતાં મોટા ઠર્યા. સૂરજના પ્રકાશમાં આત્મવિલોપન કરનાર તારાઓની કિંમત ભલે રતાંધળું જગત પૂરેપૂરી ન આંકે, પણ એ આત્મવિલોપન ખરેખર, અદ્ભુત છે. મારા પહેલાં એમણે સંન્યાસ સ્વીકાર્યો. મારી પહેલાં એ મુનિ બન્યા. ને મારી પહેલાં એ જ્ઞાની બન્યા. મારો જ્યેષ્ઠત્વનો દાવો એ શ્રેષ્ઠત્વ પાસે, સૂરજ પાસે અંધકાર નષ્ટ પામે તેમ, નષ્ટ થઈ જાય છે ! રે જીવ ! અલગ કર તારો એ અહંકાર ! ભસ્મ કરી નાખ એ અહંરૂપી અંતરાયને ! ચાલ, પગ ઉપાડ ! સત્,ચિતુ ને આનંદ ર૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274