Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 256
________________ ૩૪ જડભરત અયોધ્યાનાં ડહોળાયેલાં નીર આછરી ગયાં. ગઈગુજરી ભૂલી જવાનો જગતનો જૂનો સ્વભાવ છે. બાહુબલનો ભરત-બાહુબલી એક લોકકથા જેવો બની ગયો. તક્ષશિલાનું રાજ, દૂધમાં પાણી ભળી જાય એમ, અયોધ્યાના શાસનમાં ભળી ગયું. ભરતદેવનું શાસન હવે છયે ખંડમાં નવોદિત અરુણની જેમ પ્રકાશનું હતું. સબળ નિર્બળને સ્નેહથી સાથ આપતો થયો હતો. નિર્બળ સબળ થવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો. ભરતનું શાસન દંડમાં યમ જેવું, ન્યાયમાં વરુણ જેવું ને એશ્વર્યમાં ઇંદ્ર જેવું હતું. દશે દિશાઓમાં ભરતશાસનની જયપતાકા લહેરાતી હતી. ભરતદેવના પ્રતાપ પાસે દેવ, રાક્ષસ કે યક્ષ પણ માથું નમાવતા હતા. રાય કે રંક, શ્રીમંત કે ગરીબ, સુખી કે દુઃખી સહુનો આધાર એ શાસન હતું. આ એવું ન્યાયશાસન હતું, કે અનાથને એનાથતા ન લાગતી, અપંગને અપંગતા ન સાલતી, ભિક્ષુકને ભિક્ષા ભિક્ષા ન લાગતી. આ શાસનમાં બાળકો માબાપના પ્રેમને ભૂલી ગયાં હતાં, ને સૌભાગ્યવતી સ્વામીની સનાથતાને વીસરી ગઈ હતી. રાજા તો અંતરનો સ્વામી ! રાજ તો જીવનની દોલત ! આકાશના દેવની સહાય કરતાં પૃથ્વીના રાજા ભરતદેવની સહાયમાં લોકોને વધુ શ્રદ્ધા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274