Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 245
________________ રે વિદુષી ! ભૂલી ગઈ કે પહાડ જેવા દેહની કે પહાડ જેવા દેહકષ્ટની આત્મા પાસે કંઈ કિંમત નથી. તરણા જેવા મનનાં જ મૂલ્ય છે. મનમાં જ્યાં સુધી અહંના સંસ્કાર હોય, ત્યાં સુધી માટીના લેપવાળા તુંબડાની જેમ એ ઉપર કેમ કરી આવે ?” મારા ભાઈને અહં જેવું કશું રહ્યું નથી.” સુંદરી બોલી. હાસ્તો બાહુબલે, રાજ છોડ્યા વમન કરેલા અન્નની જેમ, પછી એની સામે પણ જોયું નથી.” સુંદરી બ્રાહ્મીના ટેકામાં બોલી. તારી આંખે જે દેખે છે, એ કહે છે ને ? પ્રાકૃત નજરમાં ભાસતું સત્ય કેટલીક વાર અસત્ય હોય છે. એ માટે પૂર્ણ જ્ઞાનની અપેક્ષા છે – ભગવાને ભગવાન થોડી વાર થોભ્યા, ને વળી બોલ્યા : પાતાળનાં પડ ભેદીને આવેલું પાણી, જેમ કૂવાના નમાલા ઢાંકણથી રોકાઈ જાય તેમ બન્યું છે. ભારતના અહંકારને તોડવા બાહુબલ મેદાને પડ્યો. એણે ભરતના અહંકારને જીવલેણ ફટકો માર્યો, પોતે સર્વસ્વ ત્યાગીને નીકળી ગયો – મારી પાસે આવવા માટે – અને રોકાઈ ગયો અડધે રસ્તે !” આપની પાસે આવવા નીકળેલો અડધે રોકાઈ ગયો?” સુંદરીએ પૂછ્યું. ‘હ.” પ્રભુએ ત્રિલોકવિજયી સ્મિત કરતાં કહ્યું. “તો પછી અડધે રસ્તે કાં રોકાઈ ગયો ?” બ્રાહ્મીએ પ્રશ્ન કર્યો. પ્રભુ આજે અટપટી રીતે વાત કરતા લાગતા હતા, પણ લોકયાને કેળવવાની આ એમની એક રીત હતી. પ્રસંગને સીધેસીધો વર્ણવવા કરતાં એની આજુબાજુની ભૂમિકા તૈયાર કરી પછી સમજાવવામાં એ વધુ માનતા. વસ્તુમાત્રને ખરાબ કે સારી ન માનવી, પણ સાપેક્ષ રીતે એને જોવી; એમ થાય તો જગતના ઘણા ઝઘડા શાંત થઈ જાય. ભગવાન બોલ્યા : “બાહુબલ રોકાઈ ગયા; અહંકારે એમને પકડી લીધા. પરને પ્રકાશ આપનારા ઘણી વાર સ્વને અંધારે દોરતા હોય છે. મારી પાસે આવવામાં, પ્રથમ વિચાર મારો જ એમના મનમાં હતો. પણ પછી સૂરજના ઉપાસકને તારાની યાદ આવી ! બાહુબલને વિચાર આવ્યો કે હું પિતા પાસે જવા તો નીકળ્યો, પિતાની વંદના-સેવામાં તો અપાર આનંદ છે, પણ મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓ મારાથી પહેલાં ત્યાં જઈને ૨૩૦ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274