Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 248
________________ - ૩૩ સત, ચિત્ ને આનંદ ગ્રાખનો મહિનો અગ્નિની વરાળો નાખતો હતો, પણ બંને બહેનોને અંતરની ઉષ્મા પાસે એ વરાળો જાણે શીતળ લાગતી હતી. માર્ગ કઠિન હતો, પણ અંતરના ભાવોની કઠિનતામાં એ સરળ લાગતો હતો. ઓ દેખાય પોતાનો વહાલસોયો વીરો ! પહાડ જેવી પડછંદ કાયા ! સૂર્યબિંબ જેવું મોટું મોં! લાંબી લાંબી ભોગળ જેવી ભુજાઓ! એ બધું કંઈ અછાનું રહે? આમ કરતી કરતી આ બહેનો લાંબી ખેપ પૂરી કરીને આખરે મહાયોગીની પાસે પહોંચી ગઈ. વાહ ! એ મહાયોગીની સમીપ જતાં વાતાવરણ જ પલટાઈ જતું લાગ્યું. હવામાં સુગંધ લાગી; ગ્રીષ્મમાં વસંતનો આલાદ ભાસ્યો. એક છેડેથી બીજે છેડે પ્રેમની હવા વહેવા લાગી. ત્યાં વસતા સિંહ, વ્યાઘ, સર્પ, કપોત, મૃગ બધાં પ્રેમની દુનિયાનાં પ્રાણી લાગ્યાં ! મહાયોગીની આ સહજ સિદ્ધિ બંને સાધ્વી-બહેનો વંદી રહી, નમી રહી, અશ્રુજળ અભિષેક કરી રહી. પણ બોલે શું ? આવા જ્ઞાનીને સમજાવે શું? બંનેનાં મુખમાંથી સંગીતની એક પંક્તિ સરી ગઈ : “વીરા મોરા ! ગજ થકી ઊતરો !” જંગલમાં આ શબ્દોના પડઘા પડ્યા. તપસ્વી બાહુબલ તો અડોલ ઊભા છે. વસંતના વાયરા એમને સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274