Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
થીજીને થાંભલા થયેલા તારા જડ પગને આત્મચેતનથી હાકલ કર ! ચાલ, ઉઠાવ કદમ !
સ્થિર થઈને સૂકી કાષ્ઠ-લતા જેવા બનેલા તારા હસ્તને અંજલિ રચવાની આજ્ઞા કર !
અને ગર્વથી તુંડ તારા શિરને ભૂમિસરનું પ્રણિપાત કરવા કોમળ બનાવ ! સંસારમાં જ્યેષ્ઠની કિંમત નથી, શ્રેષ્ઠની જ કિંમત છે.
પણ રે જ્ઞાની ! થંભાવી દે બે ક્ષણ તારી દેહને ! દેહ તો બાહ્ય વસ્તુ છે. તારા અંતરના નિરહંકારી મનથી અહીં બેઠાં જ તારા બંધુઓને નમસ્કાર કરી લે !
જોગીએ મન-મસ્તક નમાવ્યું: “શિરસા વંદે મુનિવરમું !”
મહાયોગીએ યોગમાં ને યોગમાં પોતાના લઘુ બંધુઓને નમસ્કાર કર્યા, ને કહ્યું:
બીજાને પ્રકાશ કરનારો હું ખરેખર અંધકારમાં અટવાયો હતો. તે જ્ઞાની, બાની, તપસ્વી બાંધવો ! તમારો ભાઈ તમને મનસા, વસા, કર્મણા વંદે છે, ને તમારાં જ્ઞાનની, તમારા તપની અવહેલના કરવા બદલ તમારી ક્ષમા યાચે છે. ક્ષમા આપશો ને શ્રેષ્ઠ એવા હે બંધુઓ ! આ જ્યેષ્ઠ એવા તમારા બાંધવને ? નમસ્તુભ્ય, નમસ્તસ્યું.”
વાહ, માનસિક પ્રણામની સાથે જાણે મહાયોગીના અંતરમાંથી અત્યાર સુધી પથરાયેલો અંધકારનો પડછાયો દૂર થઈ ગયો!
પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશ ! સુગંધ, સુગંધ ને સુગંધ ! હર્ષ, હર્ષ અને હર્ષ ! ધન્ય ધન્ય રે બાહુબલ ! તારા આત્માને તેં તારા આત્માથી જ તાર્યો.
પૃથ્વી, પાણી ને પવનમાં નવો પરિવર્ત આવ્યો. દિશાઓ દર્પણ જેવી સ્વચ્છ બની ગઈ ! પંખીઓએ ચણ છોડી દીધી. ને ટહુકવા માંડ્યું. પ્રાણીઓએ વૃક્ષની છાયા તજી યોગીના ચરણમાં આશ્રય લીધો.
રે ! આ સૃષ્ટિમાં આનંદની ઋતુ ક્યાંથી આવી? વસંત હતી, પણ આવી બહાર કદી નીરખી નહોતી.
મહાયોગીએ કદમ ઉઠાવ્યા. ૨૩૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274