Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 255
________________ તેઓએ બાહુબલને આવતો જોયો, ને મીઠી વાણીમાં એ બોલ્યા : “મહાયોગી, મહાજ્ઞાની બાહુબલ આવે છે. આત્મપ્રકાશના અમર શિખર પર એ બિરાજમાન થયા છે. પૂર્ણેન્દુ જેવું પૂર્ણજ્ઞાન એ મહાયોગીને પ્રગટી ગયું છે. એવું ન બને કે અહીં આવી સહુ મુનિગણોને એ વંદે ને મુનિગણ અવિનયી ઠરે !' પ્રભુની વાણી સાંભળતા જ મુનિગણ ઊભો થયો, ને સામે ચાલ્યો. જય હો જ્ઞાનીનો ! જય હો અમલ-જ્યોતિનો !” અને બાહુબલ સમીપ આવી પોતાના નાના ભાઈઓને વંદન માટે ઝૂકે, એ પહેલાં તો સહુએ દોડીને એમને પકડી લીધા ને બોલ્યાં : જોજો, મહાભાગ ! અમને વંદન કરી પાપભાગ બનાવતા નહિ ! જય હો અલખ જ્યોતિનો ! જય હો સત, ચિત, આનંદનો !” ૨૪ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274